ગુજરાતના આણંદ સ્થિત દેશની સૌથી મોટી દૂધ ઉત્પાદન કરનાર અને ગુજરાતના પશુપાલકો તેમા પણ મહિલાઓને એક નવી ઓળખ આપનાર અમૂલે માર્કેટમાં ફરી એક વાર નવી પ્રોડક્ટ લોન્ચ કર્યો છે. અમૂલની આ નવી પ્રોડક્ટને સુપર મિલ્ક નામ આપવામાં આવ્યું છે અને તેને ખાસ કરીને શાકાહારી ખાનારાઓને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ કેરળના કોચીમાં યોજાઈ એક ડેરી કોન્ફરન્સમાં અમૂલે આ પ્રોડક્ટની જાહેરાત કરી હતી. અમૂલ સાથે સંકળાયેલા નિષ્ણાતો મુજબ આ હાઈ પ્રોટીન દૂધ છે અને તેનાથી દેશના આહારમાં પ્રોટીનની ઉણપને દૂર કરવામાં મદદ મળશે. ઉપરાંત, તે શાકાહારી ભોજન કરનાર લોકો માટે પણ વધુ સારો વિકલ્પ સાબિત થશે.
બાળકોને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું તૈયાર
અમુલના નિષ્ણાતો મુજબ આ સુપર મિલ્કને બાળકોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે. કેમ કે તે જોવામાં આવે છે કે સમાન્ય રીતે બાળકોએ દૂઘથી દૂર ભાગતા હોય છે, જેના કારણે તેમનામાં પ્રોટિનની ઉણપ જોવા મળે છે. તેથી કરીને તેમાં ચોકલેટ ફ્લેવર ભેળવામાં આવ્યું છે. જેથી બાળકોને અમૂલનું આ નવા પ્રોડક્ટ ગમશે અને તેઓ દૂધથી દૂર ભાગવાની જગ્યાએ તેના પાસે આવશે. આથી બાળકોમાં પ્રોટિનની ઉપણ તો દૂધ થશે સાથે જ વડીલોને પણ તેથી ઘણા ફાયદા થશે.
કોચીમાં એનડીડીબીએ કર્યો હતો આયોજન
તમણે વધુ માહિતી માટે જણાવી દઈએ કે જ્યાં આ દૂધની જાહેરાત કરવામાં આવી હતી, એટલે કે કેરળના કોચીમાં આયોજિત ઇન્ટરનેશનલ ડેરી ફેડરેશન કોન્ફરન્સનું આયોજન અને તેનો હોસ્ટ નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ એટલે કે એનડીડીબી દ્વારા કરવામાં આવ્યુ હતુ. ત્યાં પોતાના નવા પ્રોડક્ટ સુપર મિલ્ક વિશે જણાવતા અમૂલ કહ્યું હતુ કે 250 મિલીલીટરના હાઈ પ્રોટીનના દૂધના પેકમાં લગભગ 35 ગ્રામ પ્રોટીન હોય છે. ભલામણ કરેલ આહાર ભથ્થું ના 65 ટકા 225 કેલરી છે. ઉપરાંત પ્રોટીન દૂધને ચરબી અને લેક્ટોઝ મુક્ત બનાવવામાં આવ્યું છે. જાણકારોના મતે આ અમૂલ દૂધના એક પેકેટની કિંમત 100 રૂપિયાની આસપાસ રાખવામાં આવી છે.
ચિકન, મટન અને ઈંડામાં સૌથી વધુ પ્રોટીન હોય છે
ન્યુટ્રિશન એક્સપર્ટના મતે સૌથી વધુ પ્રોટીન ચિકન, મટન અને ઈંડામાં જોવા મળે છે. એક ઈંડામાં 13 ગ્રામ પ્રોટીન જોવા મળે છે. 100 ગ્રામ ચિકનમાં 27 ગ્રામ પ્રોટીન જોવા મળે છે. જ્યારે 100 ગ્રામ ઘેટાં અને બકરીના માંસમાં 25 ગ્રામ પ્રોટીન જોવા મળે છે. ખાસ વાત એ છે કે આટલું પ્રોટીન એક ઈંડામાં 6 રૂપિયામાં અને 100 ચિકન 25 રૂપિયામાં મળે છે. પરંતુ અહીં સૌથી મોટી સમસ્યા એ છે કે જેઓ નોન-વેજ નથી ખાતા તેઓ વધુમાં વધુ પ્રોટીનનું સેવન કેવી રીતે કરશે. તેથી કરીને આ દૂધને તૈયાર કરવામાં આવ્યું છે.
Share your comments