Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

ખેડુતોને નવી ટેકનોલોજી સાથે જરૂરી સંસાધનો આપી રહી છે કેન્દ્ર સરકાર: કૈલાશ ચૌધરી

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્ય મંત્રી કૈલાશ ચૌધરી બુધવારે (1 જૂન) હિમાચલ પ્રદેશની મુલાકાતે હતા. જ્યાં કેન્દ્રીય મંત્રી કૈલાશ ચૌધરીએ રાજ્યમાં વિવિધ સ્થળોએ કૃષિ મંત્રાલયની સંસ્થાઓ દ્વારા આયોજિત કાર્યક્રમોમાં ભાગ લીધો હતો.

Mihirkumar Jashubhai Parmar
Mihirkumar Jashubhai Parmar
Central government is providing necessary resources to farmers with new technology
Central government is providing necessary resources to farmers with new technology

આ દરમિયાન, કેન્દ્રીય કૃષિ રાજ્ય મંત્રી કૈલાશ ચૌધરીએ સૌ પ્રથમ દેશભરના વિવિધ કૃષિ વિજ્ઞાન કેન્દ્રોના સહયોગથી ખેડૂતો દ્વારા તૈયાર કરાયેલ અદ્યતન અને કુદરતી ખેતી પરના પ્રદર્શનના ઉદ્ઘાટન કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે હિમાચલ પ્રદેશના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી જયરામ ઠાકુર, હિમાચલના કૃષિ મંત્રી વીરેન્દ્ર કુમાર, ભારતીય કૃષિ સંશોધન પરિષદના મહાનિર્દેશક ડૉ.ત્રિલોચન મહાપાત્રા, વાઇસ ચાન્સેલર ડૉ.રાજેશ્વર સિંહ ચંદેલ અને ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ એ.કે. સિંહ સહિતના અધિકારીઓ અને સામાન્ય ખેડૂત ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા.

કૃષિ અને ખેડૂત પ્રદર્શનને સંબોધતા કેન્દ્રીય કૃષિ રાજ્ય મંત્રી કૈલાશ ચૌધરીએ કહ્યું કે ખેડૂતો આપણા દેશની કરોડરજ્જુ છે. તેઓ અન્નદાતા પણ છે. ખેડૂતો માટે આવા પ્રકારના  આયોજનો થતા રહેવા જોઈએ.  જેથી ખેડુતો જાગૃત થઈને વધુમાં વધુ શીખે. જેથી  કુદરતી ખેતી કરવામાં તેમને આસાની થાય છે. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના, કિસાન સન્માન નિધિ યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ સહિતની વિવિધ કૃષિલક્ષી યોજનાઓ વિશે ખેડૂતોને માહિતી આપી ખેડૂતોને વધુમાં વધુ લાભ લેવા હાકલ કરવામાં આવી હતી.

કૈલાશ ચૌધરીએ જણાવ્યું હતું કે "વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ધ્યેય નાના ખેડૂતોને સશક્ત બનાવવાનું છે. કારણ કે ભારતની લગભગ 55 ટકા વસ્તી ગ્રામીણ છે અને દેશ ત્યારે જ પ્રગતિ કરશે જ્યારે ગ્રામીણ વસ્તી પ્રગતિ કરશે. તેથી જ સરકાર સતત વિવિધ કૃષિ અને ખેડૂત મૈત્રીપૂર્ણ યોજનાઓ દ્વારા ખેડુતોને નવી ટેક્નોલોજી સાથે જરૂરી સંસાધનો આપી રહી છે. સરકાર ખેડુતની  આવકમાં વધારો થાય અને સાથે સાથે તેમના જીવનધોરણમાં પણ પરિવર્તન આવે તે માટેના પ્રયાસ કરી રહી છે.  

કેન્દ્રીય કૃષિ રાજ્ય મંત્રી કૈલાશ ચૌધરી કર્ણાટકની બે દિવસીય મુલાકાતે છે. દરમિયાન, મંત્રી કૈલાશ ચૌધરીએ કૃષિ મંત્રાલય અને સ્થળાંતરિત મારવાડી રાજસ્થાની ભાઈઓ દ્વારા આયોજિત વિવિધ કાર્યક્રમોનુ આયોજન કર્યું હતું.

આ પણ વાંચો:32 વર્ષ બાદ 129 કૃષિ પદાધિકારીઓને મળ્યા નિમણૂક પત્ર, ખેડૂતોને થશે ફાયદો

નાના ખેડૂતોને પ્રોત્સાહિત કરી રહી છે  કેન્દ્ર સરકાર

ખેડૂતો સાથે વાર્તાલાપ કરતા કેન્દ્રીય કૃષિ રાજ્ય મંત્રી કૈલાશ ચૌધરીએ જણાવ્યું હતું કે દેશના નાના ખેડૂતોના પડકારોને પહોંચી વળવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે બિયારણ, વીમો, બજાર અને બચત પર સર્વાંગી કાર્ય કર્યું છે. સારી ગુણવત્તાના બિયારણની સાથે કેન્દ્ર સરકારે ખેડૂતોને નીમ કોટેડ યુરિયા, સોઈલ હેલ્થ કાર્ડ, સૂક્ષ્મ સિંચાઈ જેવી સુવિધાઓ સાથે પણ જોડ્યા છે.

સરકારે ખેડૂતોને 22 કરોડ સોઈલ હેલ્થ કાર્ડ આપ્યા છે. આ વૈજ્ઞાનિક અભિયાનને કારણે કૃષિ ઉત્પાદનમાં રેકોર્ડ વધારો થયો છે. કૈલાશ ચૌધરીએ કહ્યું કે મોદી સરકારે દેશભરમાં કૃષિ બજારોના આધુનિકીકરણ માટે પણ કરોડો રૂપિયા ખર્ચ્યા છે.

આજે કેન્દ્ર સરકારના કૃષિ બજેટમાં 5 ગણો વધારો થયો છે. દર વર્ષે ખેતી પર 1.25 લાખ કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ થઈ રહ્યો છે. આ સાથે નાના ખેડૂતોની જરૂરિયાતોને પહોંચી વળવા કિસાન સન્માન નિધિની રકમ તેમના બેંક ખાતામાં સીધી ટ્રાન્સફર કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો:યોગી સરકારે લીધો મોટો નિર્ણય, દૂધ ન આપવાવાળી ગાયોને રસ્તે છોડશો તો થશે કેસ, જાણો સંપૂર્ણ સમાચાર

Share your comments

Subscribe Magazine

More on News

More