પીએમ મોદીએ ભારતના રાષ્ટ્રીય પ્રતીકનું અનાવરણ કર્યું. જોકે, અનાવરણ બાદ પીએમ મોદીને પણ ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. અસદુદ્દીન ઓવૈસીએ સવાલો ઉઠાવ્યા અને કહ્યું કે પીએમએ બંધારણીય ધોરણોની અવગણના કરી. હવે કેન્દ્રીય મંત્રીએ કહ્યું છે કે ભારતના પ્રતીક અશોક સ્તંભની પ્રતિકૃતિ એકદમ પરફેક્ટ છે. નવા અશોક સ્તંભને લઈને વધી રહેલા વિવાદ વચ્ચે કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું છે કે આ વિવાદની વચ્ચે તત્થોને સાર્વજનિક રૂપથી જાહેરમાં બધાની સામે લાવવા જોઈએ અને વિપક્ષી પાર્ટીઓ દ્વારા ફેલાવવામાં આવેલી અફવાઓને દુર કરવી જરૂરી છે.
વિપક્ષના આરોપોનો સામનો કરવા માટે કેન્દ્રીય મંત્રીએ અશોક સ્તંભના પ્રતીક પર તથ્યો રજૂ કરવાનો દાવો કર્યો છે. મંત્રીનું કહેવું છે કે નવા સંસદ ભવન પર સ્થાપિત અશોક સ્તંભનું મોડેલ એક આદર્શ છે, તેમાં કોઈ ખામી નથી. જણાવી દઈએ કે ઘણા નેતાઓએ અશોક સ્તંભમાં બનેલા ચાર સિંહોની તસવીરો ટ્વિટ કરીને કહ્યું છે કે અસલ અશોક સ્તંભના 'શાંતિપૂર્ણ સિંહો'ને બદલે 'ક્રોધિત સિંહો' સાથેનું રાષ્ટ્રીય પ્રતીક બનાવવામાં આવ્યું છે.
અશોક સ્તંભનુ વજન 9,500 કિલો
જણાવી દઈએ કે સોમવારે એક ખાસ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 9,500 કિલો વજનવાળા અશોક સ્તંભનું અનાવરણ કર્યું હતું. વિરોધ પક્ષોએ કેન્દ્ર સરકાર પર રાષ્ટ્રીય પ્રતીક સાથે રમત કરવાનો અને રાજકીય લાભ માટે તેના મૂળભૂત માળખામાં ફેરફાર કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે વડાપ્રધાન પર રાષ્ટ્રીય મહત્વની ઘટનાને 'વ્યક્તિગત શો'માં ફેરવવાનો આરોપ પણ લગાવ્યો હતો.
દરમિયાન, કેટલાક નેતાઓએ સંસદ સંકુલમાં અશોક સ્તંભની તસવીરો ટ્વીટ કરીને કહ્યું હતું કે 'શાંતિપૂર્ણ સિંહો'ની જગ્યાએ 'ક્રોધિત સિંહો'ની પ્રતિકૃતિઓ મૂકવામાં આવી છે. કેટલાક નેતાઓએ કહ્યું હતું કે સિંહોના તીક્ષ્ણ દાંત 'સાચા ભારત'નું પ્રતિનિધિત્વ કરતા નથી.
નવું રાષ્ટ્રીય પ્રતીક સારનાથની ચોક્કસ પ્રતિકૃતિ છે
પીએમ મોદી જ્યારે રાષ્ટ્રીય પ્રતીકનું અનાવરણ કરી રહ્યા હતા ત્યારે આવાસ અને શહેરી બાબતોના મંત્રી હરદીપ સિંહ પુરી પણ હાજર હતા. વિપક્ષી નેતાઓના આરોપોનો જવાબ આપતા પુરીએ કહ્યું કે નવું રાષ્ટ્રીય પ્રતીક સારનાથની ચોક્કસ પ્રતિકૃતિ છે. તેમણે ટ્વિટ કર્યું "મૂળ સારનાથનું પ્રતીક 1.6 મીટર ઊંચું છે જ્યારે નવી સંસદની ટોચ પરનું પ્રતીક 6.5 મીટર ઊંચું છે,"
નવા સંસદ ભવન પર સ્થાપિત રાષ્ટ્રીય પ્રતીકની પ્રતિકૃતિ તૈયાર કરનાર કલાકારોનું કહેવું છે કે સારનાથ ખાતેના અશોક સ્તંભ અને સંસદ ભવનની ટોચ પર બનેલા અશોક સ્તંભ વચ્ચેનો તફાવત ઊંચાઈને કારણે હોઈ શકે છે.
