Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

ખેડૂતો દર વર્ષે સર્જાતી આ ‘મંદી’માં પણ કઈ રીતે બની શકાય માલામાલ ? જાણવા માટે વાંચો આ SPECIAL TIPS

ખેડૂતો માટે કપરો કાળ છે ચોમાસાની વિદાય અને શિયાળાના આગમન વચ્ચેનો સમયગાળો મુંઝવણમાં મૂકાઈ જાય છે જ્યારે જગતનો તાત, ત્યારે ‘કૃષિ જાગરણ’ કરી રહ્યું છે કામની વાત

KJ Staff
KJ Staff

અમદાવાદ (કૃષિ જાગરણ બ્યૂરો). ગુજરાતમાં કુદરતની કૃપાથી સતત બીજા વર્ષે દરેક ખેડૂતના કૂવા, બોર, નહેર (કૅનાલ) કે સિંચાઈના અન્ય સ્ત્રોતોમાં પાણીની ઉપલબ્ધિ ૧૦૦ ટકા ઉપર પહોંચી ગઈ છે. કુદરતે તો ખેડૂતો પર અખૂટ વહાલ વરસાવવાનો પ્રયત્ન કર્યો હશે, પણ આ વહાલ આપણા ‘ચોમાસુ પાક’ને થોડું વસમું લાગી ગયું છે કે જેની સીધી અસર કપાસ, મગફળી અને અન્ય કઠોળ પાકના ઉતારા પર પડી છે. જોકે સરવાળે કુદરતના આ વહાલથી આપણને છેલ્લા કેટલાય વર્ષોમાં ના મળી હોય, એવી અમૂલ્ય ભૂગર્ભ જળ રાશિ મળી છે. ખરીફ સીઝનનું નુકસાન શિયાળામાં સરભર કરવાની ખેડૂતોમાં આશા જાગી છે.

વળી, ગુજરાતમાં આ વર્ષે ચોમાસાની શરૂઆત પણ નિયત સમય કરતા વહેલી થઈ ગઈ હતી. તેથી ‘ચોમાસુ પાકો’ લણણી-કાપણી માટે તૈયાર થઈ ગયા છે, પણ ‘શિયાળુ પાકો’ માટે વાવેતરને અનુકૂળ હોય, એવું વાતાવરણ હજી સર્જાયું થયું નથી, તો આવા સમયે વહેલા વાવેતર કર્યા બાદ તાપમાન અને ઠંડીના કારણે પૂરતું અંકુરણ  ન પણ મળે અને આપણું મોંઘુ બિયારણ નિષ્ફળ જઈ શકે. એટલું જ નહીં, ફરી વાર જમીન તૈયાર કરવામાં આપણા સમય અને શક્તિ ખર્ચાય જાય. સરવાળે વહેલા વાવેતરનો આપણો પ્લાન આપણને તે પાકના મોડા વાવેતર તરફ લઈ જાય અથવા એવું પણ બને કે આપણે અન્ય પાકની પસંદગી કરવી પડે.

તો આવી પરિસ્થિતિમાં પ્રશ્ન એ ઊભો થાય છે કે ‘ચોમાસુ પાક’ અને ‘શિયાળુ પાક’ વચ્ચેના આ સમયગાળા દરમ્યાન ખેડૂતોએ શું કરવું જોઇએ ? ખેડૂતોને મુંઝવતા આ પ્રશ્નના ઉત્તર તરીકે આ રહી થોડીક એવી વાતો કે જેના ઊપર ખેડૂતો વિચાર કરી શકે અને આ સમયગાળાને પણ સોનામાં ફેરવી શકે.

જો આપણી જમીનને શિયાળુ પાકની વાવણી પહેલા પિયત આપી શકાય તેટલો સમય આપણી પાસે હોય તો, ઓરવાન (એડવાન્સ) પિયત આપી શકાય. ત્યાર બાદ ખેડ કર્યા પછી શિયાળુ પાક વવાય. જે પાકમાં આ એડવાંસ પિયત થઈ શકે તેમ હોય, તેના માટે આ કરી શકાય. (અપવાદ : જીરૂં જેવા પાકો)

આપણા રેગ્યુલર બોર કે કૂવાની કૅપિસિટી પણ ચેક કરી શકાય. ઓછા હૉર્સ પાવરની મોટર બદલીને વધારે હૉર્સ પાવરની મોટર લેવાનો આ ગોલ્ડન ટાઇમ છે. હાલ મંદીના કારણે વેપારીઓ પાસે ગ્રાહકો નથી એટલે તમને વધુ હૉર્સ પાવર ધરાવતી મોટર ખરીદીની કિંમતમાં તમને સારું એવું ડિસકાઉંટ પણ મળી શકે છે અને આમ કરતાં પિયત વિસ્તાર વધે, તો તમને  ફાયદો પણ શકે.

સર્ચ એંજિન GOOGLEની મદદથી ગયા વર્ષના પાકોના ભાવ જુઓ. માર્ચથી મે-2019 સુધીના ભાવો સર્ચ કરી જોઈ લો. જે પાકમાં તમને  આવક વધુ અને ભાવ ઓછો જણાતો હોય, તે પાકો તમે થોડાક વિસ્તારમાં વાવી શકો છો.

જે ‘શિયાળુ પાક’ના બિયારણની ધૂમ ડિમાંડ/માંગ  હોય, તેવા પાકનું આપણા ખેતરમાં વાવેતર કરવાથી આપણે બચવું જોઈએ, કારણ કે ડિમાંડ ધરાવતા પાકના ભાવ ઓછા મળવાની શંકા રહેતી હોય છે.

જેમ અત્યારે આપણા માર્કેટ યાર્ડો (એપીએમસી) મગફળી અને કપાસ જેવા ખરીફ પાક ઉત્પાદનોથી છલકાઈ રહ્યા છે, તેમ બસ ! આવું જ કંઇક ચિત્ર શિયાળુ સીઝન પાકશે, ત્યારે થવાનું જ છે. આપણે નીચા ભાવથી બચવું હોય, તો એક જ પાક લેવાને બદલે જુદા-જુદા બે ત્રણ પાક વાવવાનું આયોજન કરવું જોઈએ કે જેથી આપણી સરેરાશ આવક જળવાઈ રહે અને છેલ્લે મહેનત કર્યાં પછી પસ્તાવાનો વારો ન આવે.

ખેડૂત મિત્રો આ તો થઈ આપણા ‘શિયાળુ પાક’ પસંદગીની વાત.  બીજી થોડી વાતો સાથે ફરી મળીશું.

જય કિસાન.

Related Topics

rabi crops Water Futer season planing

Share your comments

Subscribe Magazine

More on News

More