Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

ખેડૂત બન્યો રાતો રાત 52 કરોડનો માલિક, બાદમાં જે થયુ તે......

છેલ્લા કેટલાક સમયથી બિહારમાં ઘણા લોકોના ખાતામાં પૈસાનો વરસાદ થઈ રહ્યો છે. એક ખેડૂતના ખાતામાં રાતો રાત 52 કરોડ રૂપિયા ખાતામાં જમા થયા છે અને આ ઘટના છે બિહારના મુઝફ્ફરપુર જિલ્લાના સિંગારી ગામમાં બની છે. રામ બહાદુર શાહ નામના એક વૃદ્ધ ખેડૂતના ખાતામાં 52 કરોડ રૂપિયા જમા થઈ ગયા છે.

Sukhadev Thakor
Sukhadev Thakor
રામ બહાદુર શાહ
રામ બહાદુર શાહ

છેલ્લા કેટલાક સમયથી બિહારમાં ઘણા લોકોના ખાતામાં પૈસાનો વરસાદ થઈ રહ્યો છે. એક ખેડૂતના ખાતામાં રાતો રાત 52 કરોડ રૂપિયા ખાતામાં જમા થયા છે અને આ ઘટના છે બિહારના મુઝફ્ફરપુર જિલ્લાના સિંગારી ગામમાં બની છે. રામ બહાદુર શાહ નામના  એક વૃદ્ધ ખેડૂતના ખાતામાં 52 કરોડ રૂપિયા જમા થઈ ગયા છે.

આ ખેડૂતને પણ ત્યારે જ ખબર પડી કે જ્યારે તે બંકમાં પૂછવા ગયો હતો કે ખાતામાં વૃદ્ધ પેન્સન જમા થયુ કે કેમ ? બેન્ક અધિકારીએ ચેક કર્યુ તો આ વૃદ્ધ ખેડૂતના ખાતામાં 52 કરોડ રૂપિયા જમા હતા. આ સાંભળી બેંકના અધિકારીઓ અને ખેડૂત પણ ચોંકી ગયા હતા અને આ સમાચાર જંગલમાં આગની જેમ ફેલાઈ ગયા.

આ ખેડૂતના ખાતામાં 52 કરોડ રૂપિયા પણ બેંકની ભૂલના કારણે જ જમા થઈ ગયા હતા અને બાદમાં આ ખેડૂતનું ખાતુ પણ બેંક દ્વારા સીઝ કરી દેવામાં આવ્યુ હતુ. આ વૃદ્ધ ખેડૂત બધા અધિકારોઓને કહેવા લાગ્યો કે અમે ગામડાના ગરીબ માણસો છીએ અમને આમાથી થોડી રકમ આપો જેથી કરીને અમારી પાછળની જિંદગી આરામથી પસાર થઈ થકે.

તેમના પુત્ર સુજીત શાહે કહ્યું: “મારા પિતાના ખાતામાં પૈસા જમા થયા બાદ અમે સમસ્યાનો સામનો કરી રહ્યા છીએ. અમે ખેડૂતો છીએ અને અમને સરકારની મદદની જરૂર છે. ” "મને ખબર નથી કે આ પૈસા મારા પિતાના ખાતામાં કેવી રીતે જમા થાય છે પરંતુ બેન્કે ખાતામાં પૈસા જમા થયા તે દિવસથી જ મારા પિતાને વ્યાજ આપવું જોઈએ. તે આપણી ભૂલ નથી. તે બેંકની ભૂલ છે.

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ હાલમાં જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ એ માહિતી મેળવી રહ્યા છે કે આ સામાન્ય ખેડૂતના ખાતામાં 52 કરોડ રૂપિયા ક્યાંથી આવ્યા છે અને કોને ટ્રાન્સફર કર્યા છે

કટરા પોલીસ સ્ટેશનના સબ-ઇન્સ્પેક્ટર મનોજ પાંડેના કેહવા મુજબ બિહારમાં આ પહેલો કેસ નથી. આ પહેલા  કટિહારના ધોરણ 6 માં ભણતા બે વિદ્યાર્થીઓના ખાતામાં પણ 960 કરોડ રૂપિયા જમા થઈ ચૂક્યા છે. અને આ અંગે કટિહારના ડીએમ ઉદયન મિશ્રાએ કર્યો હતો કે તે ટેકનિકલ ભૂલ હતી.

આ ઉપરાંત ખગરિયા જિલ્લાના રણજીત દાસ નામના વ્યક્તિના બેંક ખાતામાં 5.5 લાખ રૂપિયા પણ મળ્યા હતા. દાસે રકમ પરત કરવાની ના પાડી. તેમણે દાવો કર્યો હતો કે પીએમ નરેન્દ્ર મોદીએ દરેક દેશના માણસને 15 લાખ રૂપિયા આપવાનું વચન આપ્યું હતું અને તે પહેલો હપ્તો હતો. તેણે પૈસા પાછા ન આપતાં બેન્કે તેની સામે એફઆઈઆર નોંધાવી હતી. હાલમાં તે જેલમાં બંધ છે.

Share your comments

Subscribe Magazine

More on News

More