Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

શું તમે પણ તમારા ઓર્ગેનિક ઉત્પાદનો વેચવાને લઈને માર્કેટમાં જવાની ઝંઝટથી થઈ ગયા છો પરેશાન.. તો જોઈ લ્યો આ છે તમારા માટે સારા સમાચાર

ખેડૂતોને આશા હોય છે કે તેમને તેમના વિવિધ ઉત્પાદનો પર સારા ભાવ મળે, પણ ખેડૂતો માટે સૌથી મોટો અને અઘરો પ્રશ્ન તો એને માર્કેટમાં જઈને વેચવાનો છે.. પાક લણ્યા પછીનો ખેડુતોની સૌથી મોટી ચિંતા એટલે હવે આ પાકને ક્યાં વેચીશ અને ક્યાં મને આના સરખા ભાવ મળશે?..

Mihirkumar Jashubhai Parmar
Mihirkumar Jashubhai Parmar

જીનલ શૈલેશભાઈ ચૌહાણ (FTJ)

પ્રાંતિજ-383205

ગુજરાત

ઓર્ગેનિક ખેતી
ઓર્ગેનિક ખેતી

તમે જાણો જ છો કે ભારત એક કૃષિ પ્રધાન દેશ છે, દેશની લગભગ 70% જેટલી વસ્તી ખેતી પર નિર્ભર છે. ખેડુતો વધુ ઉત્પાદન મેળવવા રાત દિવસ એક કરી દેતા હોય છે, પરંતુ ઉત્પાદન પછી પણ ખેડુતોની મુશ્કેલીઓ ઓછી થતી નથી. ખેડુત પોતાના ઉત્પાદનોને ક્યાં વેચવા તે અંગે ચિંતીત હોય છે, તો આવો જાણીએ કે ખેડુતો આ સમસ્યાનુ સમાધાન કેવી રીતે કરી શકે?  

ખેડૂતોને આશા હોય છે કે તેમને તેમના વિવિધ ઉત્પાદનો પર સારા ભાવ મળે, પણ ખેડૂતો માટે સૌથી મોટો અને અઘરો પ્રશ્ન તો એને માર્કેટમાં જઈને વેચવાનો છે.. પાક લણ્યા પછીનો ખેડુતોની સૌથી મોટી ચિંતા એટલે હવે આ પાકને ક્યાં વેચીશ અને ક્યાં મને આના સરખા ભાવ મળશે?.. શું તમે પણ આમાથી એક છો તમને પણ આ પ્રકારની ચિંતા સતાવી રહી છે. તો સમજી લ્યો આ આર્ટિકલ તમારા માટે જ છે.. પાક વેચવાની માર્કેટની ઝંઝટને ખંખેરવા માટે સરકાર એક મોટી રાહત લઈને આવી છે..

જેમ જેમ સ્વાસ્થ્યની સમસ્યાઓ વધતી જઈ રહી છે એવામાં હવે આપણો ખેડૂત પણ સતર્ક બની ગ્યો છે. હવે ખેડૂત ઓર્ગેનિક પાકની ખેતી કરી રહ્યો છે.  ખેડૂતોની મુંઝવણ દુર કરવા માટે સરકારે એક પોર્ટલની શરૂઆત કરી છે. જેમાં ખેડૂત સરળતાથી તેને વાવેલો પાક વેચી શકશે અને જ્યાં તેને માર્કેટ યાર્ડમાં લાઈનમાં ઊભા રહેવાનું કે અન્ય કોઈ અગવડ પડશે નહીં..

અઢળક અગવડતાઓ વચ્ચે ઓર્ગેનિક ખેતી માટે સરકારે કરી દીધી ખેડૂતોની ચિંતા

હા.. ખેડૂત જ્યારે સ્વાસ્થ વિશે વિચાર કરતો થઈ ગ્યો અને ઓર્ગેનિક ખેતી તરફ વળી ગયો ત્યારે સરકારે પણ ખેડૂતોને રાહત મળે તે માટે વધુ એક પગલુ માંડી એક આ https://www.jaivikkheti.in/  પોર્ટલની શરૂઆત કરી છે જેમાં આંગળીના ટેરવાના એક ક્લીક સાથે જ ખેડૂત તેનો પાક વેચી શકશે.. આટલું જ નહીં આ પોર્ટલમાં ઓર્ગેનિક પાક વેચવાની સાથો સાથ ખેડૂત સારો એવો નફો પણ કમાઈ શકશે..

જાણો શું છે આ પોર્ટલ પર નોંધણી કરાવવાની આખી પ્રોસેસ?

સૌથી પહેલા ખેડૂતે ઓર્ગેનિક ફાર્મિંગ પોર્ટલ પર નોંધણી કરાવવાની રહેશે. નોંધણી થઈ ગયા પછી તમને દેશના ખૂણે ખૂણેથી ગ્રાહકોના ઓર્ડર આવવાનું શરૂ થઈ જશે.. એ પછી તો કામ થઈ જશે એકદમ આસાન તમારે હવે સીધે સીધું ગ્રાહકના ઘરે જ ફુડ પ્રોડક્ટ સપ્લાય કરવાનું રહેશે. જો કે આ કામ તમારા પર જ નિર્ભર રહેશે કે તમારે જાતે જઈને ડિલવરી કરવી છે કે પછી થર્ડ પાર્ટી થ્રુ તમારી પ્રોડક્ટ મોકલાવી છે..

શું તમે પણ છો ટેન્શનમાં છો કે પેમેન્ટ આવશે કે નહીં?

જેવો જ ખેડૂત તેનો માલ ઓનલાઈન આ પોર્ટલ પર તેના ગ્રાહકને વેચશે.  એવો જ પેમેન્ટ સીધે સીધું ખેડૂતના બેન્ક ખાતામાં ટ્રાન્સફર થઈ જશે..

હવે જાણીએ કે પોર્ટલ પર ઉત્પાદનનો ભાવ કેવી રીતે નક્કી કરવામાં આવે છે?

મોટા મોટા મોલની અને અન્ય સ્ટોર્સની જેમ જ ઓર્ગેનિક ફાર્મિંગ પોર્ટલ પર ઓર્ગેનિક ઉત્પાદનોના ભાવ નક્કી કરવામાં આવે છે.. ફાયદાની વાત તો એ છે કે ગ્રાહક ખેડૂત એટલે કે વેચાણકર્તા સાથે ભાવ તોલ કરી શકતો નથી.. અનાજથી લઈને ફળો, શાકભાજી, કઠોળ અને આ પોર્ટલ પર હાજર તમામ ઉત્પાદનોની કિંમતો એક સમયે નક્કી કરવામાં આવે છે. ખેડૂતે ચુકવણી ચૂકી જવાની ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે ઓર્ડર આપનાર ગ્રાહક પહેલા માલની ચૂકવણી કરે છે.

આ પણ વાંચો:કૃષિ ક્ષેત્ર ઉપર આબોહવા પરિવર્તનની અસર

Share your comments

Subscribe Magazine

More on News

More