ગ્લોબલ વાર્મિંગનું અસર હવે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. નવેમ્બર મહિનામાં જ્યા ઠંડી પડવી જોઈએ ત્યાં લોકોને ગરમીનું અનુભવ થઈ રહ્યો છે. નવેમ્બરના મહિનામાં લોકોના પરેસેવો નીકળી રહ્યા છે. ક્લાઈમેટ ચેન્જની અસર હવે ખેતી પર પણ જોવા મળી રહી છે. નવેમ્બર મહિનામાં સારી ઠંડી નથી હોવાના કારણે ઘઉં અને સરસવને નુકશાન થવાની ભીતી સર્જાઈ રહી છે. ઘણી જગ્યાએ બંને પાકની વાવણી ચાલી રહી છે અથવા અંકુરણની અવસ્થામાં છે. આવી સ્થિતિમાં નવેમ્બરમાં ઊંચા તાપમાન રવિ પાક માટે ઘાતક સાબિત થઈ શકે છે.
નવેમ્બર મહિનામાં ઊંચુ તાપમાન અને ગરમીનો અહેસાસ ઘણા પાકો માટે સારો સંકોત નથી. આ મામલે સૌથી મોટી ચિંતા ગુજરાતમાંથી આવી રહી છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં પાકની વાવણની પાછળ રહી જવાના સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાના ડાયરેક્ટર જનરલ ઑફ એગ્રીકલ્ચર કૃષિ જાગરણ સાથે વાત કરતા માહિતી આપી છે કે રાજ્યમાં 3.08 લાખ હેક્ટરમાં રવિ પાકનું વાવેતર થયું છે, જે ગયા વર્ષની સરખામણીએ 47 ટકા ઓછું છે. આવું એટલા માટે થયું છે કારણ કે ક્લાઈમેટ ચેન્જની અસર હવામાન પર જોવા મળી રહી છે.
ગુજરાતમાં પછાત વાવણી
ગુજરાતમાં આ પ્રથમ વખત છે જ્યારે ખેડૂતોને એડવાઈઝરી જારી કરવામાં આવી હતી અને તેમને રવિ પાકની વાવણી રોકવા માટે કહેવામાં આવ્યું હતું. કૃષિ વિભાગે જણાવ્યું હતું કે ઓક્ટોબર અને નવેમ્બરમાં દૈનિક તાપમાન 34 અને 36 ડિગ્રીની આસપાસ રહે છે, જે રવિ પાકની વાવણી માટે સારું નથી. બાકીના રાજ્યોની વાત કરીએ તો, જ્યાં ખેડૂતોએ રવિ પાકનું વાવેતર કર્યું છે, તેઓ ચિંતિત છે કે જો તાપમાન નહીં ઘટે અને ઠંડી નહીં વધે તો તેમના પાકનું શું થશે.
ગુજરાતના કૃષિ વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે ચણા, સરસવ, લસણ, જીરું, ઘઉં, ધાણા અને ડુંગળી જેવા રવિ પાકોના અંકુરણ માટે તાપમાન 25 થી 30 ડિગ્રી વચ્ચે હોવું જોઈએ. પરંતુ તાપમાન આના કરતા વધારે છે. આવી સ્થિતિમાં, આ તાપમાન જળવાઈ રહે ત્યાં સુધી આ પાકની વાવણી કરવી જોઈએ નહીં. તાજેતરમાં ગુજરાતના ડેપ્યુટી ડાયરેક્ટર ભાવેશ પટેલે જણાવ્યું હતું કે હાલમાં દિવસનું તાપમાન અંકુરણ તાપમાન કરતા વધારે છે.
ખેડૂતો માટે સલાહ
સામાન્ય રીતે, નવરાત્રિ પછી તાપમાનમાં ઘટાડો શરૂ થાય છે અને દિવાળી સુધીમાં ઠંડી સંપૂર્ણ રીતે સેટ થઈ જાય છે. પણ આ વખતે એવું ન થયું. દિવાળીને 15 દિવસ થઈ ગયા છે અને હજુ પણ ઠંડીના કોઈ નિશાન નથી. તાપમાનમાં આ વધારા માટે ક્લાઈમેટ ચેન્જ જવાબદાર હોવાનું કહેવાય છે. આ જ કારણ છે કે ખેડૂતોને હાલમાં રવિ પાકની વાવણી ન કરવાની સલાહ આપવામાં આવી રહી છે. જો પાક વાવેલો હોય તો તેને છંટકાવ પદ્ધતિથી પિયત આપવાની સલાહ આપવામાં આવે છે. કોઈપણ પાકનું વાવેતર કરવું હોય તો છંટકાવ પદ્ધતિથી પિયત આપવું જોઈએ.
આ પણ વાંચો:પુરુષોમાં વધી રહી છે ઇનફર્ટિલિટી, તરત જ છોડી દો આ ત્રણ આદતો નહીંતર...
આ સિઝનમાં અનેક પ્રકારની વિસંગતતાઓ જોવા મળી રહી છે. જેના કારણે ખેડૂતોએ પાકની વાવણી મોડી શરૂ કરી છે. આ વખતે ઉનાળામાં તાપમાન વધુ હતું, ચોમાસામાં 30 ટકા વધુ વરસાદ હતો અને હવે શિયાળામાં ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. જેના કારણે શાકભાજીના પાકને સૌથી વધુ નુકસાન થયું છે અને રવિ પાકની વાવણી પાછળ રહી ગઈ છે. હાલમાં મહત્તમ તાપમાન ઉંચુ ચાલી રહ્યું છે જેના કારણે પાકના અંકુરણ અને પાકના સર્વાંગી વિકાસને અસર થઈ શકે છે. જો વાવણી કરવામાં આવી ન હોય તો યોગ્ય તાપમાનની રાહ જોવાની સલાહ આપવામાં આવે છે.
Share your comments