Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

શું તમે પણ બનાવટી જીરું અને સરસવનું તેલ તો નથી વાપરી રહ્યાને? અહેવાલમાં ચોંકાવનારા આંકડા આવ્યા સામે

આપણે ઘણીવાર સાંભળતા હોઈએ છીએ કે પોલીસે આટલા રૂપિયાની નકલી નોટ મળી છે. નકલી નોટોનો ગેરકાયદે ધંધો એટલા મોટા પાયે ચાલી રહ્યો છે કે ક્યારેક તમે પણ તેનો ભોગ બન્યા હશો. પરંતુ નકલી ચીજોનો ધંધો ફક્ત નોટો સુધી મર્યાદિત નથી.

Sagar Jani
Sagar Jani
mustard oil
mustard oil

આપણે ઘણીવાર સાંભળતા હોઈએ છીએ કે પોલીસે આટલા રૂપિયાની નકલી નોટ મળી છે. નકલી નોટોનો ગેરકાયદે ધંધો એટલા મોટા પાયે ચાલી રહ્યો છે કે ક્યારેક તમે પણ તેનો ભોગ બન્યા હશો. પરંતુ નકલી ચીજોનો ધંધો ફક્ત નોટો સુધી મર્યાદિત નથી. આપણી રોજીંદી જરૂરિયાતની ચીજો પણ હવે નકલી આવી રહી છે. ખાદ્ય પદાર્થોમાં નકલી માલનો વપરાશ થવા લાગ્યો છે. બજારોમાં વેપારીઓ ખુલ્લે આમ ગ્રાહકોને નકલી માલ વેંચતા હોય છે ત્યારે નકલી ચીજોનો વેપાર કરનારાઓએ બજારમાં જીરું અને સરસવનું તેલ પણ બનાવટી બનાવ્યું છે. ત્યારે લોકોએ હવે ખાદ્યતેલ ખરીદતી વખતે પણ ખૂબ જ સાવચેતી રાખવી પડશે. બેફામ બનેલા વેપારીઓ નકલી ચીજો વેંચતા જરા પણ અચકાતા નથી.

નકલી નોટો ઓળખવા માટેની કેટલીક પદ્ધતિઓ છે, પરંતુ ગ્રાહકો માટે બનાવટી જીરું અને સરસવનું તેલ ઓળખવું ખૂબ જ મુશ્કેલ બને છે.  વળી ઉપરથી બદલાતા સમયમાં નકલી ટેકનીક અને અદ્યતન પ્રિન્ટિંગ ટેકનોલોજી પ્રોસેસ દ્વારા નકલી પેઇન્ટ બોક્સ, લેવલ, કોડ અને પેકીંગ બરાબર અસલની જેમ બનાવવામાં આવે છે. જેના કારણે સામાન્ય લોકોને નકલી ઉત્પાદનોની ઓળખ કરવામાં વધુ મુશ્કેલી પડે છે. તેમાંય વળી વૃદ્ધો અને ગામડાના ઓછું ભણેલા લોકો શહેરોમાં ખરીદી વખતે ઘણીવાર છેતરાય છે.તેમને નકલી ચીજ હોવાનો ખ્યાલ પણ રહેતો નથી અને વેપારીઓ આવા ભોળા લોકોને છેતરતા હોય છે.

બનાવટી માલનું ઉત્પાદન અને વેચાણ 20 ટકાના દરે વધી રહ્યું છે!

વિશ્વભરમાં દર વર્ષે 8મી જૂને Anti Counterfeit Dayની ઉજવણી  કરવામાં આવે છે. આ દિવસે એક ઝુંબેશ યોજવામાં આવે છે અને ગ્રાહકોને બનાવટી અને બનાવટી ઉત્પાદનો ટાળવા માટે જાગૃત કરવામાં આવે છે.  ઇકોનોમિક ટાઇમ્સના એક સમાચાર મુજબ આ વિશેષ દિવસે જાહેર કરાયેલા એક અહેવાલમાં જણાવાયું છે કે ભારતમાં બનાવટી ચીજોના ઉત્પાદન અને વેચાણના કેસોમાં 20 ટકાના દરે વધારો થઈ રહ્યો છે. દિનપ્રતિદિન બેફામ બનેલા કેટલાક લેભાગુ વેપારીઓ નિર્દોષ ગ્રાહકોની કોઈને કોઈ પ્રકારે છેતરપીંડી કરતા હોય છે.

