લોકસભાની ચૂંટણીની જાહેરાત ટૂંક સમયમાં થવા જઈ રહી છે. પરંતુ તેથી પહેલા કેન્દ્ર સરકારે લોકોને ફુગાવોની ભેટ આપી છે. માર્ચની શરૂઆત ફુગાવો સાથે થઈ છે. કેમ કે કેન્દ્ર સરકારે રાંધણ ગેસના બાટલાની કિંમતમાં વધારો કરી દીધું છે. રાંઘણ ગેસના બાટલામાં વધારા થવા હેવ તેની કિંમત દિલ્લીમાં 25 રૂપિયા અને મુંબઈમાં 26 રૂપિયા વધી ગઈ છે. તેના સાથે ઓયલ માર્કેટિંગ કંપનીઓ પણ સિલેન્ડરની કિંમતમાં વધારો કર્યો છે.
હવે થી કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમત
IOCL પોતાની વેબસાઈટ પર કોમર્શિયલ એલપીજી સિલિન્ડર માટેના નવા દરો જાહેર કરી દીધા છે તેના મુજબ તેને 1 માર્ચથી જ અમલમાં મુકવામાં આવશે. વેબસાઈટ પર જાહેર કરાયેલી દરો મુજબ હવે દિલ્હીમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની વધીને 1795 રૂપિયા થઈ ગઈ છે, જ્યારે મુંબઈમાં તેની કિંમત વઘી 1749 રૂપિયા સુધી પહોંચી ગઈ છે. તે જ સમયે, કોલકાતામાં કિંમત 1911 રૂપિયા થઈ ગઈ છે. ત્યાં રાહતની વાત એ છે કે ઘરેલુ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી
ઘરેલુ સિલેન્ડરના ભાવ નથ થયું ફેરફાર
છેલ્લી વખત ઘરેલું સિલિન્ડરના ભાવ ઓગસ્ટમાં બદલાયા હતા. ત્યારે તેમની કિંમતોમાં 200 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યા હતા. 30 ઓગસ્ટ, 2023ના રોજ કરવામાં આવેલ આ છેલ્લા ફેસલા હતા. ત્યારથી તેની કિંમતમાં કોઈ વધારો-ઘટાડો નથી થયો છે. જણાવી દઈએ એલપીજી કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં આ વધારો ત્યારે થયો છે જ્યારે સરકારે ગુરુવારે ઘરેલુ કુદરતી ગેસના ભાવમાં વધારો કરવાનો નિર્ણય લીધો હતો.
જેટ ઈઁઘણના ભાવમાં પણ થયો વધારો
સ્થાનિક કુદરતી ગેસની કિંમત $8.17 પ્રતિ મિલિયન મેટ્રિક બ્રિટિશ થર્મલ યુનિટ સુધી વધારી દેવામાં આવી છે, જો કે ગયા મહિને $7.85 પ્રતિ હતી. કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની સાથે ઓઈલ કંપનીઓએ જેટ ઈંધણના ભાવમાં પણ વધારો કર્યો છે. સતત ચાર ભાવ ઘટાડા બાદ આ વધારો કરવામાં આવ્યો છે. ઉડ્ડયન ઈંધણના નવા વધેલા દરો પણ આજથી લાગુ થશે.
Share your comments