રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતની નવી બાયો ટેક્નોલોજી પોલિસીની જાહેરાત કરી છે, સરકારે આ પોલીસી હેઠળ 20 હજાર કરોડના મૂડી રોકાણ સાથે 1.20 લાખ લોકોને નવી રોજગારી આપવાનો વાયદો કર્યો છે, તો આવો જોઈએ આ વિશે સમગ્ર વિગતો.
ગુજરાતની નવી બાયોટેક્નોલોજી પોલિસી જાહેર કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, “આ પોલિસીથી બાયોટેક્નોલોજી ક્ષેત્રે આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતનું વિઝન સાકાર થશે.અને સમગ્ર દેશમાં બાયોટેક્નોલોજી ક્ષેત્રે ગુજરાત અગ્રેસર રાજ્યોમાં સ્થાન પ્રાપ્ત કરશે.
બાયોટેક્નોલોજી પોલિસી 2022-27 BioTechnology Policy 2022-27
ગુજરાત સરકાર Gujarat Government દ્વારા બાયોટેકનોલોજી પોલિસી 2022-27 Biotechnology Policy 2022-27ની જાહેરાત કરવામાં આવી છે. આ નવી બાયોટેકનોલોજી પોલિસી ઈકોસિસ્ટમને વધુ સુગ્રથિત કરશે. આ પોલિસી અંતર્ગત સ્પેશિયલ પ્રોજેક્ટ્સને સહાય અને સપોર્ટ આપવામાં આવશે. આ નવી પોલિસી આગામી 5 વર્ષ સુધી અમલમાં રહેશે.
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોલિસીની જાહેરાત કરતા કહ્યું છે કે આ પોલિસી પાંચ 5 વર્ષ એટલે કે 2027 સુધી અમલમાં રહેશે. પ્રવર્તમાન કોવિડની વૈશ્વિક મહામારી સામેની માનવજાતની લડાઈમાં બાયોટેક્નોલોજીનો ફાળો ખૂબ જ મહત્વનો છે. અને કોરોનાને કારણે ઘરે ઘરે જાણીતા થયેલા રેપિડ એન્ટિજન ટેસ્ટ, આરટી-પીસીઆર RT-PCR ટેસ્ટ, વેક્સિન વગેરે બાયોટેક્નોલીજીની જ દેન છે.
આ પણ વાંચો : ગુજરાત સહિત સમગ્ર દેશમાં નહી થાય DAP અને યૂરિયાની અછત
500થી વધુ ઉદ્યોગોને મળશે લાભ
નવી બાયોટેક્નોલોજી પોલિસીથી રાજ્યના ઔદ્યોગિક ક્ષેત્રે રૂપિયા 20 હજાર કરોડથી વધારેનું મૂડી રોકાણ થવાની સંભાવના છે. ઈનોવેટીવ CAPEX તેમજ OPEX મોડેલથી દેશની આત્મનિર્ભરતામાં ફાળો આપનાર સ્પેશિયલ પ્રોજેક્ટસને રૂપિયા 200 કરોડની મહત્તમ મર્યાદામાં કુલ મૂડી ખર્ચના 25% સુધીની સહાય અને વધુમાં વધુ 25 કરોડ પ્રતિવર્ષની મર્યાદામાં કુલ ઓપરેટિંગ ખર્ચના 15% સુધી સહાય અપાશે. ટર્મ-લોનના વ્યાજ પર 7% ના દરે, વાર્ષિક રૂપિયા 20 કરોડની ટોચ મર્યાદામાં સહાય અપાશે. આ પોલિસીમાં રાજ્યમાં 500થી વધારે ઉદ્યોગોને સહાય અપાશે. સ્ત્રી સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટે મહિલા કર્મચારી માટે 100% ઈપીએફ EPF સહાય અપાશે.આ પોલિસી હેઠળ 500થી વધુ ઉદ્યોગોને લાભ થશે. સરકારે પોલિસીમાં વીજ શુલ્ક માફી સહિતના પ્રોત્સાહન પણ જાહેર કર્યા છે.
રાજ્યમાં બાયોટેક્નોલોજી ઉદ્યોગો વધુ વિકાસ પામે અને ગુજરાતને તેનો મહત્તમ લાભ મળે તે આ નવી બાયોટેક્નોલોજી પોલિસીનો હેતુ છે. બાયોટેક્નોલોજી ક્ષેત્રે વધુ રોકાણો આકર્ષવા માટે વિવિધ સ્ટેક હોલ્ડર્સ જેમાં શૈક્ષણિક સંસ્થાઓ, સંશોધન સંસ્થાઓ, સ્ટાર્ટ-અપ્સ અને ઉદ્યોગ સાહસિકો સાથે પરામર્શ કરવામાં આવ્યો હતો. અને તેમના રચનાત્મક સૂચનોને પણ બાયોટેક્નોલોજી પોલિસી 2022-27માં આવરી લેવામાં આવ્યા છે.
આ પણ વાંચો : પોસ્ટ ઓફિસની સ્કીમ જેમાં દરરોજ 50 રૂપિયા જમા કરો, અને મેળવો 35 લાખનો ફાયદો
આ પોલિસી નેશનલ પોલિસી એન્ડ સ્ટ્રેટેજીસને ધ્યાનમાં રાખીને ઘડવામાં આવી છે, આમાં વિવિધ સ્ટેક હોલ્ડર્સ જેવા કે બિન-સરકારી સંસ્થાઓ, વૈજ્ઞાનિક પ્રતિષ્ઠાનો અને ઉદ્યોગો વચ્ચેની ભાગીદારીને પ્રોત્સાહન આપશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં આ નવી પોલિસીની જાહેરાત સાયન્સ સિટી ખાતે કરી હતી. ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, ગુજરાતે પોલિસી ડ્રીવન સ્ટેટ અને ઉદ્યોગ સાહસિકતા માટે દેશમાં મોખરાનું સ્થાન મેળવ્યું છે. વિજ્ઞાન અને ટેક્નોલોજીએ ઉદ્યોગ સાહસિકતાને નવી દિશા આપી છે. એટલું જ નહિ, બાયોટેક્નોલોજી ક્ષેત્રે વૈશ્વિક હરણફાળ ભરી રહ્યું છે, ત્યારે બાયોટેક આધારિત ઉદ્યોગોને વધુ પ્રોત્સાહન આપવા રાજ્ય સરકારે આ નવી બાયોટેક્નોલોજી પોલિસી આજે જાહેર કરી છે. બાયોટેક્નોલોજીના વિજ્ઞાનનું વૈશ્વિકસ્તરે વિવિધ ક્ષેત્રોમાં, ખાસ કરીને આરોગ્ય અને કૃષિ ક્ષેત્રની સમસ્યાઓના સમાધાન માટે નોંધપાત્ર યોગદાન રહ્યું છે.
આ પણ વાંચો : ગુજરાતમાં નેશનલ હેલ્થ મિશનની યોજનાના લાભાર્થીઓને માટે મહત્વપૂર્ણ જાહેરાત
આ પણ વાંચો : આંગણવાડી ભરતી : 2022
Share your comments