આજે સમગ્ર દેશ રામમય થયુ છે. આજે દેશના દરેક ખૂણામાં જય શ્રી રામના ઉદ્ઘઘોષ થઈ રહ્યો છે અને દરેક ભારતીય આજે ફરીથી એક વખત દિવાળીની ઉજવાણી તૈયારી શરૂ કરી દીધી છે. આ વચ્ચે અયોધ્યામાં ભગાવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા થવામાં ફક્ત 2 કલાકનું સમય બાકી છે. તેના માટે રામલલ્લાના મંદિરને રંગબરેંગી રોશની અને જુદા-જુદા ફૂલોથી શણગારવામાં આવ્યો છે. મંદિરને શણગારવા માટે દેશભરના ખેડૂતોના ત્યાંથી ફૂલો મંગાવામાં આવ્યા હતા. ત્યારે આજે હું તમને એક એવા જ ખેડૂત વિશે જણાવી રહ્યા છું જેને રામલલ્લાના મંદિરને શણગારવા માટે 10 ટન ફૂલોનો ઓર્ડર મળ્યો હતો અને તેને આ ઓર્ડર પૂરૂ કરીને અયોધ્યા મોકલી દીધુ છે મંદિરને શણગારવા માટે.
ઓર્ડર મળવા પર શું કીધું ખેડૂત
આપણે જે ખેડૂતની વાત કરી રહ્યા છે તે ઉત્તર પ્રદેશના હાપુડ જિલ્લાના સિંભોલી વિસ્તારનું ખેડૂત તેગ સિંહએ છે. જેને વિવિધ જાતોના ફૂલોની ખેતી કરીને 10 ટન ફૂલોએ રામલલ્લાના મંદિરને શણગારવા માટે મોકલ્યું છે. આ પાવન કામ મળવા પર ખેડૂત તેગ સિંહે કહે છે કે રામલલ્લા અયોધ્યામાં બિરાજવાન થવા જઈ રહ્યા છે અને દરેક ભક્તનું સપનું પૂરું થવા થઈ જ્યા રહ્યા છે. તેથી ફૂલોનો ઓર્ડર મને મળવા હું મારો સૌભાગ્ય માનું છું.
હાપુડના ફૂલો છે વિશ્વભરમાં ફેમસ
તેગ સિંહે જણાવ્યું કે હાપુડના ફૂલો સમગ્ર દુનિયામાં ફેમસ છે અને તે છેલ્લા 35 વર્ષથી ફૂલોની ખેતી કરી રહ્યા છે અને તેમની પાસે ફૂલોની એક ડઝનથી વધારે વેરાઈટી છે.તેમણે જણાવ્યું કે મને અયોધ્યામાં રામલલ્લાના મંદિરને શણગારવા માટે 10 ટન ફૂલોનો ઓર્ડર મળ્યો હતો. જેમા લાલ, પીળો, ગુલાબનો અને ઘણી બધી જાતોના ફૂલોનો સમાવેશ થાય છે. હું ખૂબ જ ખુશ છું કે આજના દિવસે મારા દ્વારા ઉગાડવામાં આવેલ ફૂલોથી પ્રભુ રામના મંદિરનો શણગાર કરવામાં આવ્યું છે. હું ભલે ત્યાં નથી જઈ શક્યા પણ મારા દ્વરા ઉગાડેલા ફૂલો ત્યાં પોહંચી ગયા એજ મારો સૌભાગ્ય છે મારૂ તો જીવન સફળ થઈ ગયો.
રામ મંદિર માટે કયા ફૂલોનો ઓર્ડર મળ્યું
ફૂલોની ખેતી વિશે તેગ સિંહના મોટા ભાઈ શ્રદ્ધાનંદે જણાવ્યું કે, રામ મંદિર માટે જે ફૂલોનો ઓર્ડર આવ્યો છે, તેમાં ગુલાબ, ગુલદાવરી, ટ્યુરોઝ, જીપ્સોફિલા, મેરીગોલ્ડ વગેરેનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે અમારા માટે સૌભાગ્યની વાત છે કે અમારા દ્વારા મોકલવામાં આવેલા ફૂલોથી રામ મંદિરને શણગારવામાં આવશે.
તેગ સિંહ વિદેશોમાં પણ કરે છે ફૂલોની સપ્લાઈ
તેગ સિંહે ક઼ષિ જાગરણે ગુજરાતીને જણાવ્યું હતું કે, તેમને ઓર્કિડ, પ્રિંઝેથિયમ, વર્ડ ઓફ પેરેડાઈઝ, એન્થોરિયમ વગેરે જેવા ફૂલોના ઓર્ડર મળ્યા છે. આ સિવાય ક્રાયસન્થેમમ, કાનેર અને અન્ય ઘણા પ્રકારના ફૂલોની ટ્રકો દરરોજ અયોધ્યા મોકલવામાં આવી રહી છે. તેમની પાસે લાલ અને ગુલાબી ગુલાબની સૌથી વધારે માગ છે. ઓર્કિડ, એન્થુરિયમ અને વર્ડ ઓફ પેરેડાઈઝ ફૂલોની એવી વેરાઈટી છે જેનું એક વખત વાવેતર કર્યા બાદ લગભગ 20 થી 25 દિવસ સુધી ચાલે છે.જેમનું સપ્લાઈ વિદેશમાં પણ થાય છે.
Share your comments