ખાતરમાં ‘ખાતર’થી રહો સાવધાન : આ છે શુદ્ધતા તપાસવાની અત્યંત સરળ પદ્ધતિઓ

એવું નથી કે બનાવટી ઉત્પાદનોના કિસ્સા ફક્ત ભારતમાં જ મળે છે. વિશ્વભરમાં નકલી ચીજોનું બજાર છે.  એક અંદાજ મુજબ બનાવટી વ્યવસાયનો કુલ વ્યાપાર 3.3 ટકા બની ગયો છે અને દર વર્ષે તેમાં વધારો થઈ રહ્યો છે. નિષ્ણાતો માને છે કે કોરોના સમયગાળા દરમિયાન બનાવટી ચીજોના ઉત્પાદનમાં અને વેચાણમાં વધારો નોંધાયો છે.

લોકડાઉનનો ફાયદો ઉઠાવીને બજારમાં અનેક નકલી પ્રોડક્ટ લોન્ચ કરવામાં આવી

એક રિપોર્ટ અનુસાર  દવાઓ, હેલ્થ સપ્લિમેન્ટ્સ, સેફ્ટી પ્રોડક્ટ્સ, સ્વચ્છતા અને અન્ય આવશ્યક ચીજોના બનાવટી ઉત્પાદનમાં સૌથી વધુ વધારો થયો છે. આ પાછળનું કારણ કોરોના મહામારીનો રોગચાળો હોવાનું કહેવાય છે. કોરોના દરમિયાન બધા દેશોમાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી. આ દરમિયાન ઉત્પાદન અને બાંધકામની કામગીરીને અસર થઈ હતી આ વાતનો  લાભ લઈને નકલી ઉત્પાદનો બજારમાં લોંચ કરવામાં આવી હતી.

ભારતમાં ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઝારખંડ અને હરિયાણા જેવા રાજ્યોમાં નકલી ઉત્પાદનોનો ધંધો સૌથી મોટો છે.  જ્યારે દેશમાં કોરોનાની બીજી લહેર ટોચ પર હતી, ત્યારે દવાઓની અછત વચ્ચે છેતરપિંડી કરનારાઓ નકલી દવાઓ પણ બજારમાં લાવ્યા હતા. જેના કારણે ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા.  હાલ નકલી માલ પર કાબૂ મેળવવા સરકાર સતત પ્રયત્નો કરી રહી છે. એ દિશમાં અનેક કાર્યો હાથ ધરાયા છે.

સરસવના તેલ અને જીરુંની જેમ અન્ય ખાદ્ય વસ્તુઓ પણ નકલી બજારમાં મળી આવે છે. પરંતુ અન્ય ચીજોની સામે નકલી જીરું અને સરસવના તેલનો જથ્થો સૌથી વધુ છે.  નિષ્ણાતો કહે છે કે તેઓ આરોગ્ય પર પ્રતિકૂળ અસર કરે છે.  આવી સ્થિતિમાં ગ્રાહકોએ આ માલ ખરીદતી વખતે વધુ સાવચેતી રાખવાની જરૂર છે કારણ કે બનાવટી માલ તેમને ફક્ત આર્થિક નુકસાન જ નહીં પણ શારીરિક નુકસાન પણ પહોંચાડી શકે છે. નકલી સરસવનું તેલ અને જીરું લોકોના આરોગ્યને જોખમમાં મૂકી રહ્યું છે.

Related Topics

Fake Cumin Mustard oil

Share your comments

Subscribe Magazine

More on News

More