વેદાંતા લિમિટેડ અને ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ જાયન્ટ ફોક્સકોને ગુજરાતમાં સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ અને ડિસ્પ્લે FAB મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થાપવા માટે ગુજરાત સરકાર સાથે સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા છે.
વેદાંતા આ પ્રોજેક્ટમાં રૂ. 1,54,000 કરોડનું રોકાણ કરશે. ગાંધીનગરમાં આયોજિત એક કાર્યક્રમમાં ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવની હાજરીમાં મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (એમઓયુ) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
અનિલ અગ્રવાલે ટ્વીટ કરીને જાણકારી આપી
વેદાંતના ચેરમેન અનિલ અગ્રવાલે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. તેણે પોતાના ટ્વિટર હેન્ડલ પર લખ્યું, 'ઐતિહાસિક પ્રસંગ. ગુજરાતમાં નવા વેદાંત-ફોક્સકોન સેમિકન્ડક્ટર પ્લાન્ટની સ્થાપના કરવામાં આવશે તેની જાહેરાત કરતાં આનંદ થાય છે. કંપનીનું 1.54 લાખ કરોડનું ઐતિહાસિક રોકાણ ભારતની આત્મનિર્ભર સિલિકોન વેલીને વાસ્તવિકતા બનાવવામાં મદદ કરશે.
પ્લાન્ટ સ્થાપવા માટે રૂ. 1,54,000 કરોડનું રોકાણ
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે બંને કંપનીઓ ગુજરાતમાં આ પ્લાન્ટ સ્થાપવા માટે રૂ. 1,54,000 કરોડનું રોકાણ કરશે. આ સુવિધાથી એક લાખ રોજગારીની તકો ઊભી થશે. આ પ્રસંગે બોલતા, તેમણે કહ્યું, “આ પ્રોજેક્ટ ભારતમાં મજબૂત મેન્યુફેક્ચરિંગ બેઝ બનાવવાના પીએમ મોદીના વિઝનને પૂર્ણ કરવામાં મદદ કરશે. આનાથી આપણી ઈલેક્ટ્રોનિક્સની આયાત ઘટશે અને આપણા લોકોને એક લાખ પ્રત્યક્ષ કુશળ રોજગારી મળશે.પટેલે કહ્યું કે રાજ્ય સરકાર આ માટે સંપૂર્ણ સહયોગ આપશે.
આ પણ વાંચો:નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેક્નોલોજી (NIFT) દમણની 18મી શાખા શરૂ થઈ
Share your comments