Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

‘ભૂતિયા’નું ભૂત ભગાડતી મોદી સરકાર : રદ થયા 4.39 કરોડ રાશન કાર્ડ, ક્યાંક તમારું પણ નામ તો નથી ને ?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેટલની કેન્દ્ર સરકાર તરફથી રાશન કાર્ડ અંગે એક મોટું પગલુ ભરવામાં આવ્યુ છે. હકીકતમાં સરકારે જાહેર વિતરણ પ્રણાલી (પબ્લિક ડિસ્ટ્રીબ્યૂશન સિસ્ટમ)માંથી 4 કરોડ 39 લાખ બનાવટી અને ગેરકાયદેસર રાશન કાર્ડને રદ્દ કરી નાખ્યા છે. આ પગલા એટલા માટે ભરવામાં આવ્યા છે કે રાષ્ટ્રીય સંરક્ષણ અધિનિયમ અંતર્ગત યોગ્ય લાભાર્થીઓને સબસીડીવાળું અનાજ મળી શકે.

KJ Staff
KJ Staff

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેટલની કેન્દ્ર સરકાર તરફથી રાશન કાર્ડ અંગે એક મોટું પગલુ ભરવામાં આવ્યુ છે. હકીકતમાં સરકારે જાહેર વિતરણ પ્રણાલી (પબ્લિક ડિસ્ટ્રીબ્યૂશન સિસ્ટમ)માંથી 4 કરોડ 39 લાખ બનાવટી અને ગેરકાયદેસર રાશન કાર્ડને રદ્દ કરી નાખ્યા છે. આ પગલા એટલા માટે ભરવામાં આવ્યા છે કે રાષ્ટ્રીય સંરક્ષણ અધિનિયમ અંતર્ગત યોગ્ય લાભાર્થીઓને સબસીડીવાળું અનાજ મળી શકે.

ડિજિટલીકરણ અભિયાનથી આવી પારદર્શિતા

અન્ન મંત્રાલયના એક અધિકારીનું કહેવુ છે કે છેલ્લા 7 સાત વર્ષમાં સરકારે આ સિસ્ટમમાં છેતરપિંડીને અટકાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. વર્ષ 2013 અગાઉ મોટી સંખ્યામાં ભૂતિયા અને ડુપ્લિકેટ રેશન કાર્ડ હતા. તેવા ભૂતિયા રાશન કાર્ડને શોધી કાઢવા માટે ડિજિટલીકરણ અભિયાન ચલાવવામાં આવ્યું. આ અભિયાન જાહેર વિતરણ પ્રણાલી (PDS)ને પારદર્શક બનાવવા અને તેમાં સુધારો લાવવા માટે શરુ કરવામાં આવ્યુ હતું. અત્રે નોંધનીય છે કે ભૂતિયા રાશન કાર્ડને સિસ્ટમમાંથી હટાવતી વખતે પ્રત્યેક રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશો માટે પરિભાષિત કવરેજની અંદર નવા લાભાર્થીઓને જોડવામાં આવ્યા છે.

ત્રીજા ભાગની વસતીને NFSAનો લાભ

મીડિયા અહેવાલ પ્રમાણે રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા (નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ-NFSA) અંતર્ગત લગભગ 81.35 કરોડ લોકોને લાભ આપવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ દેશની વસતીનો લગભગ ત્રીજા ભાગનો હિસ્સો એનએફએસએ હેઠળ છે. અત્યારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત આશરે 80 કરોડ લોકોને દર મહિને 5 કિલો મફત અનાજ મળી રહ્યું છે. વર્તમાન સમયમાં સરકાર આ યોજનાનું

વિસ્તરણ કરી રહી છે. આ યોજનાની શરૂઆત માર્ચ 2020માં કોરોના વાયરસ (CORONAVIRUS)ના ચેપથી ફેલાયેલા વૈશ્વિક રોગચાળા કોવિડ 19 (COVID 19) સામે લડવા માટે શરૂ કરવામાં આવી હતી.

NFSA અંતર્ગત સબસીડી દરે આશરે 4.2 કરોડ ટન અનાજ વિતરિત કરવામાં આવે છે. 2 રૂપિયા પ્રતિ કિલોગ્રામ ઘઉં અને 3 રૂપિયા કિલોગ્રામ ભાવથી ચોખાની વહેંચણી કરવામાં આવે છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત પ્રત્યેક મહિને 3.2 કરોડ ટન મફત અનાજ વહેચવામાં આવે છે. કોરોના કાળમાં આ બે યોજનાઓ અંતર્ગત જરૂરિયાતમંદોની મદદ કરવામાં આવે છે.

પ્રવાસી શ્રમિકોને મદદ મળશે

કેન્દ્ર સરકાર દ્વારા ‘વન નેશન-વન રાશન’ કાર્ડ યોજના લાગૂ કરાઈ છે. આ યોજના ઝડપથી કામ કરી રહી છે. જેથી પ્રવાસી શ્રમિકોને જલ્દી લાભ મળી શકે. અત્રે ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી સરકારે નેશનલ પોર્ટેબિલિટી કલસ્ટર અંતર્ગત 28 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને આ યોજનાઓ સાથે જોડ્યા છે.

Share your comments

Subscribe Magazine

More on News

More