ગુજરાતમાં છ મહાનગર પાલિકાની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો છે. બીજી બાજુ કોંગ્રેસના સૂપડાસાફ થઈ ગયા છે. પેટ્રોલ-ડીઝલ તથા રાંધણગેસની કિંમતોમાં થઈ રહેલા કમરતોડ ભાવ વધારા વચ્ચે પણ આ ચૂંટણીમાં ભાજપની જીત ઘણી અગત્યની માનવામાં આવે છે
અમદાવાદ
અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે 48 વોર્ડમાં 158 બેઠક પર જીત હાંસલ કરી છે. જ્યારે કોંગ્રેસને ફક્ત 25 બેઠક મળી છે, અગાઉ કોંગ્રેસનો 45 બેઠક પર વિજય થયો હતો. બીજી બાજુ ઔવેસીના પક્ષે કોંગ્રેસના મતોનું ધ્રુવિકરણ કરીને રાજકીય એન્ટ્રી મારી છે. જમાલપુર અને મકતમપુરામાં ઔવેસીના સાત ઉમેદવારોનો વિજય થયો છે.
વડોદરા
વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં 76 બેઠક પૈકી ભાજપે 69 બેઠક પર વિજય મેળવી જંગી બહુમતી હાંસલ કરી છે. વડોદરામાં કોંગ્રેસને ફક્ત 7 બેઠક જ મળી શકી છે.
સુરત
સુરતમાં ભાજપને એ વાતનો ક્યારેય વિચાર આવ્યો નહીં હોય કે આ વખતે આપ બીજા ક્રમનો સૌથી પક્ષ તરીકે ઉભરી આવશે. ભાજપ પ્રદેશ પ્રમુખનો ગઢ ગણાતા વિસ્તારમાં આપને 27 બેઠકો મળી છે. સુરતમાં ભાજપને 120 બેઠક પૈકી 93 બેઠક મળતા મહાનગરપાલિકા પર કબ્જો કર્યો છે.
રાજકોટ
સૌરાષ્ટ્રની અતિ મહત્વના ગણાતા રાજકોટમાં પણ ભાજપનો જયજયકાર થયો છે. રાજકોટ મહાનગરપાલિકાની 72 બેઠક પૈકી ભાજપે 68 બેઠક જીતી કોંગ્રેસ અને અન્ય હરિફ પક્ષોનો સંપૂર્ણ સફાયો કરી દીધો છે. કોંગ્રેસને અહીં ફક્ત ચાર બેઠક જ મળી છે. રાજકોટમાં આમ આદમી પાર્ટી ખાતુ ખોલાવી શકી નથી.
ભાવનગર
ભાવનગર મહાપાલિકામાં ભાજપની ઐતિહાસિક જીત થઈ છે, અહીં પણ ભાજપે ક્લિનસ્વીપ કરી છે. 10 વોર્ડમાં ભાજપની પેનલ વિજેતા રહી છે. ફક્ત એક વોર્ડમાં જ કોંગ્રેસની જીત શઈ શકી છે. ભાજપને અહીં 52 પૈકી 44 બેઠક પર જ્યારે કોંગ્રેસને 8 બેઠક મળી છે.
જામનગર
જામનગર મહાપાલિકામાં ભાજપન 50 બેઠકો પર વિજય મળ્યો છે. જ્યાર કોંગ્રેસને 11 બેઠક મળી છે. અહીં એક વોર્ડમાં માયાવતીના બીએસપીને જીત મળી છે. અહીં પણ આમ આદમી પાર્ટીને ખાતુ ખોલવાની તક પ્રજાએ આપી નથી. જામનગર મહાનગર પાલિક પણ ભાજપની સત્તા રહેશે.
Share your comments