Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

Basmati Rice: બાસમતી ચોખાની નિકાસ ભાવ ગયા વર્ષની સરખામણીએ ઘટાડી શકે છે સરકાર

કેન્દ્ર સરકાર બાસમતી ચોખાની નિકાસ પર ગયા વર્ષે લાદવામાં આવેલા ટન દીઠ 950ના લઘુત્તમ નિકાસ ભાવ ને ઘટાડવાનું વિચારી શકે છે. તેનું કારણ એ છે કે મજબૂત પુરવઠાને કારણે સુગંધિત ચોખાની કેટલીક જાતોના વૈશ્વિક ભાવ પહેલેથી જ MEP કરતાં નીચે આવી ગયા છે.

Amansinh Jadeja
Amansinh Jadeja

કેન્દ્ર સરકાર બાસમતી ચોખાની નિકાસ પર ગયા વર્ષે લાદવામાં આવેલા ટન દીઠ 950ના લઘુત્તમ નિકાસ ભાવ ને ઘટાડવાનું વિચારી શકે છે. તેનું કારણ એ છે કે મજબૂત પુરવઠાને કારણે સુગંધિત ચોખાની કેટલીક જાતોના વૈશ્વિક ભાવ પહેલેથી જ MEP કરતાં નીચે આવી ગયા છે. બાસમતી નિકાસકારોએ જણાવ્યું હતું કે ઉચ્ચ MEP આગામી સિઝન માટે બાસમતી ચોખાની સ્થાનિક ખરીદી પર નકારાત્મક અસર કરી શકે છે અને ખેડૂતોની આવકને અસર કરી શકે છે. ભારતીય જાતો Pusa 6 અને Pusa 1509 ની કિંમતો હાલમાં $750-800 પ્રતિ ટનની આસપાસ છે, જે પાકિસ્તાનમાં સમાન ચોખાના ભાવની સમકક્ષ છે. 

ગયા વર્ષે જ સરકારે બાસમતી પર પ્રતિ ટન $1200નો MEP લાદ્યો હતો. જેનો ઉદ્યોગકારો અને ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. વિરોધ પછી, સરકારે તેને ઘટાડીને $950 પ્રતિ ટન કર્યો, જે હજુ પણ અકબંધ છે. સૂત્રોનું કહેવું છે કે ઓક્ટોબર, 2023માં લાદવામાં આવેલા MEPને દૂર કરવા અથવા ઘટાડવા અંગે વિચારણા કરવા મંત્રીઓની એક સમિતિ ટૂંક સમયમાં મળવા જઈ રહી છે.

બિન-બાસમતી ચોખાનું શું થશે?

સૂત્રોએ જણાવ્યું હતું કે ગયા વર્ષે નોન-બાસમતી ચોખાની નિકાસ પર લાદવામાં આવેલા નિયંત્રણોને હળવા કરવા અને કેન્દ્રીય પૂલ સ્ટોકમાં રાખવામાં આવેલા વધારાના ચોખાના નિકાલ માટેના પગલાં જેવા અનેક પ્રસ્તાવોને મંજૂરી આપવામાં આવી શકે છે. સરકારે બિન-બાસમતી ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે, જ્યારે બાસમતીની નિકાસ પર પ્રતિ ટન $950ના MEPની શરત છે. જો કે, સરકારે વર્ષ 2024-25ના એપ્રિલ-મેના સમયગાળા દરમિયાન 9.6 લાખ ટન બાસમતી ચોખાની નિકાસ કરી છે, જે ગયા વર્ષના સમાન સમયગાળા કરતાં 15 ટકા વધુ છે.

સુગંધિત ચોખાનું બમ્પર ઉત્પાદન

બાસમતી નિકાસકાર વિજય સેટિયાના જણાવ્યા અનુસાર, આયાત કરનારા દેશોએ છેલ્લા નાણાકીય વર્ષમાં બાસમતી ચોખાનો મોટો સ્ટોક બનાવ્યો છે. આગામી થોડા મહિનામાં પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં નવા પાક આવવાની ધારણા છે, તેથી સરકારે MEP ઘટાડવો અથવા નાબૂદ કરવો જોઈએ. જેથી ખેડૂતોને યોગ્ય ભાવ મળી શકે. વેપારી સૂત્રોના જણાવ્યા અનુસાર, ખરીફ સિઝન, 2023માં દેશમાં 80 લાખ ટન સુગંધિત ચોખાનું ઉત્પાદન થયું છે, જે ગયા વર્ષની સરખામણીમાં લગભગ 20 ટકા વધુ છે.

MEP ઘટાડવાની માંગ

બાસમતી સુગંધિત ચોખા છે. સ્થાનિક સ્તરે લગભગ તેનો 15 લાખ ટનનો વપરાશ થાય છે. બાકીની નિકાસ થાય છે. નિકાસકારોનું કહેવું છે કે ખરીફ 2024માં બમ્પર પાકની અપેક્ષા છે. ચોમાસું 'સામાન્ય' રહેવાની ધારણા છે. ગયા વર્ષની સરખામણીમાં ઉત્પાદન વધશે તો સ્થાનિક સ્ટોક વધુ વધશે. જેના કારણે ભાવમાં વધુ ઘટાડો થશે. તેથી સરકારે MEP ઘટાડવો જોઈએ. 

Share your comments

Subscribe Magazine

More on News

More