Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

ગુજરાતના ખેડૂતો માટે મોટા સમાચાર: આવનારા 5 દિવસ સુધી આ વિસ્તારોના ખેડૂતોને રહેશે લીલાલહેર

છેલ્લા એક અઠવાડીયાથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ સર્જાયો છે. ગુજરાત રાજ્યના હવામાન ખાતાના જણાવ્યાં પ્રમાણે, પાંચ દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, દમણ અને દાદરા નગર હવેલીમાં તેમજ સૌરાષ્ટ્રના પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગરમાં ધોધમાર વરસાડ પડશે. બંગાળની ખાડીમાં સાયક્લોનિક સિસ્ટમ સર્જાતા ઓગસ્ટમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે.

Pintu Patel

આજે દક્ષિણ ગુજરાતના વલસાડ અને નવસારી જિલ્લામાં પાંચથી સાડા પાંચ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. હજુ આગામી દિવસોમાં પણ વલસાડ અને નવસારીમાં ધોધમાર વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે.  આ સિવાય ૩૦મી જૂલાઈના રોજ અમદાવાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, આણંદ તેમજ કચ્છમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

હવામાન ખાતાની આગાહી મુજબ બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે. ગાંધીનગર વેધર વોચ કમિટીની બેઠકમાં રાજ્યના વરસાદનાં આંકડા રજૂ કરવામાં આવ્યા હતા અને આગામી સમયમાં વરસાદની પરિસ્થિતિ અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી.  જેના લીધે ૧લી ઓગસ્ટ બાદ ગુજરાતમાં સારો વરસાદ થવાની શક્યતા છે. જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત તથા મધ્ય ગુજરાતમાં સારો વરસાદ પડશે. રાજયમાં અત્યાર સુધી સિઝનનો લગભગ 41% જેટલો વરસાદ થઇ ગયેલ છે. બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે. જોકે આજથી લઈને પાંચ દિવસ દરમિયાન વરસાદમાં વધારો થવાની શક્યતા છે.

Share your comments

Subscribe Magazine

More on News

More