જ્યારથી 2024 ની શરૂઆત થઈ છે, ત્યારથી દર મહિનાની પહેલી તારીખે ઘણા નિયમો બદલાઈ રહ્યા છે. એજ સંદર્ભમાં 1 જૂન 2024 થી ડ્રાઈવિંગ લાઈસેન્સ માટે નવા નિયમ આવી જશે. જેના કારણે આવતા મહિનાની પહેલી તારીખથી ડ્રાઈવિંગ લાઈસેન્સ બનાવવાનું મોંઘા થઈ જશે. પરંતુ તેના સાથે જ જ હવે ડ્રાઈવિંગ લાઈસેન્સ બનાવવા માટે તમારે આરટીઓ જઈને ટેસ્ટ આપવું પડશે નહીં. વાત જાણો એમ છે છે કે ઘણા લોકોએ ડ્રાઈવિંગ લાઈસેન્સ તો બનાવવા માંગે પણ તેઓ ટેસ્ટથી ડરે છે. જેથી કરીને સરકાર આ નવા નિયમ લઈને આવી છે. જેથી હવે તમને વગર ટેસ્ટ આપીને લાઈસેન્સ મળી જશે. નવા નિયમ મુજબ હવે ડ્રાઈવિંગ લાઈસેન્સ બનાવવા માટે તમે સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત કોઈ પણ સંસ્થાનમાં જઈને ટેસ્ટ આપી શકો છો. 1 જૂનથી હવે ફક્ત તમારે આરટીઓ જઈને ટેસ્ટ આપવુ પડે નહીં.
ખાનગી ડ્રાઈવિંગ ટ્રેનિન્ગ સેન્ટર માટે નવા નિયમ
- ખાનગી ડ્રાઈવિંગ ટ્રેનિન્ગ સેન્ટર પાસે હવે ઓછામાં ઓછા 1 એકર જમીન હોવી જોઈએ. ત્યારે 4 વ્હીલર ટ્રેનિન્ગ માટે 2 એકર જમીન હોવી જોઈએ.
- આ ડ્રાઈવિંગ ટ્રેનિન્ગ સેન્ટરે દરેક નવા નિયમ ફૉલો કરવું પડશે
- ટ્રેંર્સની વાત કરવામાં આવે તેમના પાસે હાઈ સ્કૂલ ડિપ્લોમાં. ઓછામાં ઓછા 5 વર્ષના ડ્રાઈવિંગ એક્સપીરિએન્સ તેમજ બાઈઓમેટ્રિક અન્ આઈટી સિસ્ટમની માહિતી હોવી જોઈએ.
- લાઇટ મોટ વ્હીકલ્સ માટે 4 અઠવાડિયામાં 29 કલાકની ટ્રેનિંગ જરૂરી છે. જેમાંથી 8 કલાકની થિયોરી અને 21 કલાકની પ્રેક્ટિકલ ટ્રેનિંગ હોવી જોઈએ.
- હેવી મોટલ વ્હીકલ્સ માટે 6 અઠવાડિયામાં 38 કલાકની ટ્રેનિંહ જરૂરી છે. જેમાંથી 8 કલાકની થિયોરી અને 31 કલાકની પ્રેક્ટિકલ ટ્રેનિંગ હોવી જોઈએ.
ડ્રાઈવિંગ લાઈસેન્સ માટે ચાર્જની નવી યાદી
- લર્નિંગ લાઈસેન્સ- રૂ.150
- લર્નિંગ લાઈસેન્સ ટેસ્ટ ફીસ- રૂ. 50
- ડ્રાઈવિંગ ટેસ્ટ ફીસ- રૂ. 300
- ડ્રાઈવિંગ લાઈસેન્સ ફીસ- રૂ. 200
- ઇંટ્રનેશનલ ડ્રાઈવિંગ લાઈસેન્સ ફીસ- રૂ. 1000
- લાઈસેન્સમાં કોક બીજા વ્હીકલ એડ કરાવવાની ફીસ- રૂ. 500
- ડ્રાઈવિંગ લાઈસેન્સ રિન્યું કરાવવા માટે ફીસ- રૂ. 200.
- ડ્રાઈવિંહ લાઈસેન્સમાં એડ્રસ બદલવાની સૂચના માટે ફીસ- રૂ. 200
નવા નિયમ મુજબ દંડની રકમમાં વધારો
- વધુ ઝડપે વાહન ચલાવવા માટે દંડ- 1000 થી લઈને 2000 રૂપિયા
- સગીર દ્વારા વાહન ચલાવવા બદલ દંડ- 25 000 રૂપિયા સુધીનું દંડ
- વગર લાઈસેન્સ વાહન ચલાવવા પર દંડ- રૂ. 500
- વગર હેલમેટ વાહન ચલાવવા પર દંડ- રૂ. 100
- સીટ બેલ્ટ વગર વાહન ચલાવવુ- રૂ. 100 નું દંડ
એલપીજી સિલેન્ડરની કિંમત
1 જૂનથી એલપીજી સિલેન્ડરને લઈને પણ નવા નિયમ બનાવવામાં આવ્યું છે. જેના મુજબ આવનારી 1 તારીખથી એલપીજી સિલેન્ડરની કિમંત ઑયલ માર્કેટિંગની કંપનીઓ દ્વારા નક્કી કરવામાં આવશે. જણાવી દઈએ કે મે મહીના કમર્શિયલ સિલેન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યા હતા. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ઑયલ માર્કેટિંગથી જુડાયેલી કંપની ફરી એક વાર સિલેન્ડરના ભાવમાં ઘટાડો કરી શકે છે.
10 દિવસ બેંક રહેશે બંઘ
આવતા મહીને એટલે કે 10 દિવસ બેંક બંધ રહેશે. તેમાંથી રવિવાર અને બીજા અને ચોથા શનિવારના કારણે 6 દિવસ બેંક બંધ રહેશે. ત્યારે બીજા 4 દિવસ બેંક તહેવારના કારણે બંધ રહેશે. જેમાં 15 જૂને રાજા સંક્રાન્તિ,17 જૂને ઈધ-ઉલ-અદા( બકરાઈદ) જેવા તહેવારના કારણે બેંક બંધ રહેશે.
સોના-ચાંદીના ભાવમાં વઘારો
સોના અને ચાંદીના ભાવમાં તીવ્ર વધારો યથાવત છે. સોનાનો ભાવ 74 હજાર અને ચાંદીના ભાવે 94 હજારને પાર કર્યો હતો. આ વર્ષે જાન્યુઆરીથી ચાંદીના ભાવમાં 26 ટકાનો વધારો થયો છે. ચાંદીના વર્તમાન ભાવ વધતા જતા વલણને ધ્યાનમાં લેતા તે રૂ. 1 લાખ પ્રતિ કિલોએ પહોંચે તેવી ધારણા છે. વૈશ્વિક પરિસ્થિતિઓ અને ઘણા દેશોની કેન્દ્રીય બેંકો દ્વારા સોનાના અનામતના કારણે સોનાના ભાવમાં વધારો થયો છે અને તેની અસર ચાંદી પર પણ પડી રહી છે.
Share your comments