નવું પ્રતીક જમીનથી 33 મીટરની ઊંચાઈ પર
કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીએ ટ્વીટ કર્યું, 'નિષ્ણાતોને એ પણ ખબર હોવી જોઈએ કે સારનાથમાં મૂકવામાં આવેલ મૂળ પ્રતીક જમીની સ્તર પર છે જ્યારે નવું પ્રતીક જમીનથી 33 મીટરની ઊંચાઈ પર છે. મંત્રીએ વધુમાં કહ્યું કે જો સારનાથનું પ્રતીક નીચે જોવામાં આવે તો તે એટલું જ શાંત કે ગુસ્સે દેખાશે જેટલાની ચર્ચા થઈ રહી છે.
જણાવી દઈએ કે રાષ્ટ્રીય પ્રતીકની રચના આઠ તબક્કામાં કરવામાં આવી છે. આમાં ક્લે ડ્રાફ્ટિંગ/કોમ્પ્યુટર ગ્રાફિકથી લઈને બ્રોન્ઝ કાસ્ટિંગ અને પોલિશિંગની પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. 9500 કિલોના અશોક સ્તંભનુ વજન સંભાળવા માટે લગભગ 6500 કિલો વજનનું સ્ટીલનું માળખું તૈયાર કરવામાં આવ્યું છે. ઉદ્ઘાટન બાદ પીએમ મોદીએ તેનો વીડિયો ટ્વીટ કર્યો હતો. આ વીડિયોને એક લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે.
આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે ટ્વિટ કરીને રાષ્ટ્રીય પ્રતિક અશોક સ્તંભ સાથે છેડછાડનો આરોપ લગાવ્યો છે. તેના જવાબમાં બીજેપી નેતા કપિલ મિશ્રાએ તેમની આકરી ટીકા કરી અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનને પણ આડે હાથ લીધા. મિશ્રાએ સંજય સિંહને કહ્યું કે ભગવંત માન વાળી દવા પીધા પછી ટ્વિટ ન કરો.
બિહારના રાષ્ટ્રીય જનતા દળ (RJD)એ પણ અશોક સ્તંભની પ્રતિકૃતિ સામે આરોપ લગાવ્યા છે. આરજેડીનો આરોપ છે કે સારનાથના મુળ અશોક સ્તંભમાં રહેલા સિંહોના ચહેરા પર સૌમ્ય ભાવ હતો. સરકારના ઈરાદા પર સવાલ ઉઠાવતા આરજેડીએ કહ્યું કે લોકોને પ્રતીકો દ્વારા જણાવવામાં આવે છે કે તેમનો સ્વભાવ કેવો છે.
તૃણમૂલ કોંગ્રેસના રાજ્યસભા સાંસદ જવાહર સરકારે નવા સંસદ ભવન પર સ્થાપિત અશોક સ્તંભની પ્રતિકૃતિના સંબંધમાં કહ્યું કે અમારા રાષ્ટ્રીય પ્રતીક અશોક સ્તંભનું અપમાન કરવામાં આવ્યું છે. અશોક સ્તંભની બે તસવીરો શેર કરતાં તેમણે લખ્યું,કે "ઓરિજિનલ ડાબી બાજુએ છે, સુંદર, અસલી આત્મવિશ્વાસ ધરાવતા સિંહો વાળુ." જમણી બાજુનો અશોક સ્તંભ મોદી સરકારની આવૃત્તિ છે, જે નવી સંસદ ભવન ઉપર મૂકવામાં આવ્યો છે. જવાહર સરકારના જણાવ્યા મુજબ, નવા રાષ્ટ્રીય પ્રતીકના સિંહો ચીડ, બિનજરૂરી આક્રમકતા અને અપ્રમાણસરતા દર્શાવે છે. તેને તરત જ બદલવું જોઈએ.
સુપ્રીમ કોર્ટના વકીલ પ્રશાંત ભૂષણે કહ્યું કે, ગાંધીથી ગોડસે સુધી; આપણા રાષ્ટ્રીય પ્રતીકના સિંહો ભવ્ય છે અને શાંતિથી બેઠેલા છે (રાજ્ય અને શાંતિથી); સેન્ટ્રલ વિસ્ટામાં નિર્માણાધીન નવા સંસદ ભવનની ટોચ માટે અનાવરણ કરાયેલા નવા રાષ્ટ્રીય પ્રતીકમાં સિંહ ગુસ્સામાં તીક્ષ્ણ દાંતવાળા છે. તેમણે ટોણો માર્યો અને કહ્યું- આ છે મોદીનું નવું ભારત!
Share your comments