Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

CHIN એ ભારતના 2 વિસ્તારોનો પોતાના નકશામાં કર્યો સમાવેશ ચાઈનાની અવળચંડાઈ

CHIN

Harsh Jitendra Rathod
Harsh Jitendra Rathod
ભારત અને ચીન બોર્ડરનો ગ્રાફ
ભારત અને ચીન બોર્ડરનો ગ્રાફ

ભારતમાં હવે ટૂંક સમય માં G-20 સમિટ યોજાવા જઈ રહી છે, જેમાં જિનપિંગ સહિત લગભગ 20 દેશોના રાષ્ટ્રાધ્યક્ષો સામેલ થવાના છે. તેમ છતાં ચીન  હજુ પણ સુધરવાનું નામ લઈ રહ્યું નથી. ચીને આ સમિટ પહેલા સોમવારે તેનો નવો નકશો જાહેર કર્યો છે. આ નકશામાં ચીને અરુણાચલ પ્રદેશ, અક્સાઈ ચીન ક્ષેત્ર, તાઈવાન અને વિવાદિત દક્ષિણ ચીન સાગરના જેવા ઘણા ટાપુઓને ચીને પોતાના દેશ માં સમાવી લીધા છે. આ નકશાને લઈને ભારત તરફથી હજુ સુધી કોઈ ઔપચારિક પ્રતિક્રિયા સામે આવી નથી.

ચીનનો નવો નકશો
ચીનના સરકારી અખબારે એક્સ (અગાઉ ટ્વિટર) પર આ નકશો (New Map of China) પોસ્ટ કરીને લખ્યું છે કે, 'ચીનના સ્ટાન્ડર્ડ મેપનું 2023 વર્ઝન 

ભારત સરકાર અને ચીન સરકાર વચ્ચે કરવામાં આવી હતી મુલાકાત

કૃષિ જાગરણના સંશોધન થી આં માહિતીની જાણકારી મળી છે. ચીનની આ અવરચંડાઈ ત્યારે સામે આવી છે, જ્યારે તાજેતરમાં જ દક્ષિણ આફ્રિકામાં યોજાયેલી બ્રિક્સ સમિટમાં પીએમ મોદી અને શી જિનપિંગની વચ્ચે મુલાકાત થઈ હતી. આ મુલાકાતમાં બંને દેશોએ સરહદ પર શાંતિ જાળવવા અને તણાવ ઘટાડવા માટે વિવિધ ઉપાયો અપનાવવા પર સહમતિ વ્યક્ત કરી હતી. પરંતુ ચીન પોતાની વાત પર એક સપ્તાહ સુધી પણ ન ટકી શક્યું અને પોતાની અસલી ઓકાત પર ઉતરી આવ્યું.

તો શું હવે ચીન અરુણાચલ પ્રદેશ પર પોતાના સેન્યને મુકશે ?

તિબેટ પર કબજો જમાવી ચૂકેલા ચીનની નજર હવે અરુણાચલ પ્રદેશ પર છે, જેને તે દક્ષિણ તિબેટ કહે છે. આ સાથે તે લદ્દાખ પણ શિનજિયાંગ ક્ષેત્રનો ભાગ હોવાનો દાવો કરે છે. જોકે ભારતે દરેક વખતે તેના દાવાને સખત રીતે નકારી કાઢ્યો છે અને કહ્યું છે કે અરુણાચલ પ્રદેશ-લદ્દાખ ભારતનું અભિન્ન અંગ છે અને હંમેશા રહેશે.

Share your comments

Subscribe Magazine

More on News

More