પરવળ પોષક દ્રવ્યો તથા આયુર્વેદિક દ્રષ્ટિએ આગવું સ્થાન ધરાવે છે.
ગરમ અને ભેજવાળી આબોહવા પરવળના પાકને વધુ માફક આવે છે.
ભારત વિશ્વમાં શાકભાજી ઉત્પાદનમાં ચીન પછી બીજા નંબરે આવે છે. શાકભાજી એ દૈનિક આહાર નો ખુબજ મહત્વનો પોષક તત્વોથી ભરપૂર ભાગ છે. શાકભાજી પોષકતત્વો ઉપરાંત કાર્બોદિત પદાર્થો અને પ્રોટીનનો પણ અગત્યનો સ્ત્રોત છે.
શાકભાજી પાકોમાં વેલાવાળા શાકભાજી મોખરાનું સ્થાન ધરાવે છે. વેલાવાળા શાકભાજીની ખેતી ગુજરાત રાજ્યમાં આગવું સ્થાન ધરાવે છે. સારા બજારભાવને કારણે દિન-પ્રતિદિન વેલાવાળા શાકભાજીના વાવેતર વિસ્તારમાં પણ વધારો થતો જાય છે. આ પૈકી પરવળ પોષક દ્રવ્યો તથા આયુર્વેદિક દ્રષ્ટિએ આગવું સ્થાન ધરાવે છે.
પરવળનું મૂળ ઉત્પતિ સ્થાન ભારત છે. જેનું વાવેતર પુર્વિય ભારતમાં ખાસ કરીને આસામ, બંગાળ, બિહાર અને ઉતર પ્રદેશમાં વધુ થાય છે. પુર્વીય પ્રદેશમાં તે શાકભાજીનો રાજા ગણાય છે. ગુજરાતમાં તેનું વાવેતર અમદાવાદ, ખેડા, વડોદરા, ભરૂચ અને સુરત જિલ્લામાં થાય છે. પરવળનું શાક પૌષ્ટિક, સ્વાદિસ્ટઅને તંદુરસ્તી બક્ષનાર છે.
જાતો:
પરવળના પાકમાં ફળના આકાર, કદ તેમજ રંગ મુજબ કેટલીક જાતો પ્રચલિત છે.
૧. પટ્ટાવાળા, લંબગોળ ઘેરા લીલા રંગના ફળવાળી જાત
૨. લાંબા છેડેથી અણીદાર આછા લીલા રંગના ફળવાળી જાત
આ ઉપરાંત સ્વર્ણરેખા, અલૌકીક, રાજેન્દ્ર પરવળ-૨, ફેઝાબાદ પરવળ-૧,૩,૪,૫ અને નરેન્દ્ર પરવળ -૨૬૦,૩૦૭ અને ૬૦૪.
આબોહવા:
ગરમ અને ભેજવાળી આબોહવા પરવળના પાકને વધુ માફક આવે છે. ચોમાસાની ઋતુમાં વ્યવ્સ્થિત વહેંચાયેલો સારો વરસાદ થતો હોય એવા વિસ્તારમા પાકઘણો સારો થાય છે. વધુ પડતી ઠંડીથી વેલામા નવી કૂંપળો ફુટવાનો વિકાસ રૂંધાય છે. સામાન્ય રીતે ૨૫ᵒ સે. થી ૩૫ᵒ સે. તાપમાન ખુબજ અનુકુળ આવે છે. પરંતુ રાત્રીનુ તાપમાન નીચુ જાય તો પાકની વૃદ્ધિ અને વિકાસ અટકી જાય છે. પૂરતા પ્રમાણમા સૂર્યપ્રકાશ તથા સારો વહેંચાયેલો વરસાદ માફક આવે છે. લાંબાસમયનુ વાદળછાયુ વાતાવરણ પરવળના પાકને ઉત્પાદન પર માઠી અસર પહોંચાડે છે.
જમીન:
સારા નિતારવાળી, ફળદ્રુપ, મધ્યમકાળી, બેસર, ગોરાડુ કે ભાઠાની જમીન વધુ માફક આવે છે. અમ્લીય કે વધુ નિતારવાળી અને પાણી ભરાય રહેતુ હોય તેવી જમીન માફક અવતી નથી.
જમીનને પ્રથમ ૨૦ થી ૨૫ સે. મી. ઊંડી ખેડી, ઉનાળામાં સૂર્યતાપમાં બરાબર તપવા દેવી અને ત્યારબાદ બે થી ત્રણવાર કરબથી ખેડ કરી છેવટે સમાર મારી જમીન સમતલ બનાવવી.
