Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

રાજ્યના આ વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડવાની સંભાવના

આજે પૂર્વ ગુજરાતના સરહદી વિસ્તારમાં વરસાદી ગતિવિધિમાં વધારો થઈ શકે. દક્ષિણ ગુજરાતના ડાંગ, વલસાડ, સુરત, ભરૂચ, નવસારી, તાપી અને નર્મદા જિલ્લાઓના વિસ્તારોમાં કેટલાક સ્થળોએ હળવા ભારે ઝાપટા તથા એકાદ બે સ્થળોએ હળવો મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે.

Sukhadev Thakor

મધ્યપ્રદેશ સરહદ લાગુ રાજ્યના જિલ્લાઓ પંચમહાલ, છોટાઉદેપુર, મહેસાણા અને દાહોદ જિલ્લા તથા તેને લાગુ વિસ્તારોમાં ઘણા સ્થળે હળવા ભારે ઝાપટા તથા અમુક સ્થળોએ હળવો મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે.

મધ્ય ગુજરાતમાં વડોદરા, અમદાવાદ ,આણંદ જિલ્લામાં છૂટા છવાયા હળવા ભારે ઝાપટા તથા ઉત્તર પૂર્વના અરવલ્લી, સાબરકાંઠા, ખેડા જિલ્લાઓમાં કેટલાક વિસ્તારોમાં હળવા ભારે ઝાપટા તો એકાદ બે સ્થળે મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે.

બનાસકાંઠા, પાટણ અને આસપાસના વિસ્તારમાં અમુક સ્થળે હળવા ભારે ઝાપટા તો એકાદ બે સ્થળે હળવો વરસાદ પડવાની સંભાવના. સૌરાષ્ટ્રમાં મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર,દેવભૂમિ દ્વારકા અને બોટાદ જિલ્લાના છુટા છવાયા સ્થળોએ હળવા ભારે ઝાપટા પડી શકે તો જૂનાગઢ, ગિરસોમનાથ, અમરેલી, ભાવનગર અને પોરબંદર જિલ્લામાં કેટલાક સ્થળોએ હળવા ભારે ઝાપટા અને એકાદ બે સ્થળે હળવા વરસાદની સંભાવના છે.

કચ્છમાંએકાદ બે સ્થળે હળવા ઝાપટા પડવાની સંભાવના છે.

Share your comments

Subscribe Magazine

More on News

More