Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

અમિત શાહે ગુજરાતનાં મહેસાણામાં શ્રી ગોવર્ધનનાથજી મંદિરમાં દર્શન કર્યાં અને મંદિર પરિસરમાં વિવિધ કાર્યોનો શિલાન્યાસ કર્યો

શ્રી અમિત શાહે ગુજરાતનાં મહેસાણામાં આવેલી શેઠ જી સી હાઈસ્કૂલનાં 95 વર્ષ પૂર્ણ થવાનાં પ્રસંગે આયોજિત એક કાર્યક્રમને પણ સંબોધન કર્યું અને શાળાને શુભેચ્છા પાઠવી

Mihirkumar Jashubhai Parmar
Mihirkumar Jashubhai Parmar

શ્રી અમિત શાહે ગુજરાતનાં મહેસાણામાં આવેલી શેઠ જી સી હાઈસ્કૂલનાં 95 વર્ષ પૂર્ણ થવાનાં પ્રસંગે આયોજિત એક કાર્યક્રમને પણ સંબોધન કર્યું અને શાળાને શુભેચ્છા પાઠવી

અમિત શાહ
અમિત શાહ

વર્ષ 2014માં પ્રધાનમંત્રી બન્યા બાદ શ્રી નરેન્દ્ર મોદીજી નવી શિક્ષણ નીતિ લઈને આવ્યા, આ શિક્ષણ નીતિ ભારતને 25 વર્ષમાં વિશ્વનો નંબર વન દેશ બનાવવામાં મદદ કરશે

નવી શિક્ષણ નીતિમાં વિદ્યાર્થીઓનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ બને ત્યાં સુધી માતૃભાષામાં જ હોવું જોઈએ તેવી જોગવાઈ કરવામાં આવી છે

માતૃભાષામાં બોલવા અને વિચારવા ઉપરાંત નવી શિક્ષણ નીતિમાં માતૃભાષામાં તર્કશક્તિ, વિશ્લેષણ, સંશોધન અને મૌલિક ચિંતન પર પણ ભાર મૂકવામાં આવ્યો છે, જેથી ભારતમાં સંશોધન ક્ષેત્રે વધુને વધુ ભાર આપી શકાય

કેન્દ્રીય ગૃહ મંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, આગામી 5થી 7 વર્ષમાં સમગ્ર દેશમાં ભારતની માતૃભાષાઓમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ આપવાની વ્યવસ્થા ઊભી થઈ જશે

મધ્ય પ્રદેશમાં મેડિકલ કોર્સના પ્રથમ સેમેસ્ટરનાં ઘણાં પુસ્તકો હિન્દી ભાષામાં અનુવાદિત થયાં બાદ હવે ગુજરાતી, તેલુગુ, પંજાબી, ઉડિયા અને બંગાળી સહિત અનેક ભારતીય ભાષાઓમાં મેડિકલ અને અન્ય ઉચ્ચ શિક્ષણની શરૂઆત થશે

જ્યાં સુધી દેશનો નાગરિક પોતાની ભાષામાં વિચાર અને શિક્ષણની શરૂઆત નહીં કરે ત્યાં સુધી તે પોતાના માટે અને પોતાના દેશને માટે આદર અપાવી શકે નહીં

નવી શિક્ષણ નીતિમાં 5+3+3 અને 4 વર્ષની શિક્ષણની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે અને 10 વર્ષમાં આ માળખું સમગ્ર દેશમાં લાગુ થઈ જશે, આ સાથે જ 360 ડિગ્રી હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ કાર્યક્રમ પણ તૈયાર કરવામાં આવ્યો છે

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે ગુજરાતનાં મહેસાણામાં શ્રી ગોવર્ધનનાથજી મંદિરમાં દર્શન કર્યાં અને મંદિર પરિસરમાં વિવિધ કાર્યોનો શિલાન્યાસ કર્યો હતો. શ્રી અમિત શાહ મહેસાણાનાં પિલવાઈમાં શેઠ જી.સી. હાઈસ્કૂલનાં ૯૫ વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં પણ સામેલ થયા. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ તથા અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. ગૃહ મંત્રીએ ગાંધીનગરમાં મહુડી જૈન મંદિરમાં દર્શન પણ કર્યાં હતાં.

