આજનું હવામાન શું છે, આવતા અઠવાડિયા શું રહેશે તેની માહિતી આપનાર અને આપણા ખેડૂત ભાઇઓ માટે વરદાનની જેમ કામ કરનાર ભારતીય હવામાન વિજ્ઞાન સંસ્થાનને આજે એટલે કે 15 જન્યુઆરી પોતાના 150 વર્ષ પૂરૂ કરી લીઘું છે. આજના દિવસે 15 જાન્યુઆરી 1875માં તેની સ્થાપના કરવામાં આવી હતી. ત્યાર થી જ ભારતીય હવામાન વિભાગે વરસાદની સટીક ભવિષ્ચવાણી કરીને આપણા ખેડૂત ભાઈયોના પાકની રક્ષણ કરી રહ્યા છે. સાથે તે આપણે જણાવી રહ્યા છે કયા રાજ્યમાં ક્યારે વરસાદ થવાની છે અને ક્યારે ત્યાં ઠંડીનો ચમકારો ક તો પછી કાળઝાળ ગરમી થવાની છે. પરંતુ તેનો સૌથી મોટો ફાયદા આપણા ખેડૂત ભાઈયો માટે છે કેમ કે આપણા જગતના તાત હવામાન વિભાગની આગાહી પર પોતાના પાકનું વાવેતર કરે છે. અને ખેડૂતોને વિશ્વાસ થાય કેમ નહીં આપણું હવામાન વિભાગ છે જ એવું.
ભાઇયો વાત જાણો એમ છે કે 1864માં ભારતની જૂની રાજધાની કલકત્તામાં( કોલકાતા) વાવઝોડું આવ્યો હતો. જેના કારણે મોટા પાચે નુકસાન થયું હતુ, તેના કારણે 1866 થી 1871 સુધી બંગાળ દુષ્કાળથી પીડાઈ ગયુ હતુ અને લાખો લોકોએ પોતાનો જીવ ગુમાવી દીધું હતુ. જેને જોતા ત્યારની અંગ્રેજ સરકાર એક એવી સંસ્થાનની સ્થાપના કરવા ઇચ્છતી હતી જો પહેલાથી જ જણાવી દઈએ કે પ્રાકૃતિ શું ઇચ્છે છે. પરિણામે, 1875 માં ભારત હવામાન વિભાગની સ્થાપના કરવામાં આવી. હેનરી ફ્રાન્સિસ બ્લેનફોર્ડને વિભાગના પ્રથમ હવામાનશાસ્ત્રીય સંવાદદાતા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
મે 1889માં, સર જ્હોન એલિયટને તત્કાલીન રાજધાની કલકત્તામાં ઓબ્ઝર્વેટરીઝના પ્રથમ ડિરેક્ટર જનરલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. જ્યારે ભારતની સ્વત્રંતા પછી વર્ષ 1949 માં ભારત સરકારે તેને કલકત્તાથી દિલ્લી શિફ્ટ કરી દીધું. અત્યારે તેમના હવામાન શાસ્ત્રીય મૃત્યુમ્જય મહાપાત્રા છે. જણાવી દઈએ કે હવે ભારતીય હવામાન વિભાગ પાસે કુલ 6 પ્રાદેશિક હવામાન કેન્દ્રો છે જેનું સંચાલન ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ દ્વારા કરવામાં આવે છે. જેઓ ચેન્નાઈ, ગુવાહાટી, કોલકાતા, મુંબઈ, નાગપુર, નવી દિલ્હી અને હૈદરાબાદમાં સ્થિત છે.તેનું વાર્ષિક બજટની વાત કરીએ તો 2022-23 વાર્ષિક બજટ મુજબ તેનો કુલ બજટ 514.03 અબજ ડૉલર છે.
Share your comments