Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

ગુજરાતમાં વનવિભાગમાં ભરતી અંગે કરવામાં આવી જાહેરાત

ગુજરાત સરકાર દ્વારા વન વિભાગમાં ભરતી અંગે જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત સરકારના મંત્રી કિરીટસિંહ રાણાએ જાહેરાત કરી હતી અને તેમણે કહ્યું હતુ કે ટૂંક સમયમાં વન રક્ષકની ભરતી પ્રક્રિયા થશે.

Himanee Chauhan
Himanee Chauhan
Kirit Singh Rana
Kirit Singh Rana

ગુજરાત સરકાર દ્વારા વન વિભાગમાં ભરતી અંગે જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત સરકારના મંત્રી કિરીટસિંહ રાણાએ જાહેરાત કરી હતી અને તેમણે કહ્યું હતુ કે ટૂંક સમયમાં વન રક્ષકની ભરતી પ્રક્રિયા થશે.

2018માં મુલતવી રખાયેલી વનરક્ષકની 334 જગ્યાની ભરતી પ્રક્રિયા અંગે નિર્ણય

ગુજરાત સરકાર દ્વારા વન વિભાગમાં ભરતી અંગે જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત સરકારના મંત્રી કિરીટસિંહ રાણાએ આ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, ટૂંક સમયમાં વન રક્ષકની ભરતી પ્રક્રિયા થશે. 2018માં 334 વન રક્ષકની ભરતી જાહેર થયા બાદ ભરતી અટકી પડી હતી.. પહેલા જેમણે અરજી કરી હતી તે ઉમેદવારોની વય મર્યાદાને ધ્યાને લીધા વગર ભરતીમાં સામેલ કરાશે. 

તેમણે એવી જાહેરાત પણ કરી હતી કે વન રક્ષકની ભરતી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ બીજી ભરતી પ્રક્રિયા હાથ ધરાશે. વન રક્ષકની 334 જગ્યાઓ પર સીધી ભરતી કરાશે. વન વિભાગની અન્ય 775  જગ્યાઓ પર પણ ટૂંક સમયમાં ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

જનરલ કેટેગરી માટે પણ લીધો નિર્ણય

ઉપરાંત અગાઉ અરજી કરી હોય તે ઉમેદવારોની વર્તમાન વયને ધ્યાનમાં લીધા વિના માન્ય ગણવામાં આવશે. આ ઉપરાંત પણ જનરલ કેટેગરી માટે નિર્ણય કરવામાં આવ્યો છે.

ગુજરાતમાં વર્ષ 2018માં ત્રણ વર્ષ પહેલા અનિવાર્ય સંજોગોના કારણે મુલતવી રખાયેલી વન વિભાગની વનરક્ષક વર્ગ-3ની ભરતી પ્રક્રિયા ટૂંક સમયમાં શરુ કરવામાં આવશે. આ ભરતી પ્રક્રિયા અંગે વન મંત્રી કિરીટસિંહ રાણા દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. વનરક્ષકની વર્ગ-3ની કુલ 334 જગ્યાઓ માટે આગામી ટૂંક સમયમાં ભરતી કરવામાં આવશે. આ અંગે વન રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતુ કે કે, 334 જગ્યાઓની ભરતી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નવેસરથી ખાલી પડેલી જગ્યા ભરવા અંગેની સીધી ભરતીની તદ્દન નવી ભરતી પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવશે. જે ઉમેદવારોની વર્તમાન વયને ધ્યાનમાં લેવાનો અને આર્થિક રીતે નબળા અને જનરલ કેટેગરીના ઉમેદવારો આર્થિક નબળા વર્ગમાં પણ કોરોના વાયરસના કારણે અટકી ગયેલી ભરતી પ્રક્રિયાઓની યુવાનો દ્વારા આતુરતાથી રાહ જોવાઈ રહી છે ત્યારે વન વિભાગ હસ્તકની ભરતી પ્રક્રિયા ટૂંક સમયમાં લેવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. આ 334 જગ્યાઓની ભરતી પ્રક્રિયા હાથ ધરાયા બાદ નવેમ્બરથી ખાલી પડેલી નવી જગ્યાઓની સીધી ભરતીની તદ્દન નવી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે તેવું સરકારે જણાવ્યું છે. ત્રણ વર્ષ પહેલા પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી ત્યારે જે ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા તેઓ પણ આ પરીક્ષામાં જોડાઈ શકશે તેવો પણ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.

આર્થિક નબળા વર્ગની કેટેગરીનો લાભ મેળવવા માંગો છો ?


એટલે કે જે ઉમેદવારોએ અગાઉની વર્ષ 2018ની ભરતી પ્રક્રિયામાં ''સામાન્ય કેટેગરી"ના ઉમેદવાર તરીકે અરજી કરેલ હોય અને તેઓ જો "આર્થિક નબળાં વર્ગ" કેટેગરીનો લાભ મેળવવા માંગતા હોય તો તેઓ “ઓનલાઇન જોબ એપ્લીકેશન સિસ્ટમ” (OJAS) ઉપર આ વિગતો ભરવા માટે 10 દિવસનો સમય આપવામાં આવશે. જેમાં સામાન્ય કેટેગરીના ઉમેદવારો આર્થિક નબળા વર્ગની કેટેગરીનો લાભ મેળવવા માંગતા હોય તેઓએ સક્ષમ અધિકારીના આર્થિક નબળા વર્ગના પ્રમાણપત્રની વિગતો ઓનલાઈન જોબ એપ્લીકેશન સિસ્ટમ ઉપર અપલોડ કરવી પડશે.

આ પણ વાંચો : સ્માર્ટફોન ખરીદવા ખેડૂતોને સરકાર આપશે સહાય

આ પણ વાંચો : પશુધન માટે બજેટમાં 40 ટકાથી વધુનો વધારો જાહેર કરાયો છે : પુરુષોત્તમ રૂપાલા

Share your comments

Subscribe Magazine

More on News

More