ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા ધારા (એનએફએસએ) હેઠળ ફાળવણીના વર્તમાન આધારે ઘઉં અથવા ચોખા આપવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (પીએમજીકેએવાય) હેઠળ ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ અનાજ વિતરણના સમયગાળાને લંબાવવા કે મર્યાદિત કરવા અંગે નિર્ણય લઈ શકશે, આ માટે લોકડાઉનની આંશિક અથવા સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં લઈ આવશ્યક કામગીરી કરવામાં આવશે.આ ઉપરાંત ચક્રવાત, ચોમાસા, પુરવઠાની સ્થિતિ તથા કોવિડને લગતી મુશ્કેલી વગેરે બાબતોને પણ ધ્યાનમાં રાખવામાં આવશે.
ખાદ્યાનોના 80 લાખ મેટ્રીક ટન સુધી ફાળવણી થઈ શકે
દેશમાં ટીપીડીએસ હેઠળ વિના મૂલ્યે વ્યક્તિ દીઠ બે મહિના સુધી પ્રતિ મહિના 5 કિલો અનાજ પ્રમાણે 79.88 કરોડ ફાળવણી કરાઈ છે, જેના માટે અંદાજીત રૂપિયા 25332.92 કરોડ ખાદ્ય સબસિડીનો અંદાજ રહે તેવી શક્યતા છે, આ ઉપરાંત ચોખા માટે પ્રતિ ટન રૂપિયા 36789.2 અને ઘઉં માટે રૂપિયા 25731.4 જેટલો ખર્ચ વહન કરવામાં આવે તેવો અંદાજ છે.
આ ઉપરાંત કોવિડ-19ને લીધે આર્થિક મોરચે કપરા ચઢાણ વચ્ચે ગરીબ લોકો જે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે તેમાં ઘટાડો થશે. આગામી 2 મહિનામાં ખાદ્યાનની બિન-ઉપલબ્ધતાની સ્થિતિમાં ગરીબ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
Share your comments