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ શેઠ જી.સી.હાઈસ્કૂલ ખાતે આયોજિત કાર્યક્રમને સંબોધતા જણાવ્યું હતું કે, 95 વર્ષથી કોઈ સંસ્થાને સુચારૂ અને સફળ રીતે ચલાવવાનો અર્થ એ થાય છે કે એ સંસ્થાને ખૂબ જ પવિત્ર ભાવનાથી અને શ્રેષ્ઠ રીતે ચલાવવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે, કોઈ પણ સંસ્થાને ચલાવવા માટે માત્ર ભાવના જ પૂરતી નથી, પણ તેમાં સતત પ્રયાસો, પરિશ્રમ અને તાલમેળ બેસાડવાની શક્તિ પણ બહુ જરૂરી છે. શ્રી શાહે જણાવ્યું હતું કે, આ શાળાના ટ્રસ્ટી મંડળે કોઈ પણ જાતના હસ્તક્ષેપ વિના 95 વર્ષ સુધી સફળતાપૂર્વક આ સંસ્થાનું સંચાલન કરીને 35000થી વધુ વિદ્યાર્થીઓનું જીવન સુધારવાનું કાર્ય કર્યું છે અને આનાથી મોટું પુણ્ય કાર્ય બીજું કોઈ ન હોઈ શકે.

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, આ શૈક્ષણિક સંસ્થાન 95 વર્ષના કાર્યકાળ દરમિયાન બે શૈક્ષણિક નીતિઓની સાક્ષી બની છે. પહેલી, અંગ્રેજોએ તૈયાર કરેલી શિક્ષણ નીતિ, જેમાં ગોખણપટ્ટીનું જ્ઞાન એ બૌદ્ધિક ક્ષમતાની નિશાની હતી. આ શિક્ષણ નીતિમાં વિચારો, સંશોધન, તર્કશાસ્ત્ર, વિશ્લેષણ, નિર્ણય શક્તિ, ન્યાય અને મનન દૂર દૂર સુધી દેખાતાં ન હતાં, જેનાં કારણે સમાજમાં ઘણા પ્રશ્નો ઊભા થતા જોવા મળતા હતા. તેમણે જણાવ્યું હતું કે, 2014માં દેશમાં એક બહુ મોટું પરિવર્તન આવ્યું હતું અને સમગ્ર દેશે શ્રી નરેન્દ્ર મોદીજીનાં નેતૃત્વમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને તેઓ દેશના પ્રધાનમંત્રી બન્યા હતા. શ્રી શાહે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી બન્યા પછી શ્રી નરેન્દ્ર મોદીજી નવી શિક્ષણ નીતિ લાવ્યા છે, આ શિક્ષણ નીતિ ભારતને 25 વર્ષમાં વિશ્વનો નંબર વન દેશ બનાવવામાં મદદરૂપ થશે. તેમણે કહ્યું કે નવી શિક્ષણ નીતિમાં ઘણા મૂળભૂત ફેરફારો કરવામાં આવ્યા છે અને સૌથી મોટો ફેરફાર માધ્યમિક સુધીનું શિક્ષણ ધીમે ધીમે માતૃભાષામાં આપવા માટે કરવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, માતૃભાષામાં બોલવા અને વિચારવા ઉપરાંત નવી શિક્ષણ નીતિમાં માતૃભાષામાં તર્કશક્તિ, વિશ્લેષણ, સંશોધન અને મૌલિક ચિંતન પર પણ ભાર મૂકવામાં આવ્યો છે, જેથી ભારતમાં સંશોધન ક્ષેત્રે વધુને વધુ ભાર આપી શકાય. તેમણે કહ્યું કે, કોઈ પણ વ્યક્તિ માટે પોતાની માતૃભાષામાં મૌલિક ચિંતન ખૂબ જ જરૂરી છે અને આ કામ દેશના નેતા અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કર્યું છે.

