જો આપ ઓછા મૂડી રોકાણથી કોઈ નવો કારોબાર કે બિઝનેસ શરૂ કરવા ઇચ્છતા હોવ, તો ભારતીય રેલવે આપને એક સોનેરી તક આપી રહ્યું છે. હકીકતમાં ભારતીય રેલવેએ ‘આત્મનિર્ભર ભારત’ અભિયાન અંતર્ગત સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ કદના (SME) ઉદ્યોગ સાહસિકોને પોતાના તરફથી સહયોગ આપવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. આ સંજોગોમાં આપની પાસે ભારતીય રેલવે સાથે જોડાવાની ઉત્તમ તક છે. આ સંજોગોમાં આપ ભારતીય રેલવે સાથે જોડાઈ ઓછી મૂડીમાં વધારે નફો આપતો બિઝનેસ શરૂ કરી શકો છો. આ એક વધારે સારો બિઝનેસ આઇડિયા છેય
અત્રે ઉલ્લેખનીય છે કે ભારતીય રેલવે વાર્ષિક 70 હજાર કરોડ કરતા વધારે કિંમતના ઉત્પાદનોની ખરીદી કરે છે. તેમાં તમામ પ્રકારના સામાન હોય છે, જેમ કે ટેક્નિકલ, એંજીનિયરિંગ, દૈનિક ઉપયોગની ચીજ-વસ્તુઓ વગેરે. જો આપ ભારતીય રેલવે સાથે જોડાઈને કારોબાર શરૂ કરો, તો આપ પોતાના ઉત્પાદનોનું વેચાણ કરીને સારી કમાણી કરી શકો છો.
કેવી રીતે શરૂ કરશો ભારતીય રેલવે સાથે કારોબાર ?
ભારતીય રેલવેની જ્યારે કોઈ પણ પ્રોજેક્ટ ખરીદે છે, તો તે એવી કંપની પાસેથી વસ્તુઓ ખરીદે છે કે જે સૌથી સસ્તો સામાન સપ્લાય કરતી હોય. આ સંજોગોમાં કોઈ એવા ઉત્પાદનોની પસંદગી કરવી પડશે કે જે આપને કંપની અથવા બજારમાં સૌથી સસ્તા દરેર મળી રહે. આપ રેલવેની વેબસાઇટ પર નવા ટેંડર ખુલતા જોઈ શકો છો. અહીં આપની પડતરના હિસાબે ટેંડર મોકલી શકો છો, પરંતુ ધ્યાન રહે કે આપના દરો સ્પર્ધાત્મક દર ધરાવતા હોવા જોઇએ. આમ હશે, તો આપને સરળતાથી ટેંડર મળી શકશે. આ ઉપરાંત રેલવે સર્વિસના સપ્લાય માટે કેટલીક ટેક્નોલૉજીની યોગ્યતાની પણ માંગ રહે છે.
સ્થાનિક ઉત્પાદનોને ઉત્તેજન મળશે
ભારતીય રેલવે દ્વારા ઘરગથ્થું (ડૉમેસ્ટિક) ઉત્પાદનોને ખૂબ જ ઉત્તેજન અપાઈ રહ્યું છે. આ માટે એક પારદર્શક અને નિષ્પક્ષ ખરીદી પ્રણાલીને પ્રોત્સાહન આપવામાં આવે છે કે જેનું નામ ‘મેક ઇન ઇંડિયા’ નીતિ પર છે. આ નીતિ અંતર્ગત વૅગન, ટ્રૅક અને એલએચબી ડબ્બાના ટેંડરમાં 50 ટકાથી વધારે સ્થાનિક ઉત્પાદનો ધરાવતા સપ્લાયર ભાગ લઈ શકે છે. આ ઉપરાંત ‘વંદે ભારત’ ટ્રેન સેટ માટે 75 ટકા ઇલેક્ટ્રિક સામાન ખરીદવામાં આવે છે. આ સંજોગોમાં આપ એક સારો કારોબાર શરૂ કરવાની તક ધરાવો છો.
ખુશખબર : LPG સિલિંડર બુકિંગની અપનાવો આ રીત અને મેળવો 500 રૂપિયાનું DISCOUNT !
Share your comments