Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

ભાજપની ભેટઃ સોનુ મફત, પણ ઘડામણ મોંઘું છે…

ભાજપના નિશાન કમળની છાપ મારેલ બેરલ અને ટબ કેટલા મોંઘા પડે, એનો કોઇએ વિચાર કર્યોં છે ?

Sukhadev Thakor
Sukhadev Thakor

ભાજપના નિશાન કમળની છાપ મારેલ બેરલ અને ટબ કેટલા મોંઘા પડે, એનો કોઇએ વિચાર કર્યોં છે ?

15, ઓગસ્ટે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ અતી ઉત્સાહમાં આવી, જાહેરાત તો કરી દીધી હતી કે રાજ્યના દરેક ખેડૂતને એક બેરલ અને બે મોટા ટબ મફત આપવામાં આવશે, ફક્ત આઇ-પોર્ટલ પર જઇ ખેડૂતે જરૂરી ડોક્યુમેન્ટ લઇ જઇ, અરજી કરવાની રહેશે. અરજી કરવાની છેલ્લી તા.31, ઓગસ્ટ હતી. આ ભેટ મેળવવાની અરજીનો ટાઇમ 15 દિવસનો જ હતો, હું રહી જઇશ તો ? પતી ગયું, ખેડૂત ઉમટી પડ્યા. એ ભાજપના નિશાન કમળની છાપ મારેલ બેરલ અને ટબ કેટલા મોંઘા પડે, એનો કોઇએ વિચાર કર્યોં છે ?

આખા રાજ્યમાંથી કેટલા લાખ ખેડૂતોએ અરજી કરી હશે કે દરેક વિસ્તારના પંચાયત પર અરજી કરવા બેસતા VCEના સર્વર ડાઉન થઇ જવા કે કનેક્ટિવીટી ન મળવાની ફરિયાદો થવા લાગી હતી. એક જિલ્લાનો જ દાખલો લઇએ. જૂનાગઢ જિલ્લામાંથી 84,900 અરજી થઇ છે. હવે, અરજીની કસરત કરવાનો અડસટ્ટો લગાવીએ. 7-નંબર, 12- નંબર અને 8-અ આ ત્રણ રેવન્યુ રેકોર્ડના કાગળ કઢાવવાના. એક આધારકાર્ડની ઝેરોક્ષ. અરજી આઇ-પોર્ટલ પર નંખાઇ જાય, પછી નીકળતી પ્રીન્ટ લઇને ખેડૂતે જે તે તાલુકા અમલીકરણ અધિકારીની ઓફિસે પહોંચાડવાની. ટુંકમાં એક અડધો દિવસ બગાડીને તાલુકા મથકે જવાનું.

તાલુકા મથક જવાનું રૂ.50નું પેટ્રોલ અને લટકામાં રૂ.50નો નાસ્તો હોય જ. સદનશીબે અરજી પાસ થાય એટલે તાલુકા મથકના એગ્રી બીજનેશ સેન્ટર પર અરજદારે આધારકાર્ડ અને ફરી 8-અ લઇ હાજર થવાનું. આ આખી કસરત કરવામાં રૂ.500 ગજવામાંથી સરી જવાના, એ પાકી વાત છે. આવી ચીજની ગેરંટી-વોરંટી ન હોય, કારણ આ વસ્તું ભેટમાં મળેલ છે. છાના-માના સ્વીકારી લેવાની હોય.

અલંગનું કે કોઇ કેમિકલ્સ ફેક્ટરીમાં આનાથી વિશેષ મજબૂત ખાલી બેરલ રૂ.400 થી રૂ.500માં મળે છે. બે પ્લાસ્ટીકના તગારાની કિંમત રૂ.50 થાય. આમ મફતનું સોનુ, પરંતુ ઘડામણ મોંઘું છે !

Share your comments

Subscribe Magazine

More on News

More