Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

ગાંધીનગરમાં સ્પષ્ટ બહુમતી સાથે ભાજપનો ભગવો લહેરાયો, જવાબદાર છે આ કારણો

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપે શાનદાર જીત હાંસલ કરી લીધી છે. ખાસ કરીને ગાંધીનગર મહાનગર પાલિકીની ચૂંટણીઓમાં આ વખતે પહેલીવાર ભાજપે સ્પષ્ટ બહુમતી હાંસલ કરીને ઈતિહાસ રચી દીધો છે.

Sukhadev Thakor
Sukhadev Thakor
Gandhinagar
Gandhinagar

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપે શાનદાર જીત હાંસલ કરી લીધી છે. ખાસ કરીને ગાંધીનગર મહાનગર પાલિકીની ચૂંટણીઓમાં આ વખતે પહેલીવાર ભાજપે સ્પષ્ટ બહુમતી હાંસલ કરીને ઈતિહાસ રચી દીધો છે. ભાજપની આ ભવ્ય જીતનો સાફો પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને નવ નિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના શિરે પહેરાવવામાં આવી રહ્યો છે. પાટીલ અને પટેલની જોડીએ ગાંધીનગર સહિતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં કમાલ કરી બતાવી છે.

ગાંધીનગર મહાનગર પાલિકની ચૂંટણીમાં કુલ 11 વોર્ડની 44 બેઠકો માટે મતદાન કરવામાં આવ્યું હતું. આજે મતગણતરી થતાની સાથે જ શરૂઆતના ત્રણ થી ચાર કલાકમાં જ પરિણામો સ્પષ્ટ થઈ ગયા. અને ઠેર-ઠેર ભાજપનો ભગવો લહેરાતો જોવા મળ્યો. ગાંધીનગર મનપાની ચૂંટણીઓમાં કોંગ્રેસને એક જ બેઠક મળી છે. આદમી પાર્ટી એટલેકે, AAP ના સાવ સૂપડાં સાપ થઈ ગયા છે.  ગાંધીનગરમાં પાંચ વોર્ડમાં તો ભાજપની આખે આખી પેનલની જીત થઈ છે.

ગાંધીનગર મનપામાં ભાજપની જીતના કારણો

  • PM મોદીનો ચહેરો અને અમિત શાહનો પ્રભાવ હોવાથી
  • CM ભૂપેન્દ્ર પટેલ સારી છાપ હોવાથી
  • બુથ સ્તરે ભાજપની મજબૂત પકડ હોવાથી
  • પાટીલની પેજ પ્રમુખ ફોર્મ્યુલાના કારણે
  • સી. આર. પાટીલના મજબૂત નેતૃત્વને કારણે
  • નવા સીમાંકનનો ભાજપને સીધો ફાયદો
  • ગાંધીનગરમાં વિકાસ
  • શહેરી પ્રજા ભારતીય જનતા પાર્ટી પર ઓળઘોળ નજર આવી
  • વિરોધીઓની તમામ સ્ટ્રેટેજી નિષ્ફળ નિવડી
  • આમ આદમી પાર્ટીને ગાંધીનગરવાસીઓએ જાકારો આપ્યો
  • આમ આદમી પાર્ટીને ગાંધીનગરવાસીઓએ ન સ્વીકારી
  • કોંગ્રેસને એક જ બેઠક મળી
  • 4 થી 5 વોર્ડમાં AAP કોંગ્રેસ કરતા આગળ રહી હોવાથી
  • AAPના નેતાઓને નકાર્યા
  • ચૂંટણી પહેલી ભાજપ હાઈકમાંડે બદલી નાખી આખી સરકાર
  • નવા ચહેરાઓને સરકારમાં સ્થાન આપતા અસર પડી

Share your comments

Subscribe Magazine

More on News

More