વાવણી:
પરવળનુ વાવેતર વેલાના કટકા રોપી કરવામા આવે છે. જે માટે ૪ થી ૫ માસ જૂના, રોગ- જીવાતથી મુક્ત, તંદુરસ્ત ગાંઠોવળા વેલા પસંદ કરવા. દરેક ખામણે બે ટૂકડાખામણાની મધ્યમાં રોપવા વેલાના બન્ને છેડા જમીનની બહાર અને વેલાનો મધ્યભાગ જમીનમાં ૫ સે. મી. જેટલો ઊંડો રહે એ રીતે વેલા રોપવા. વેલા રોપ્યા પછી વચ્ચેના ભાગે માટી બરાબર દબાવવી. વેલાની રોપણી કર્યા બાદ વરસાદ ન થાય તો હળવુ પિયત આપવું.
વાવણીનો દર:
એક હેક્ટરની વાવણી માટે ૧૦,૦૦૦ ટુકડા પૂરતા છે. (૯૦૦૦ માદા છોડના ટુકડા + ૧૦૦૦ નર છોડના ટૂકડા)
વાવણીનું અંતર:
પરવળનું વાવેતર ૨×૧ મીટરના અંતરે ખામણા બનાવી કરવામાં આવે છે. સામાન્ય રીતે ૧૫ થી ૩૦ સે. મી. ઉંડા ખામણા બનાવવામા આવે છે.
નોંધ:- પરવળના પાકમાં નર ફુલવાળા અને માદા ફુલવાળા છોડ અલગ-અલગ હોય છે.જેથી વાવણી કરતી વખતે દસ મદા છોડ પછી એક નર છોડનો વેલો રોપવામાં આવે છે.
કટકા ની માવજત:
પરવળના પાકનુ નવુ વાવેતર કરવું હોય તો પરવળના સુકારા રોગ સામે રક્ષણ મળે તે માટે પરવળના વેલાના કટકાને નીચે જણાવેલ દ્રાવણમાં ૧ કલાક સુધી બોળીને રોપવા.
૩ ગ્રામ સ્ટ્રેપ્ટોસાઇક્લીન + ૧૦ ગ્રામ કર્બેંનડેઝીમ + ૧૦ ગ્રામ રીડોમીલ એમ.ઝેડ + ૧૦ મિલિ મેલાથીયોન અથવા ૧૦ મિલિ ડીડીવીપી ૧૦ લીટર પાણીમાં ઓગાળીને દ્રાવણ બનાવવુ.
રોપણીનો સમય:
શિયાળાની ઋતુ સિવાય ઉનાળુ અને ચોમાસુ એમ બન્ને ઋતુમા પરવળનુ વાવેતર થઈ શકે છે. ઉતર પુર્વના રાજ્યોમાં પરવળનું વાવેતર ઉનાળામાં કરવામાં અવે છે. ગુજરાતમાં મુખ્યત્વે ચોમાસુ વાવેતર કરવામા આવે છે. વાવણી જુલાઇ થી સપ્ટેમ્બર સુધી કરવી એ સલાહ ભરેલુ છે.
ખાતર:
૨૫ ટન સારું કોહવાયેલુ છાણીયુ ખાતર જમીન તૈયાર કરતી વખતે નાખવું અથવા અનુકુળતા હોય તો લીલો પડવાશ કરવો ફાયદાકારક છે.
રાસાયણિક ખાતરનો દર: નાઇટ્રોજન: ફોસ્ફરસ: પોટાશ:- ૧૨૦:૬૦:૪૦ કિ.ગ્રા./હેક્ટર
પિયત:
ચોમાસામા નિયમિત વરસાદ થાયતો પાણી આપવું જરૂરી નથી.સપ્ટેમ્બર- ઓક્ટોબર માસ દરમ્યાન ૧૦ થી ૧૨ દિવસન ગાળે નિયમિત પાણી આપવું. શિયાળાની ઋતુ દરમ્યાન પાક આરામ અવસ્થામા રહે છે. ઠંડીનું પ્રમાણ વધુ હોય ત્યારે વેલા સૂકાઇ પણ જાય છે. ફેબ્રુઆરી માસમાં ગરમી શરૂ થતા વેલાને નવી ફૂટ આવવી શરુથાય છે. જેથી ફેબ્રુઆરી માસથીવરસાદ પડે ત્યાં સુધી ૭ થી ૮ દિવસનાં ગાળે નિયમિત પાણી આપવું.
