દૂધના વધતા જતા ભાવથી દરેક વ્યક્તિ ચિંતિત છે. આ વર્ષે દિલ્હીમાં દૂધના ભાવમાં 3 થી 4 વખત વધારો કરવામાં આવ્યો છે. આ દરમિયાન અમૂલની એક જાહેરાતથી મોટી રાહત મળી છે.
અમુલ તરફથી લોકોને મોટી રાહત
ભારતના દરેક ઘરમાં તમને બીજુ કઈ જોવા મળે ન મળે પણ દુધ તો જરૂરથી જોવા મળશે, પરંતુ આ વર્ષે મોંઘવારીની એવી માર પડી છે કે દુધના ભાવમાં 4 વખત વધારો કરવો પડ્યો છે. તમને જણાવી દઈએ કે, દુધમાં છેલ્લો વધારો ગયા અઠવાડિયે જ નોંધાયો હતો. દરમિયાન, દેશની સૌથી મોટી દૂધ વિતરક અમૂલ (અમુલ દૂધ) એ લોકોને મોટી રાહત આપવાની વાત કરી છે. કંપનીના જણાવ્યા અનુસાર, અમૂલ દૂધની કિંમતો વધારવાની હાલમાં કોઈ યોજના નથી.
સંસ્થાના મેનેજિંગ ડિરેક્ટર (MD) RS સોઢીએ જણાવ્યું કે અમૂલ બ્રાન્ડ હેઠળ દૂધનું વેચાણ કરતી સહકારી સંસ્થા ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF)ની નજીકના ભવિષ્યમાં દેશમાં દૂધના ભાવમાં વધારો કરવાની કોઈ યોજના નથી. GCMMF મુખ્યત્વે ગુજરાત, દિલ્હી-NCR, પશ્ચિમ બંગાળ અને મુંબઈના બજારોમાં દૂધનું વેચાણ કરે છે. આ સહકારી સંસ્થા દરરોજ 150 લાખ લિટરથી વધુ દૂધનું વેચાણ કરે છે, જેમાંથી લગભગ 40 લાખ લિટર દૂધ દિલ્હી-એનસીઆરમાં વેચાય છે.
જાણો વધારા બાદ દુધના ભાવ
આ સપ્તાહની શરૂઆતમાં, મધર ડેરીએ ખર્ચમાં વધારાને ટાંકીને દિલ્હી-એનસીઆર માર્કેટમાં ફુલ-ક્રીમ દૂધના ભાવમાં લિટર દીઠ રૂ. 1 અને ટોકન દૂધના ભાવમાં રૂ. 2નો વધારો કર્યો હતો. હવે ફુલ ક્રીમ દૂધ 63 રૂપિયા પ્રતિ લીટરને બદલે 64 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયું છે. બીજી તરફ ટોકન વાળુ દૂધ 48 રૂપિયા પ્રતિ લીટરને બદલે 50 રૂપિયા પ્રતિ લીટરના ભાવે ઉપલબ્ધ છે. પરંતુ ફુલ ક્રીમ મિલ્કના 500 મિલી પેકની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
જ્યારે પૂછવામાં આવ્યું કે મધર ડેરીએ દૂધના ભાવમાં વધારો કર્યા પછી GCMMF પાસે દૂધના ભાવમાં વધારો કરવાની કોઈ યોજના છે, ત્યારે સોઢીએ કહ્યું, કે "નજીકના ભવિષ્યમાં કોઈ યોજના નથી." તેમણે વધુમાં જણાવ્યુ કે છેલ્લે ઓક્ટોબર 2015 માં છૂટક કિંમતમાં વધારો થયો ત્યારથી કોઈ વધારો થયો નથી. .
ઑક્ટોબરના મધ્યમાં, GCMMF એ અમૂલ ગોલ્ડ (ફુલ-ક્રીમ) અને ભેંસના દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ. 2નો વધારો કર્યો હતો. આ વૃદ્ધિ ચૂંટણીલક્ષી ગુજરાતને બાદ કરતાં અન્ય તમામ બજારોમાં થઈ છે. આ ભાવ વધારા બાદ અમૂલ ગોલ્ડની કિંમત 61 રૂપિયા પ્રતિ લીટરથી વધારીને 63 રૂપિયા પ્રતિ લીટર જ્યારે ભેંસના દૂધની કિંમત 63 રૂપિયાથી વધારીને 65 રૂપિયા પ્રતિ લીટર કરવામાં આવી છે.
જીસીએમએમએફે આ વર્ષે ત્રણ વખત દૂધના ભાવમાં વધારો કર્યો છે, જ્યારે મધર ડેરીએ ચાર વખત વધારો કર્યો છે. મધર ડેરી એ દિલ્હી-એનસીઆરમાં 30 લાખ લિટર પ્રતિ દિવસના વેચાણની માત્રા સાથે અગ્રણી દૂધ સપ્લાયર્સ પૈકી એક છે. જ્યારે ખાદ્યપદાર્થોનો ફુગાવો પહેલેથી જ ઊંચા સ્તરે છે ત્યારે દૂધના ભાવમાં વધારાથી સ્થાનિક બજેટ પર દબાણ આવ્યું છે.
મધર ડેરીએ ભાવ વધારા માટે ડેરી ખેડૂતો પાસેથી કાચા દૂધની ખરીદીના ખર્ચમાં થયેલા વધારાને કારણ બતાવ્યુ છે. તેના પ્રવક્તાએ કહ્યું, "આ વર્ષે, સમગ્ર ડેરી ઉદ્યોગમાં માંગ-પુરવઠામાં મોટો તફાવત જોવા મળી રહ્યો છે. "કંપનીએ જણાવ્યું હતું કે પશુઓના ખોરાકની કિંમતમાં વધારો થવાને કારણે કાચા દૂધની ઉપલબ્ધતા પર અસર પડી છે અને અનિશ્ચિત ચોમાસાને કારણે કાચા દૂધના ભાવ દબાણ હેઠળ છે." વિશ્વમાં સૌથી વધુ દૂધ ઉત્પાદક ભારતમાં દૂધનું ઉત્પાદન વાર્ષિક આશરે 210 મિલિયન ટન છે.
આ પણ વાંચો:કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં થશે 49420 રૂ. નો વધારો, સરકાર લેશે આ નિર્ણય
Share your comments