કમોસમી વરસાદને લીધે વિવિધ ફળો તથા શાકભાજી અને કઠોળના પાકને નુકસાન થયુ છે. ગુજરાતમાં ધુમ્મસભર્યુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. આ સાથે વાતાવરણમાં ઠંડી વધતા મોટાભાગના વિસ્તારોમાં સરેરાશ તાપમાન પણ 30 ડિગ્રી જેટલુ ઘટી ગયુ છે. હવામાન વિભાગે સાયક્લોનિક સર્ક્યુલેશનની હવે અસર ઘટી ગઈ છે, અલબત રાજ્યના કેટલાક ભાગોમાં હજુ પણ માવઠાંની અસર જોવા મળે તેવી શક્યતા છે.
માવઠાથી થયેલા નુકસાનનો સરવે કરી ખેડૂતોને વળતર અપાશેઃCM રૂપાણી
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં કમોસમી વરસાદને લીધે ખેતીવાડીને કેટલું નુકસાન થયુ છે તેનો સરવે કરી ખેડૂતોને વળતર આપવાની જાહેરાત કરી છે. પ્રાથમિક માહિતી પ્રમાણે ઘઉં, જીરૂ, ધાણા, વરિયાળી તથા ઇસબગુલ, કપાસ તથા મગફળીને નોંધપાત્ર પ્રમાણમાં નુકસાન થયુ છે.
દેશના અનેક રાજ્યોમાં કમોસમી વરસાદ, ઠંડી ચમકારો વધ્યો
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે દેશમાં હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન સહિત અનેક રાજ્યોમાં કમોસમી વરસાદ થયો છે. કાશ્મીર તથા ઉત્તરાખંડમાં બરફ વર્ષા થઈ રહી છે કે જેને લીધે દેશના ઘણા ભાગોમાં ઠંડીનું પ્રમાણ નોંધપાત્ર પ્રમાણમાં વધ્યુ છે. કાશ્મીર ખીણમાં ભારે બરફ વર્ષા તથા વરસાદને લીધે ભૂસ્ખલનની ઘટના વધી છે. જ્યારે જવાહર ટનલની જમીન પર નવ ઇંચ જેટલો બરફ જામી ગયો છે. રાજસ્થાનના કેટલાક ભાગોમાં હળવો વરસાદ થયો છે તેથી તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
Share your comments