Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

ખેડૂતો અને ઔદ્યોગીક સાહસિકોને એવોર્ડ આપી સન્માનિત કરાશે

જેના કારણે ભારત દેશની અર્થ વ્યવસ્થા મજબુત છે તેવા ખેડૂતપુત્રોને અને ઔદ્યોગિક ક્ષેત્રે સાહસ કરનારને સુરત ખાતે એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવશે

Sukhadev Thakor
Sukhadev Thakor

જેના કારણે ભારત દેશની અર્થ વ્યવસ્થા મજબુત છે તેવા ખેડૂતપુત્રોને અને ઔદ્યોગિક ક્ષેત્રે સાહસ કરનારને સુરત ખાતે એવોર્ડ આપીને  સન્માનિત કરવામાં આવશે

એવોર્ડ આપી સન્માનિત કરાશે

દક્ષિણ ગુજરાતમાં પહેલા પણ  ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્‌સ અને તબીબોને સન્માનિત કરવામાં આવી ચૂક્યા છે ત્યારે હવે આગામી દિવસોમાં ઉદ્યોગ સાહસિકોને ‘સ્ટાર્ટ–અપ એવોર્ડ’થી તેમજ ખેડૂતોને ‘ધરતીપુત્ર એવોર્ડ’થી સન્માનવામાં આવશે.

28 જુલાઈએ સુરતા ખાતે યોજાશે કાર્યક્રમ

ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, દેશના અર્થતંત્રને મજબૂતી બક્ષતા અને સમગ્ર ભારતની અર્થ વ્યવસ્થા જેમના પર નિર્ભર છે તેવા ખેડૂત પુત્રોને સન્માનવામાં આવશે. બુધવાર, તા. ર૮ જુલાઈ ર૦ર૧ના રોજ સાંજે ૪:૩૦ કલાકે પ્લેટીનમ હોલ, સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર, સરસાણા, સુરત ખાતે ખેડૂત પુત્રોને ‘ધરતીપુત્ર એવોર્ડ’થી સન્માનિત કરવામાં આવશે. તદુપરાંત નવી વિચારધારા સાથે ધંધા–ઉદ્યોગમાં પ્રવેશ કરીને નવી ક્રાંતિનું સર્જન કરનાર અને નવી દિશા ચીંધનાર સ્ટાર્ટ–અપ્સને પણ એ જ દિવસે સાંજે ૬:૩૦ કલાકે ‘સ્ટાર્ટ–અપ એવોર્ડ’થી સન્માનવામાં આવશે.

એવોર્ડના નામ

આ બેસ્ટ રિટેલટેક સ્ટાર્ટ–અપ ઓફ ધ યર,એવોર્ડ્‌સ માટે સ્ટાર્ટ–અપ ઓફ ધ યર,બેસ્ટ એગ્રીટેક સ્ટાર્ટ–અપ ઓફ ધ યર,બેસ્ટ હેલ્થટેક સ્ટાર્ટ–અપ ઓફ ધ યર,બેસ્ટ એનર્જીટેક સ્ટાર્ટ–અપ ઓફ ધ યર,વિમેન સ્ટાર્ટ–અપ ફાઉન્ડર ઓફ ધ યર, સ્ટુડન્ટ સ્ટાર્ટ–અપ ફાઉન્ડર ઓફ ધ યર, સ્ટાર્ટ–અપ મેન્ટર ઓફ ધ યર,સ્ટાર્ટ–અપ ઇન્વેસ્ટર ઓફ ધ યર,સ્ટાર્ટ–અપ ઇન્કયુબેટર ઓફ ધ યર,બેસ્ટ ફૂડટેક સ્ટાર્ટ–અપ ઓફ ધ યર,બેસ્ટ એજ્યુટેક સ્ટાર્ટ–અપ ઓફ ધ યર,બેસ્ટ કન્ઝયુમર બ્રાન્ડ (ડીટુસી) સ્ટાર્ટ–અપ ઓફ ધ યર,સોશિયલ ઇમ્પેકટ સ્ટાર્ટ–અપ ઓફ ધ યર,બેસ્ટ ફિનટેક સ્ટાર્ટ–અપ ઓફ ધ યર,બેસ્ટ ઇમર્જિંગટેક સ્ટાર્ટ–અપ ઓફ ધ યર,બેસ્ટ ઇન્ડસ્ટ્રી ૪.૦ સ્ટાર્ટ–અપ ઓફ ધ યર અને  બેસ્ટ મોબિલિટી સ્ટાર્ટ–અપ ઓફ ધ યર જેવી કેટેગરીના એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે

Share your comments

Subscribe Magazine

More on News

More