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, નવી શિક્ષણ નીતિમાં વિદ્યાર્થીઓનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ બને ત્યાં સુધી માતૃભાષામાં થાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહ મંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, આગામી 5થી 7 વર્ષમાં સમગ્ર દેશમાં ભારતની માતૃભાષાઓમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ આપવાની વ્યવસ્થા ઊભી થઈ જશે. આ સાથે જ ટેકનિકલ, મેડિકલ અને અન્ય ઉચ્ચ શિક્ષણના અભ્યાસક્રમોને ભારતીય ભાષાઓમાં અનુવાદિત કરવાનું કામ શરૂ થઈ ગયું છે. શ્રી શાહે જણાવ્યું હતું કે, મધ્ય પ્રદેશનાં ભોપાલમાં મેડિકલના પ્રથમ સેમેસ્ટરના કોર્સનાં ઘણાં પુસ્તકોનું હિન્દીમાં ભાષાંતર થયા બાદ ત્યાં હિન્દીમાં તબીબી અભ્યાસ શરૂ થઇ ગયો છે અને હવે ગુજરાતી, તેલુગુ, પંજાબી, ઉડિયા અને બંગાળી સહિત અનેક ભારતીય ભાષાઓમાં તબીબી અને અન્ય ઉચ્ચ શિક્ષણની શરૂઆત થશે.

એક મહાન સ્વાતંત્ર્ય સેનાનીનાં કથનને ટાંકીને કેન્દ્રીય ગૃહ પ્રધાને જણાવ્યું હતું કે "સ્વતંત્રતા મેળવ્યા પછી પણ, જો પરતંત્રતાની દુર્ગંધ આવ્યા કરશે, તો સ્વતંત્રતાની સુગંધ ફેલાઈ શકશે નહીં.". શ્રી શાહે જણાવ્યું હતું કે, જ્યાં સુધી દેશનો નાગરિક પોતાની ભાષામાં વિચારવાનું અને શિક્ષણની શરૂઆત નહીં કરે, ત્યાં સુધી તે પોતાને અને પોતાના દેશ માટે આદર અપાવી શકે નહીં. તેમણે કહ્યું કે નવી શિક્ષણ નીતિમાં 5 +3 +3 અને 4 વર્ષનાં શિક્ષણની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે અને 10 વર્ષની અંદર આ માળખું સમગ્ર દેશમાં લાગુ થઈ જશે. સાથે જ 360 ડિગ્રી હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ કાર્યક્રમ પણ તૈયાર કરવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, નવી શિક્ષણ નીતિમાં વોકેશનલ અને સ્કીલ એજ્યુકેશનની પણ મોટી ભૂમિકા છે અને 50 ટકાથી વધુ વિદ્યાર્થીઓને 10મું પાસ કરતા પહેલા કોઇ પણ પ્રકારના વોકેશનલ એજ્યુકેશન સાથે જોડીને સ્વરોજગારની દિશામાં આગળ વધારવામાં આ નવી શિક્ષણ નીતિ ખૂબ જ ઉપયોગી સાબિત થશે. શ્રી શાહે જણાવ્યું હતું કે, આ શિક્ષણ નીતિમાં ૬થી ૮, ૧૦ દિવસ બેગ-લેસ પિરિયડની પણ શરૂઆત કરવામાં આવી છે.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે, સરકાર આ નવી શિક્ષણ નીતિને લાગુ કરવાનું કામ એકલા હાથે ન કરી શકે, જેમાં શૈક્ષણિક સંસ્થાઓ, શિક્ષણવિદો, શિક્ષકો અને શિક્ષકોને તૈયાર કરનારાની પણ મહત્વની ભૂમિકા છે. તેમણે કાર્યક્રમમાં ઉપસ્થિત બાળકોને જણાવ્યું હતું કે, ઈશ્વરની પ્રાપ્તિ માટે પણ સખત પરિશ્રમ જરૂરી છે, તેથી જો બાળકો દરરોજ સવારે પરિશ્રમ કરવાના સંકલ્પ સાથે આગળ વધે તો જીવનમાં સફળતા મેળવતા તેમને કોઈ રોકી શકશે નહીં. શ્રી શાહે જણાવ્યું હતું કે, પોતાનાં માટે કઠોર પરિશ્રમ કરવાની સાથે-સાથે અન્ય માટે, દેશ માટે અને સમાજ માટે પણ પરિશ્રમ કરતા કોઇ અટકાવી શકતું નથી.

આ પણ વાંચો:એક રાષ્ટ્ર-એક રેશનકાર્ડથી ગરીબોને મળી રાહત - કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમર

Share your comments

Subscribe Magazine

More on News

More