એક બાજુ ઠંડીના ચમકારો વચ્ચે આખા ગુજરાત ઉત્તરાયણની મજા માણી રહ્યા છે તો બીજી બાજુ જગતના તાત વરસાદનીં રાહ જુએ છે. ઠંડીના ચમકારો અને વરસાદ નથી થવાના કારણે ખેડૂતોને મોટા વેડફાડનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે હજુ પણ રાજ્યમાં વરસાદ નથ થવાની સ્થિતિ જાળવી રહશે એવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ રાજ્યમાં પાંચ દિવસ સુધી વરસાદ થવાની કોઈ સંભાવના નથી. સાથે જ ગુજરાતના હવામાનમાં ફેરફાર થવાની શક્યતા 100 કિલોમિટર સુધી નથી, ઉત્તરાયણની જેમ જ હવામાન આવતા 5 દિવસ સુધી રહેવાની શક્યતા ગુજરાતના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત અંબાલાન પટેલના કહેવા પ્રમાણે 15 જાન્યુઆરી પછી ફરીથી રાજ્યમાં ઠંડીનો ચમકારો વધશે, જેના કારણે ખેડૂતોને મોટી સમસ્યાઓના સામનો કરવાનો વારો આવશે.
જો આપણે રાજ્યના જુદા-જુદા જિલ્લાઓમાં તાપમાનની વાત કરીએ તો કચ્છના ભાગોમાં લધુતમ તાપમાન 10 ડિગ્રીથી નીચું જઈ શકે છે. તો આહવા, સુરત, વલસાડ અને ડાંગ સુધી ઠંડી અનુભવાશે. સુરતના આજુબાજુના વિસ્તારોની વાત કરીએ તો ત્યાં તાપમાન 13 ડિગ્રી થવાની શક્યતા છે તેમજ મેહસાણામાં 15થી 17 જાન્યુઆરી સુધીમાં તાપમાન ઘટીને 12થી 13 ડિગ્રી થઈ જશે, એવી આગાહી અંબાલાન પટેલ દ્વારા કરવામાં આવી છે. બીજી બાજુ ગાંધીનગર અને અમદાવાદમાં ઠંડીનું જોર ધીરે-ધીરે વધશે, પરંતુ ગુજરાતના કોક પણ જગ્યા વરસાદી માહોલ થવાની સંભાવના એક ટકા પણ નથી. જો હવે આપણે આવતા બે દિવસની વાત કરીએ તો રાજ્યના દરેક જિલ્લામાં તાપમાન 15 ડિગ્રીથી નીચે નોંધાશે.
જેમાં સૌથી ઓછુ તાપમાન પાટનગર ગાંધીનગરમાં 9 ડિગ્રીના સાથે નોંધવામાં આવશે.આ સાથે ડીસા, અમદાવાદ અને નલિયામાં તાપમાનનો પારો ગગડીને 10 ડિગ્રીએ નોંધાશે. જ્યારે વડોદરામાં લઘુત્તમ તાપમાન 12 ડિગ્રીએ પહોંચ્યું છે. કેશોદ, મહુવા, સુરેન્દ્રનગરમાં 12 ડિગ્રી તાપમાન નોંધાશે. રાજકોટ અને પોરબંદરમાં 13 ડિગ્રી અને ભાવનગર અને ભુજમાં 15 ડિગ્રી તાપમાન નોંધાશે. વધતા ઠંડીના ચમકારાના કારણે જો સ્થિતિ ઉભી થશે તેનાથી પાકનો રક્ષણ કરવાનું ખેડૂતો માટે થોડુ અઘરું લાગી રહ્યું છે તેવી શક્યતા જણાવવામાં આવી રહી છે.
Share your comments