આઈવીએફ એટલે કે વિટ્રોફર્ટિલાઈઝેશનથી ગર્ભધારણ કરતા પશુઓ માટે ગુજરાતની ભૂપેન્દ્ર ભાઈ પટેલની સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે, પોતાના આ નિર્ણયમાં રાજ્ય સરકાર પશુપાલકોને મોટી ભેટ આપી છે. વાત જાણો એમ કે રાજ્યના કૃષિ મંત્રીએ રાઘવજીભાઈ પટેલે એક સાક્ષતકાર દરમિયાન જણાવ્યું કે હવે પશુપાલકો બહોળા પ્રમાણમાં આઈવીએફ તકનીકનો ઉપયોગ કરી શકે છે. કેમ કે રાજ્ય સરકાર તેના માટે પ્રાયોજિત તબક્કે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને આણંદ જિલ્લાના પશુપાલકોને આઈવીએફ થકી પોતાના પશુઓને ગર્ભધારણ કરાવવા માટે સહાય પૂરી પાડશે. તેની શરૂઆત આ ચાર જિલ્લાઓથી કરવામાં આવશે, ત્યાર પછી તેને સમગ્ર રાજ્યમાં શરૂ કરવામાં આવશે. આ વાત કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલે એક સાક્ષતકાર થકી જણાવ્યું હતું.
પશુપાલકોને કેટલો ફાયદો થશે
આવનારા દિવસોમાં અન્ય જિલ્લાઓમાં પણ જરૂયિચાત મુજબ તેની જાહેરાત કરવામાં આવશે. રાજ્ય સરકારના નિર્ણયથી નિર્ણયથી પશુપાલકોને થતા 24 હજાર 780 રૂપિયાના ખર્ચ સામે ભારત સરકાર, ગુજરાત સરકાર અને જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંધ તેમજ ગુજરાત સહકારી દૂધ વિતરણ સંઘ લિમિટેડ તરફથી 19,980 રૂપિયાની સહાય આપવામાં આવશે. તેનું અર્થ એવું થયું કે આઈવીએફ થકી પશુઓને ગર્ભધારણ કરાવવા માટે હવે ખેડૂતોને ફક્ત 5 હજાર રૂપિયા ખર્ચ કરવું પડશે,બાકી બીજા પૈસા ચાર જગ્યાથી ખેડૂતોને આપવામાં આવશે, જેમાં રાજ્ય સરકાર, ભારત, સરકાર, ગુજરાત દૂધ ઉત્પાદક સંઘ અને જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંધનું સમાવેશ થાય છે. સાથે જ, ઓછી આનુવંશિકતા અને ઓછુ દૂધ ઉત્પાદન ક્ષમતા ધરાવતા પશુઓ વધુ કાર્યક્ષમ થશે.
Share your comments