Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

મા વાત્સલ્ય કાર્ડને લઈને મોટા સમાચાર, આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કરી આ મોટી જાહેરાત

નવ નિર્માણ મંત્રી મંડળ દ્વારા પ્રજાલક્ષી કાર્યો કરવા માટે કમર કસવામાં આવી ગઈ છે. ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે ઘર-ઘર સુધી માં કાર્ડ પહોચાડવાની કામગીરી જોરોસોરમાં શરૂ કરી દીધી છે. સરકાર દ્વારા જાહેર કવામાં આવેલ આંકડા મુજબ આ યોજનાનો લાભ ગુજરાતના 80 લાખ પરિવારને મળશે

Sukhadev Thakor
Sukhadev Thakor
Maa Vatsalya card
Maa Vatsalya card

નવ નિર્માણ મંત્રી મંડળ દ્વારા પ્રજાલક્ષી કાર્યો કરવા માટે કમર કસવામાં આવી ગઈ છે. ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે ઘર-ઘર સુધી માં કાર્ડ પહોચાડવાની કામગીરી જોરોસોરમાં શરૂ કરી દીધી છે. સરકાર દ્વારા જાહેર કવામાં આવેલ આંકડા મુજબ આ યોજનાનો લાભ ગુજરાતના 80 લાખ પરિવારને મળશે

આરોગ્યક્ષેત્રે ગુજરાતમાં માં વાત્સલ્ય કાર્ડ માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. ગુજરાતમાં નવા મંત્રીમંડળની રચના સાથે જ નવા સરદારની નવી સરકાર સરકારની યોજનાઓને જનજન સુધી પહોચાડવા ત્વરાથી કામે લાગી ગઈ છે. ગુજરાતમાં 23 સપ્ટેમ્બરથી માં કાર્ડ અંગે મેગા ડ્રાઈવ શરુ કરવાનું રાજ્યના આરોગ્ય વિભાગે નક્કી કર્યું છે.માં વાત્સલ્ય કાર્ડથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ખુબ ફાયદો થયો છે ત્યારે,સરકાર મેગા ડ્રાઈવથી છેવાડાના નાગરીકોને લાભાન્વિત કરવા પ્રતિબદ્ધ હોવાનું રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું.

Maa Vatsalya card
Maa Vatsalya card

80 લાખ પરિવારોને મળશે લાભ થશે

ગુજરાતમાં માં વાત્સલ્ય કાર્ડ આગામી ત્રણથી ચાર મહિનામાં ઘર-ઘર સુધી પહોચાડવાની નેમ સાથે રાજ્ય સરકારનો હેતુ 80 લાખ પરિવારોને લાભાન્વિત કરવાનો છે.

  • માં કાર્ડ હેઠળ 600 થી વધુ ખાનગી હોસ્પિટલ અને રાજ્યની તમામ સરકારી હોસ્પીટલમાં સારવાર ઉપલબ્ધ થશે.
  • આરોગ્યમંત્રી શ્રી પટેલે એમ પણ ઉમેર્યું કે, સામાન્ય જનતા માટે આવક મર્યાદા 4 લાખ અને 6 લાખ નિર્ધારિત કરાઈ છે.

Share your comments

Subscribe Magazine

More on News

More