મહિલા ખેડૂતોને આત્મનિર્ભર બનાવવા અને દેશના માટે તેઓના હાથ મજબૂત કરવા માટે સરકાર દ્વારા દેશભરમાં મહિલા ઉત્પાદન સંગઠનોની રચના કરવામાં આવશે. જેની શરૂઆત ઉત્તર પ્રદેશથી કરી દેવામાં આવી છે. આ નિર્ણયને લઈને ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથની સરકાર વતી એવું કહેવામાં આવ્યું છે કે ગ્રામીણ વિસ્તારોમાં મહિલા ખેડૂતોને વિકાસની સાથે સાથે તેમના ઉત્પાદનોને ખેતર અથવા ધરેથી વેચવાની સુવિધા, બજારની પહોંચને સરળ બનવવાની પણ જરૂર છે. કેમ કે આથી મહિલા ખેડૂતોએ તેમના ઉત્પાદનની યોગ્ય અને તાત્કાલિક કિંમત મેળવી શકશે. જણાવી દઈએ કે એક એફપીઓમાં 10 મહિલા સંગઠોને સામેલ કરવામાં આવશે.
આજીવિકા મિશન હેઠળ રચના
ઉત્તર પ્રદેશથી શરૂ થઈ રહેલી સરકારની આ પહેલ ગ્રામીણ આજીવિકા મિશન દ્વારા મહિલા સશક્તિકરણ અને આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપવા માટે છે. પ્રાપ્ત માહિતી મુજબ આ યોજનાને લઈને ઉત્તર પ્રદેશની યોગી સરકારે મહિલા ખેડૂતોને સંગઠિત કરવા અને તેમની આવક વધારવા માટે પગલા ભરી પણ લીધા છે. આ સંદર્ભમાં મહિલા કેન્દ્રિત એફપીઓ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેનો પ્રથમ ઉદ્દેશ્ય હેઠળ મહિલા ખેડૂતોને સંરક્ષિત જૂથોમાં સંગઠિત કરીને, તેમની કૃષિ પેદાશો એકત્ર કરીને, પ્રોસેસિંગ તેમજ વધુ સારા ભાવે વેચાણની સુવિધાઓ પૂરી પાડવામાં આવશે.
આદર્શ એફપીઓ બનાવવામાં આવશે
સરકારના એક અધિકારી દ્વારા જણાવ્યા મુજબ મહિલા એફપીઓને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવા માટે તેમને ટેકનિકલ અને માર્કેટિંગ સહાય પણ આપવામાં આવશે, આનાથી મહિલાઓ ફક્ત તેમની ઉત્પાદકતામાં વધારો કરી શકશે. સાથે જ 10 મહિલા ખેડૂત ઉત્પાદક સંગઠનોને મોડેલ ખેડૂત ઉત્પાદક સંગઠનો તરીકે વિકસાવવામાં પણ આવશે. આ પહેલા માત્ર મહિલા ખેડૂતોને સ્થાનિક બજારો સુધી જ નહીં પરંતુ કૃષિ ક્ષેત્રમાં નવીનતાને પણ પ્રોત્સાહિત કરશે.
મહિલા ખેડૂતોને શીખવાડમાં આવશે આધુનિક તકનીક
હાલના સમયમાં ખેતીમાં આધુનિકરણ ઝડપથી થઈ રહ્યો છે. તેને જોતા મહિલાઓની આગેવાની હેઠળના એફપીઓથી જોડાયેલી મહિલાઓને અદ્યતન તકનીકો અને આધુનિક સાધનોની તાલીમ આપવામાં આવશે. આ સાથે તેમને ઓર્ગેનિક ખેતી અને ટકાઉ ખેતી પદ્ધતિઓની તાલીમ પણ આપવામાં આવશે. તેનો ધ્યેય માત્ર નાણાકીય સ્થિરતા પ્રદાન કરવાનો નથી, પરંતુ મહિલાઓમાં આત્મનિર્ભરતાને પ્રેરિત કરવાનો, ગૌરવ અને સિદ્ધિતી ભાવનાને પ્રોત્સાહન આપવાનો પણ છે.
મહિલાઓને ડેરી અને ખેતીની પ્રવૃત્તિઓ સાથે જોડવામાં આવશે
મહિલાઓની આર્થિક સુખાકારી સુધારવા માટે મિશન હેઠળ મહિલાઓને સ્વ-સહાય જૂથોમાં સંગઠિત કરવામાં આવશે અને તેમને સ્વ-રોજગાર અને ઉદ્યોગસાહસિકતા માટે વિવિધ તકો પૂરી પાડવામાં આવશે. આ જૂથોને કુટીર ઉદ્યોગો, ડેરી ફાર્મિંગ, કૃષિ પેદાશોની પ્રક્રિયા, હેન્ડલૂમ વર્ક અને અન્ય હસ્તકલા સાહસો વિવિધ પ્રવૃત્તિઓમાં જોડાવા માટે તાલીમ અને નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે.
Share your comments