વેલાની કેળવણી અને છાંટણી :
પરવળના વેલાને ટેકાની જરૂર છે. જે માટે લાકડાના થાંભલા અને તારની મદદથી મંડપ તૈયાર કરવો જરૂરી છે. ખામણા દીઠ ૨ થી ૩ વેલા મંડપ ઉપર ચઠાવવા. દરેક ખામણો જમીનપાસેથી ઘણા નવા વેલા ફુટસે જે દર અઠવાડિયે કાપી દુર કરવા. આવી નવી ફુટ સમયસર કાપવામાં ન આવે તો પાકની વ્રુધ્ધિ અટકી જાય છે. પરવળ અરામની અવસ્થા પસાર કરી ફેબ્રુઆરી માં નવી વ્રુધ્ધિ શરુઆત થાય છે. તે પહેલા જાડા વેલા રાખી પાતળા, રોગિષ્ટ, નબળા વેલાની છાંટણી કરવી.
વીણી:
પરવળની વીણી ૫ થી ૬ દિવસનાં અંતરે કરતા રહેવું. કુમળા, યોગ્ય કદના ફળો વીણવા જોઇએ. વીણી સવારે અથવા સાંજના સમયે કરવી અને ઉતારેલા ફળો સીધા સૂર્યતાપમાં ન રહે તેની કળજી રાખવી. વીણી મોડી કરવાથી વેલાના ફળ ઉત્પાદન શક્તિમાં ઘટાડો થાય છે.
ઉત્પાદન:
ફેબ્રુઆરી થી ઓક્ટોબર માસ દરમ્યાન ખૂબ જ સારું ઉત્પાદન મળે છે. ફળ ઉત્પાદન નો આધાર જમીનનો પ્રકાર, જાત, આબોહવા નો પ્રકાર, રોપણીનો સમય, માવજત,પરાગનયન અને પાક સંરક્ષણનાં પગલા ઉપર આધાર રાખે છે.
પાક સંરક્ષણ:
૧) મીલીબગ/ચિકટો : સફેદ રંગના મીલીબગ્સ વેલા, પાન અને ફળો ઉપરથી રસ ચૂસે છે. જેથી વેલા પીળા પડી જાય છે.
નિયંત્રણ: તેના માટે ઉપદ્રવિત વેલાની છટણી કરવી અને થાયોડીકાર્બ ૭૫% વે.પા. (૨૦ ગ્રામ) લેખે ૧૦ લીટર પાણીમા ભેળવી પાક ઉપર છંટકાવ કરવો.
૨) પરવળની વેલા કોરનારી ઇયળ: વેલાની ગાંઠોમાં માદા ઇંડા મૂકે છે, તે જગ્યએથી રસ ઝરે છે. જે સૂકાઇ જતા બદામી રંગના ગુંદરની ગાંઠ બંધાઇ જાય છે.
નિયંત્રણ: ઉપદ્રવિત વેલાઓનો નાશ કરવો અને તેના માટે મિથાઇલ-ઓ-ડીમોટોન ૨૫ ઇસી ૧૦ મી.લી દવા૧૦ લીટર પાણીમાં ભેળવી વેલા ઉપર સારી રીતે છંટકાવ કરવો.
૩) પરવળ ની ભીંગડાવાળી જીવાત: બદામી રંગની અર્ધગોળાકાર જીવાત પરવળના વેલા ઉપર રહી તેમાંથી રસ ચૂસે છે. અને વેલા નબળા પડી સૂકાઇ જાય છે.
નિયંત્રણ: વેલાની છંટણી ઉપદ્રવવાળા ભાગમાં કરવી જોઇએ. જેથી જીવાતનો ઉપદ્રવ અટકાવી શકાય છે. અને ક્વિનાલફોસ ૨૫ ઇ.સી. ૨૦ મી.લી. દવા ૧૦ લીટર પાણીમાં મિક્ષકરી છંટકાવ કરવો.
૪) ભૂકી છારો: પરવળના પાકમાં ભૂકી છારાનો રોગ પણ જોવા મળે છે. આ રોગના ઉપદ્રવ વખતે પાનની સપાટી ઉપર સફેદ ભૂકી જોવ મળે છે.
નિયંત્રણ:પાકમાં રોગની શરૂઆત દેખાય કે તરત જ સલ્ફેક્ષ ૮૦ ટકા દ્રાવ્ય પાઉડર ૩૦ ગ્રામ અથવા ડીનોકેપ ૪૮ ટકા પ્રવાહી ૫ મિ.લી અથવા કાર્બેંન્ડેઝીમ ૫૦ ટકા દ્રાવ્ય પાઉડર ૧૦ ગ્રામ પ્રમાણે ૧૦ લીટર પાણીમા બરાબર ઓગાળી પ્રવાહી મિશ્રણનો છંટકાવ કરવો. આવી રીતે ૧૦ થી ૧૨ દિવસનાં અંતરે બીજો અને ત્રીજો છંટકાવ કરવો.
Share your comments