Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

દૂધ-ઉત્પાદકો પશુપાલકોના હિતમાં રૂપાણી સરકારનો મોટો નિર્ણય

ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન દ્વારા આ સંદર્ભમાં કરવામાં આવેલી રજૂઆતનો સાનૂકુળ પ્રતિસાદ આપતાં મુખ્યમંત્રી એ હવે, FOB પ્રતિ કિ.ગ્રામ 180 ને બદલે રૂ.200 આપવાનો નિર્ણય લીધો છે.

Sukhadev Thakor
Sukhadev Thakor

ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન દ્વારા આ સંદર્ભમાં કરવામાં આવેલી રજૂઆતનો સાનૂકુળ પ્રતિસાદ આપતાં મુખ્યમંત્રી એ હવે, FOB પ્રતિ કિ.ગ્રામ 180 ને બદલે રૂ.200 આપવાનો નિર્ણય લીધો છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાત મિલ્ક માર્કેટીંગ ફેડરેશનને સ્કીમ મિલ્ક પાવડરની નિકાસ માટે અપાતી રાજ્ય સરકારની નિકાસ સહાયમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી સમક્ષ ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન દ્વારા આ સંદર્ભમાં કરવામાં આવેલી રજૂઆતનો સાનૂકુળ પ્રતિસાદ આપતાં મુખ્યમંત્રીએ હવે, FOB પ્રતિ કિ.ગ્રામ 180 ને બદલે રૂ.200 આપવાનો નિર્ણય લીધો છે.

રાજ્યના પશુપાલકોના વ્યાપક હિતમાં રાજ્ય સરકાર સ્કીમ મિલ્ક પાવડરમાં દૂધ સંઘોને આંતરરાષ્ટ્રીય બજારોમાં થતા નાણાંકીય નુકશાનને સરભર કરવા આવી નિકાસ સહાય મંજૂર કરે છે. જોગવાઇ અનુસાર સ્કીમ મિલ્ક પાવડરની નિકાસ કરવા પ્રતિ કિ.ગ્રામ રૂ.50 મહત્તમ નિકાસ સહાય 6 મહિનાના સમયગાળા માટે રૂ. 150 કરોડની મર્યાદામાં મંજૂર કરવામાં આવેલી હતી.

મુખ્યમંત્રી રૂપાણી એ એવું પણ સૂચવ્યું છે કે, જો સ્કીમ મિલ્ક પાવડરના FOB ભાવમાં વધારો થાય તો આ વધારા જેટલી રકમની નિકાસ સહાયમાં ઘટાડો થશે. એટલે કે જો FOB ભાવ રૂ.200 થી વધીને 210 થાય તો, નિકાસ સહાય રૂ.50 થી ઘટીને રૂ.40 થશે. જો FOB ભાવમાં ઘટાડો થાય તો પણ નિકાસ સહાય યથાવત એટેલે કે રૂ.50 પ્રતિ કિ.ગ્રામ જ રહેશે. આ સમગ્ર યોજના રૂ.150 કરોડની નાણાંકીય મર્યાદામાં મંજૂર કરવાનો નિર્ણય પણ મુખ્યમંત્રી રૂપાણીએ કર્યો છે.

રાજ્યના વિવિધ દૂધ સંઘોએ આ વર્ષે મુખ્યમંત્ વિજય રૂપાણી સમક્ષ રજૂઆત કરીને FOB(ફ્રેઇટ ઓન બોર્ડ) પ્રતિકિલો રૂ. 180 થી વધારીને 200 કરવા તેમજ યોજનાની અવધિમાં પણ વધારો કરવા વિનંતી કરી હતી. આ રજૂઆતને ધ્યાનમાં લઈને રૂપાણીએ 1 જુલાઇ 2021 થી 31 ડિસેમ્બર 2021 સુધીના ૬ માસ માટે રૂ.50 પ્રતિ કિ.ગ્રામ સહાય મંજૂર કરી છે.

મુખયમંત્રીના આ નિર્ણયને પરિણામે સ્કીમ મિલ્ક પાવડરના ભાવમાં આંતરરાષ્ટ્રીય બજારોમાં થતી વધ-ઘટથી થતું નુકશાન પશુપાલકો સરભર કરી શકશે અને તેમને આર્થિક રાહત પ્રાપ્ત થશે.

Share your comments

Subscribe Magazine

More on News

More