Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

સરકાર 1 ફેબ્રુઆરીએ રજૂ કરશે ડિજિટલ બજેટ, વાંચો કેવુ હશે પેપરલેસ બજેટ

દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ કેન્દ્રીય બજેટ 2022 સંસદમાં રજૂ કરશે, અને સંસદમાં રજૂ થયા બાદ બજેટ મોબાઈલ એપ પર ઉપલબ્ધ થશે. ઐતિહાસિક રીતે પહેલી વાર 2022-23નુ બજેટ પેપરલેસ સ્વરૂપમાં રજૂ કરવામાં આવશે.

Himanee Chauhan
Himanee Chauhan
Digital Budget 2022-23
Digital Budget 2022-23

વર્ષ 2022-23નું પેપરલેસ બજેટ

2021-22નું કેન્દ્રીય બજેટ પ્રથમ વાર પેપરલેસ સ્વરૂપમાં રજૂ કરવામાં આવશે, સંસદના સભ્યો અને સામાન્ય લોકો દ્વારા બજેટ દસ્તાવેજોની મુશ્કેલી મુક્ત એક્સેસ માટે “ યુનિયન બજેટ મોબાઈલ એપ્લિકેશન” પણ લોન્ચ કરવામાં આવી હતી. સંસદમાં 1લી ફેબ્રુઆરી 2022ના રોજ બજેટ રજૂ કરવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કેન્દ્રીય બજેટ 2022-23 મોબાઈલ એપ પર પણ ઉપલબ્ધ થશે.

દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ કેન્દ્રીય બજેટ 2022 સંસદમાં રજૂ કરશે, અને સંસદમાં રજૂ થયા બાદ બજેટ મોબાઈલ એપ પર ઉપલબ્ધ થશે. ઐતિહાસિક રીતે પહેલી વાર 2022-23નુ બજેટ પેપરલેસ સ્વરૂપમાં રજૂ કરવામાં આવશે.

બજેટની ગુપ્તતા જરૂરી

કેન્દ્રીય બજેટ બનાવવાની પ્રક્રિયાના અંતિમ તબક્કાને ચિહ્નિત કરવા માટે, પ્રવર્તમાન રોગચાળાની પરિસ્થિતિ અને જરૂરિયાતને ધ્યાનમાં રાખીને દર વર્ષે પરંપરાગત હલવા સમારોહને બદલે, તેમના કાર્યસ્થળો પર “લોક-ઈન” થવાને કારણે મુખ્ય કર્મચારીઓને આરોગ્ય સુરક્ષા પ્રોટોકોલનું અવલોકન સાથે મીઠાઈઓ પૂરી પાડવામાં આવી હતી.

બજેટની ગુપ્તતા જાળવવા માટે, બજેટ બનાવવા સાથે સંકળાયેલા અધિકારીઓને “લોક-ઈન” કરવામાં આવે છે. નોર્થ બ્લોકની અંદર સ્થિત બજેટ પ્રેસ, કેન્દ્રીય બજેટની રજૂઆત સુધીના સમયગાળામાં તમામ અધિકારીઓને રાખે છે. 1 ફેબ્રુઆરીએ સંસદમાં કેન્દ્રીય નાણામંત્રી દ્વારા બજેટ રજૂ કર્યા બાદ જ આ અધિકારીઓ અને કર્મચારીઓ તેમના નજીકના અને પ્રિયજનોના સંપર્કમાં આવશે.

દસ્તાવેજો છપાવાશે નહીં

કોરોના મહામારીને કારણે એશિયાની ત્રીજી સૌથી મોટી અર્થ વ્યવસ્થાની નાણાકીય વિગતોના દસ્તાવેજોને નહીં છપાવવાનો નિર્ણય લેવાયો છે. જણાવી દઈએ કે નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ તેમનુ ચોથુ બજેટ રજૂ કરશે.  

મોબાઈલ એપ્લિકેશન 14 કેન્દ્રીય બજેટ દસ્તાવેજોની સંપૂર્ણ એક્સેસની મંજૂરી આપે છે, જેમાં બંધારણ દ્વારા નિર્ધારિત બજેટ ભાષણ, વાર્ષિક નાણાકીય નિવેદન, ગ્રાન્ટ્સની માંગ, ફાઈનાન્સ બિલ વગેરેનો સમાવેશ થાય છે. મોબાઈલ એપ અંગ્રેજી એને હિન્દી ઉપરાંત એન્ડ્રોઈડ અને IOS બંને પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે.

આ પણ વાંચો : વાઈબ્રન્ટને લઈને આવ્યા મહત્વના સમાચાર, ગુજરાતના સ્થાપના દિવસે યોજાઈ શકે છે સમિટ

આ પણ વાંચો : બજેટ 2022 કોને ફળશે ?

Share your comments

Subscribe Magazine

More on News

More