ખેડૂતો માટે સૌથી મોટી સમસ્યા ઉભા પાકમાં દેખાતા રોગ જીવાત છે. જેની સમય પર માહિતી નથી મળવાના કારણે ખેડૂતોને કેટલી વખત મોટા પાચે નુકસાન વેઠવું પડે છે. કેટલાક ખેડૂતો એવા પણ છે જેમના માટે પાક પર દેખાતા રોગની ઓળખ કરવી પણ મુશ્કેલ બની જાય છે. રોગની સમયસર ઓળખ અને તેના ઉકેલ ન મળવાને કારણે ઉપજ પર પણ અસર થાય છે. આવી સ્થિતિમાં ખેડૂતોની સમસ્યાને દૂર કરવા માટે આવી ગઈ છે 'ઈ-નિરોગ' એપ, જેની મદદથી ખેડૂતોએ ઘરે બેસીને તેમના પાકને અસર કરતા કોઈપણ રોગને ઓળખ મેળવી શકે છે. આ ઉપરાંત, આ એપ રોગને તાત્કાલિક દૂર કરવાના ઉપાય પણ જણાવશે. ફક્ત આ માટે તમારે નીચે દર્શાવેલ પદ્ધતિ અપનાવવી પડશે.
એઆઈ આધારિત એપ છે ઈ-નિરોગ
ખરેખર, ઇ-નિરોગ એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત એપ છે. તેની મદદથી, તમે યોગ્ય સમયે પાકને અસર કરતા રોગો અને જીવાતો શોધી શકો છો. તે રોગો અને જીવાતો શોધી કાઢ્યા પછી તાત્કાલિક ઉકેલ પણ આપે છે. જો તમારે પાક પર દેખાતા રોગ અને તેની સારવાર વિશે જાણવું હોય તો તમારે ઈ-નિરોગ એપની મદદથી પાંદડાના ફોટા સ્કેન કરવા પડશે. ફોટો સ્કેન થતાં જ 1 મિનિટમાં પાકને કયો રોગ નડ્યો છે કે પછી અસર કરી શકે છે, તેની માહિતી તમારા સામે આવી જશે. આ પછી, તમે તે મુજબ પાક પર કયા દવાનો ઉપયોગ કરવાનું રહેશે તે પણ ઈ-નિરોગ એપ તમને જણાવી દેશે.
ઈ-નિરોગ એપ વપરવાની રીત
પગલું 1: એપને ડાઉનલોડ કર્યા પછી સૌથી પહેલા પોતાની ભાષા પસંદ કરો.
પગલું 2: ફોર્મ ભરો અને "સાઇન ઇન" પર ક્લિક કરો.
પગલું 3: ગેલેરી અથવા કેમેરામાંથી ફોટો પસંદ કરો.
પગલું 4: જો કેમેરો પસંદ કરેલ હોય, તો એક ચિત્ર લો અને ટિક પર ક્લિક કરો.
પગલું 5: જો ગેલેરી પસંદ કરેલ હોય, તો બહુવિધ ફોટા પસંદ કરો.
પગલું 6: ફોટો પસંદ કર્યા પછી, અપલોડ બટન પર ક્લિક કરો.
પગલું 7: અપલોડ બટન પર ક્લિક કર્યા પછી, પરિણામ બટન પર ક્લિક કરો.
પગલું 8: જો તમે ફરીથી અપલોડ કરવા માંગતા હો, તો પાછળના બટન પર ક્લિક કરો.
પગલું 9: જો તમે ક્રોપ બદલવા માંગો છો, તો ક્રોપ સેટિંગ્સ બટન પસંદ કરો.
પગલું 10: તમારો પાક પસંદ કરો અને પછી સાચવો પર ક્લિક કરો.
પગલું 11: કેમેરા અથવા ગેલેરીમાંથી ફરીથી ફોટો પસંદ કરો.
પગલું 12: ફોટો અપલોડ કરો અને પછી પરિણામ બટન દબાવો.
Share your comments