વિશ્વના સૌથી મોટા ચોખાના નિકાસકાર ચીને છેલ્લા ત્રણ દાયકામાં પ્રથમ વખત ભારતમાંથી ચોખાની આયાત શરૂ કરી છે. ચીનને ઘર આંગણે ચોખાના પુરવઠાની તંગ સ્થિતિ તેમ જ ભારત તરફથી મોટા પ્રમાણમાં ડિસકાઉંટ કિંમતની ઓફર થવાને લીધે ચીને ભારતમાંથી ચોખાની આયાત કરવાની શરૂઆત કરી છે, તેમ ભારતીય ઉદ્યોગોના અગ્રણીઓ તરફથી મળેલી માહિતીમાં જણાવાયુ છે.
વધુમાં ભારતીય કૃષિ પેદાશો અને ખેડૂતો માટે આ સારા સમાચાર છે કે ભારતીય કૃષિ વ્યાપક પ્રમાણમાં ઉત્તેજન મળશે. ભારત વિશ્વનો સૌથી મોટો ચોખાનો નિકાસકાર દેશ છે જ્યારે ચીન વિશ્વનો સૌથી મોટો આયાતકાર દેશ છે. બીજિંગ વાર્ષિક ધોરણે આશરે 4 મિલિયન ટન ચોખાની આયાત કરે છે, જોકે તે ગુણવત્તાને લગતા પ્રશ્નોને ટાંકી ભારતમાંથી ચોખાની આયાત કરવાનું ટાળતુ રહ્યું છે. લદ્દાખમાં લાઇન ઑફ એક્ચ્યુઅલ કંટ્રોલ (LAC) પર ભારત અને ચીન વચ્ચે છેલ્લા સાત મહિનાથી ચાલતા તણાવ વચ્ચે ચીને ભારતીય બજારમાંથી ચોખાની આયાત શરૂ કરી છે.
પ્રથમ વખત ચીન ચોખાની ખરીદી કરી રહ્યું છે. ભારતીય પાકોની ગુણવત્તા જોયા બાદ આગામી વર્ષમાં તે ખરીદદારી વધારી શકે છે, તેમ રાઇસ એક્સપોર્ટર્સ એસોસિએશનના પ્રેસિડેંટ બી.વી.ક્રિષ્ના રાવે જણાવ્યું હતું.
ટુકડી ચોખા માટે પ્રતિ ટન 300 ડોલરથી ઓર્ડર મળ્યો
ટ્રેડર્સને ડિસેમ્બર-ફેબ્રુઆરીમાં પ્રતિ ટન 300 ડોલર કિંમતથી કિંમતથી ટૂકડી ચોખાની નિકાસ માટેનો કોન્ટ્રેક્ટ મળ્યો છે,તેમ ઔદ્યોગિક સૂત્રોએ જણાવ્યુ હતું.
ભારત અને ચીન વચ્ચે સરહદ પર ચિંતાનો માહોલ છે ત્યારે બન્ને દેશ વચ્ચે આ વ્યાપારીક સમજૂતી થઈ છે. ચીન પરંપરાગત રીતે થાઈલૅંડ, વિયેતનામ, મ્યાનમાર અને પાકિસ્તાનમાંથી આયાત કરે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2006માં ચીનને ભારતીય બજાર માટે મંજૂરી મળી હતી. ચીને નાણાકીય વર્ષ 2017-18માં 974 ટન નોન-બાસમતી ચોખાની આયાત કરી હતી. અમે હવે આશરે બે વર્ષ બાદ ચોખાને લગતી પૂછપરછ મળી રહી છે,તેમ એરઆઈઆરઈએના એક્ઝીક્યૂટિવ ડિરેક્ટર વિનોદ કૌલે જણાવ્યુ હતું.
Share your comments