અમૂલ કોઈપણ રોયલ્ટી અથવા નફાની વહેંચણી વગર ફ્રેન્ચાઈઝી ઓફર કરી રહી છે. એટલું જ નહીં, અમુલની ફ્રેન્ચાઇઝી લેવાનો ખર્ચ પણ બહુ વધારે નથી. તમે 2 લાખથી 6 લાખ રૂપિયા ખર્ચ કરીને તમારો વ્યવસાય શરૂ કરી શકો છો.
જે તમે નૌકરી શોધી રહ્યા છો અને તમને તે મળતી નથી તો. અમે તમારા માટે એક એવું વેપારનો આઇડીયા લઈને આવ્યા છીએ, જેથી તમે ઓછા રોકાણમાં વધારો વળતર કમાવી શકો છો.. અમે જે તમને વેપાર બતાવવા જઈ રહ્યા છે, તે છે મોટી ડેરી કંપની અમૂલ સાથે કરારનો વેપાર. એમા તમે અમૂલ કંપની સાથે તેમનો પ્રોક્ટકનો કરાર કરવું પડશે, જેના માટે કંપની પોતાની ફ્રેંચાઈઝી આપી રહી છે.જેમા નાના રોકાણથી દરેક મહિના વધુ કમાણી કરી શકાય છે. કૃષિ જાગરણ ગુજરાતી તમને અમૂલની ફ્રેંચાઈઝી લેવાની સલાહ આપે છે કેમ કે અમૂલની ફ્રેંચાઈઝી લેવાથી નહીવત નુકસાનની સંભાવના છે.
બે લાખના રોકાણથી શરૂ કરશો વેપાર
અમૂલ કોઈપણ રોયલ્ટી અથવા નફાની વહેંચણી વગર ફ્રેન્ચાઈઝી ઓફર કરી રહી છે. એટલું જ નહીં, અમુલની ફ્રેન્ચાઇઝી લેવાનો ખર્ચ પણ બહુ વધારે નથી. તમે 2 લાખથી 6 લાખ રૂપિયા ખર્ચ કરીને તમારો વ્યવસાય શરૂ કરી શકો છો. વ્યવસાયની શરૂઆતમાં જ સારો નફો મેળવી શકાય છે. ફ્રેન્ચાઇઝી દ્વારા દર મહિને લગભગ 5 થી 10 લાખ રૂપિયા વેચી શકાય છે. જો કે, તે સ્થળ પર પણ આધાર રાખે છે.
કેવી રીતે મળી શકાય ફ્રેન્ચાઇઝી
અમૂલ બે પ્રકારના ધંધાઓ માટે ફ્રેન્ચાઇઝી આપે છે. પહેલી અમૂલ આઉટલેટ,અમુલ રેલવે પાર્લર અથવા અમૂલ ક્યોસ્કની ફ્રેન્ચાઇઝી અને બીજી અમૂલ આઈસ્ક્રીમ સ્કૂપિંગ પાર્લરની. બન્નેમાંથી જે તમને પહેલી ફ્રેન્ચાઇઝી ગમતી હોય તેમા તમે 2 લાખનો રોકાણ કરીને પોતાનો ધંધો શરૂ કરી શકો છો અથવા જે તમને બીજી ફ્રેન્ચાઇઝી ગમે છે તો તેમા તમે 5 લાખનો રોકાણ કરીને પોતાના ધંધાની શરૂઆત કરી શકો છો. સાથે જ આના માટે તમને 25 થી 50 હજાર રૂપિયાનો નોન-રિફન્ડેબલ બ્રાન્ડ સિક્યોરિટી તરીકે ચૂકવવા પડશે.
કેટલા મળે કમીશન
અમૂલ આઉટલેટ લેવા પર, કંપની અમૂલ ઉત્પાદનોની લઘુત્તમ વેચાણ કિંમત (MRP) પર કમિશન ચૂકવે છે. આમાં, એક દૂધના પાઉચ પર 2.5 ટકા, દૂધની બનાવટો પર 10 ટકા અને આઈસ્ક્રીમ પર 20 ટકા કમિશન મળે છે. અમૂલ આઈસ્ક્રીમ સ્કૂપિંગ પાર્લરની ફ્રેન્ચાઈઝી લેવા પર રેસીપી આધારિત આઈસ્ક્રીમ, શેક, પિઝા, સેન્ડવિચ, હોટ ચોકલેટ ડ્રિંક પર 50 ટકા કમિશન ઉપલબ્ધ છે. તે જ સમયે, કંપની પ્રી-પેક્ડ આઈસ્ક્રીમ પર 20 ટકા અને અમૂલ ઉત્પાદનો પર 10 ટકા કમિશન ચૂકવે છે.
પડશે આટલી જગ્યાની જરૂરત
જો તમે અમૂલ આઉટલેટ લો છો તો તમારી પાસે 150 ચોરસ ફૂટ જગ્યા હોવી જોઈએ. તે જ સમયે, અમૂલ આઈસ્ક્રીમ પાર્લરની ફ્રેન્ચાઈઝી માટે, ઓછામાં ઓછી 300 ચોરસ ફૂટ જગ્યા હોવી જોઈએ.
આવી રીતે કરો અપલાઈ
જે તમે અમૂલની આ ફ્રેન્ચાઇઝીમાં રોકાણ કરવા માંગો છો તો તેના માટે તમને retail@amul.coop પર પોતાની ડિટેલ્સ મેલ કરવી પડશે.સાથે જ વધુ માહિતી મેળવવા માટે http://amul.com/m/amul-scooping-parlours ની મુલાકાત લો.
Share your comments