2 વર્ષ પહેલા ખેડૂત આગેવાનોના વિરોઘના કારણે પાછા ખેંચવામાં આવેલ ત્રણ કૃષિ કાયદાઓને લઈને ફરીથી ચર્ચા શરૂ થઈ ગઈ છે. આ વખતે ખેડૂત આગેવાનોએ આ કાયદાને લઈને ચર્ચા નથ શરૂ કરી પરંતુ મંડીથી ભાજપની સાંસદ અને બોલિવુડ અભિનેત્રી કંગના રનૌતે કરી છે. વાત જાણો એમ છે કે એક નિવેદન દરમિયાન તેમને કૃષિ કાયદા પરત ખેંચવામાં આવેલ ત્રણ કૃષિ કાયદાઓને પરત લાવવાની માંગ કરી છે. તેમને કહ્યુ કે આ ત્રણેય કૃષિ કાયદા ખેડૂકો માટે મૈત્રીપૂર્ણ છે અને ખેડૂતોએ કેન્દ્ર સરકાર પાસે ત્રણેય કાયદા પાછા લાવવાની માંગ કરવી જોઈએ. જો કે કંગનાએ એમ પણ કહ્યું કે હવે તેમના નિવેદનને વિવાદાસ્પદ બનાવવામાં આવશે અને કોંગ્રેસ તેમજ પોતાની જાતને ખેડૂતોના આગેવાન કહેવા વાળા લોકોએ મારી અને ખેડૂતોની આ માંગનું વિરોધ કરશે.
ખેડૂતોના કલ્યાણના નુકસાનની ભરપાઈ થવી જોઈએ
ભાજપ સાંસદ કંગના રનૌતે વધુમાં કહ્યું કે ખેડૂતોના કલ્યાણના નુકસાનની ભરપાઈ સરકાર દ્વારા થવી જોઈએ. આ માટે ખેડૂતોએ પણ પોતાની અવાજ ઉઠાવવી જોઈએ, કારણે કે તેઓ દેશના અન્નદાતા છે અને તેઓએ તેમના વિચારો વ્યક્ત કરવા માટે આગળ આવવું જોઈએ. હિમાચલ પ્રદેશમાં તેમના મતવિસ્તાર મંડીમાં પત્રકારો સાથે વાત કરતા તેમને કહ્યું કે હું જાણું છું કે આ નિવેદન વિવાદાસ્પદ હોઈ શકે છે પરંતુ ત્રણ કૃષિ કાયદા પાછા લાવવા જોઈએ અને ખેડૂતોને પોતે જ તે માંગ કરવી જોઈએ.તેમને કહ્યું કે એક બે રાજ્યોમાં ખેડૂત જૂથના વિરોધના કારણે સરકારે તેમને રદ કરી દીધા હતા. ખેડૂતો દેશના વિકાસમાં શક્તિના આધારસ્તંભ છે, તેથી હું તમને અપીલ કરવા માંગુ છું કે પોતાના અને દેશના વિકાસ માટે માંગણી કરો કે સરકાર આ ત્રણ કૃષિ કાયદા પાછા લઈને આવે.
કોંગ્રેસ કર્યો આકરા પ્રહાર
કોંગ્રેસે ભાજપ સાંસદના નિવેદન પર આકરા પ્રહાર કરતા કહ્યું કે પાર્ટી ક્યારે પણ આ કાયદાઓને પાછા થવા દેશે નહીં. કોંગ્રેસ પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે કહ્યું કે ત્રણ કાળા ખેડૂત વિરોધી કાયદાનો વિરોધ કરતી વખતે 750 થી વધુ ખેડૂતોએ શહીદ થયા હતા. છતાં તેને પાછા લાવવાના પ્રયાસો થઈ રહ્યા છે.અમે આવું ક્યારેય થવા દઈશું નહીં. આગામી હરિયાણા વિધાનસભા ચૂંટણી તરફ ઈશારો કરતા તેમણે કહ્યું કે, હરિયાણા સૌથી પહેલા તેનો જવાબ આપશે.
આ પણ વાંચા:મોદી સરકારે ખેડૂતો માટે લઈને આવી ત્રણ નવી યોજના,પાકની ઉપજ અને આવકમાં કરશે વઘારો
Share your comments