Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

અમિત શાહે ગઈ કાલે ગુજરાતના અમદાવાદમાં કિસાન સંમેલનનુ સંબોધન કર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દાયકાઓથી પડતર નર્મદા યોજનાને પૂર્ણ કરી ગુજરાતમાં કચ્છ સુધી નર્મદાનું પાણી પહોંચાડવાનું ભગીરથ કાર્ય કર્યું છે

Mihirkumar Jashubhai Parmar
Mihirkumar Jashubhai Parmar
amit shah
amit shah

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દાયકાઓથી પડતર નર્મદા યોજનાને પૂર્ણ કરી ગુજરાતમાં કચ્છ સુધી નર્મદાનું પાણી પહોંચાડવાનું ભગીરથ કાર્ય કર્યું છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં ગુજરાત સરકાર ખેડૂતોના લાંબા સમયથી ચાલતા પ્રશ્નોનું નિરાકરણ લાવી રહી છે, આ કડીમાં નર્મદા કમાન્ડમાં ફતેવાડી, ખારીકટ અને નળકાંઠા વિસ્તારનાં 164 ગામોનો સમાવેશ કરીને સિંચાઈને લગતી સમસ્યા દૂર કરવામાં આવી છે

સિંચાઈની સમસ્યાથી પરેશાન 164 ગામના ખેડૂતોની 53215 હૅક્ટર જમીન સુધી નર્મદાનું પાણી પહોંચાડવાનું કામ કરવામાં આવ્યું છે, જેનો લાભ લાખો લોકોને મળશે

પ્રધાનમંત્રી મોદીએ છેલ્લાં 8 વર્ષમાં ખેડૂતોની આવક બમણી કરવા માટે ઘણી યોજનાઓ અમલમાં મૂકી છે, કૃષિ વીમાને વૈજ્ઞાનિક, લોકો માટે આકર્ષક અને સરળ બનાવવાનું કામ કર્યું છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે, ગુજરાતમાં લગભગ ત્રણ લાખથી વધુ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી છે

ગૃહ મંત્રીએ નળકાંઠાના યુવાનોને અનુરોધ કર્યો તેમનાં ગામમાં કુદરતી ખેતી કરતા ખેડૂતોનો અનુભવ જાણે

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે ગુજરાતના અમદાવાદમાં કિસાન સંમેલનને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ પોતાનાં સંબોધનમાં જણાવ્યું હતું કે, ઘણાં વર્ષોથી આ વિસ્તારનાં 164 ગામો સમગ્ર સિંચાઈ વ્યવસ્થાથી વંચિત રહ્યાં છે, પરંતુ આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં ગુજરાત સરકારે આ કડીમાં ફતેવાડી, ખારીકટ અને નળકાંઠા વિસ્તારનાં 164 ગામોને નર્મદા કમાન્ડમાં સમાવીને સિંચાઈને લગતી સમસ્યાનો અંત આણ્યો છે. હવે સિંચાઈની સમસ્યાથી પરેશાન 164 ગામના ખેડૂતોની 53215 હૅક્ટર જમીન સુધી નર્મદાનું પાણી પહોંચાડવાનું કામ કરવામાં આવ્યું છે, જેનો લાભ લાખો લોકોને મળશે. તેમણે જણાવ્યું હતું કે, હવે નર્મદાનું પાણી નહેર મારફતે આવશે અને ખેડૂતો આ 70 હજાર હૅક્ટર જમીન પર ત્રણ પેદાશોનું ઉત્પાદન કરી શકશે તો આ વિસ્તાર સમૃદ્ધિથી ભરપૂર બનશે.

Kisan Sammelan
Kisan Sammelan

અમિત શાહે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી જ નર્મદાનું પાણી ગુજરાતમાં અહીં સુધી લાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, અગાઉની સરકારોએ કોઇને કોઇ બહાને 1964થી નર્મદા યોજના અટકાવી રાખી હતી, પરંતુ નરેન્દ્ર મોદીજી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમણે સૌ પ્રથમ ગુજરાતના ભગીરથ તરીકે કામ કર્યું અને નર્મદા યોજનાને અમદાવાદ સુધી પહોંચાડવાનું કાર્ય કર્યું. શાહે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી મોદીએ છેલ્લાં 8 વર્ષમાં ખેડૂતોની આવક બમણી કરવા માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે. કૃષિ વીમાને વૈજ્ઞાનિક અને લોકો માટે આકર્ષક બનાવવા માટે એટલો સરળ બનાવ્યો કે સામાન્ય લોકો તેનો ઉપયોગ કરી શકે. નરેન્દ્ર મોદીજીએ દર વર્ષે નાના, મોટા અને સીમાંત ખેડૂતોનાં બૅન્ક ખાતામાં 6000 રૂપિયા સીધા જમા કરાવવાની વ્યવસ્થા કરી છે.

કેન્દ્રીય સહકારિતા મંત્રીએ જણાવ્યું હતું કે, અગાઉ યુરિયા કે ખાતરનાં કાળાબજાર થતાં હતાં અને ખેડૂતોને તેમનો હક મળતો ન હતો, પરંતુ મોદીએ નીમ કોટેડ યુરિયાની શરૂઆત કરીને ખાતરનાં કાળાબજારનો અંત આણ્યો હતો અને હવે તેઓ કુદરતી ખેતીને પણ પ્રોત્સાહન આપી રહ્યા છે. શાહે તમામ ખેડૂતોને કુદરતી ખેતી અપનાવવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં લગભગ ત્રણ લાખથી વધુ ખેડૂતોએ કુદરતી ખેતી અપનાવી છે. તેમણે કહ્યું કે એક ગાયથી 21 એકરની પ્રાકૃતિક ખેતી થાય છે અને યુરિયા, જંતુનાશકો વગેરે પર કોઈ ખર્ચ થતો નથી અને ઉત્પાદનમાં લગભગ સવા ગણો વધારો થાય છે. શાહે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશના ખેડૂતોને કુદરતી ખેતી તરફ વળવા માટે પ્રોત્સાહન આપી રહ્યા છે. ગૃહ મંત્રીએ નળકાંઠાના યુવાનોને અનુરોધ કર્યો હતો કે, તેઓ પોતાનાં ગામમાં કુદરતી ખેતી કરતા પાંચ-દસ પ્રગતિશીલ ખેડૂતો સાથે વાત કરે અને કુદરતી ખેતી અંગેના તેમના અનુભવો જાણે.

અમિત શાહે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સહકારિતા મંત્રાલય મારફતે ઘણી નવી શરૂઆત કરી છે. પ્રાથમિક સેવા સહકારી મંડળોમાં પહેલાં માત્ર ધિરાણ આપવાનું કામ થતું હતું, પરંતુ હવે તેઓ એફપીઓ તરીકે પણ કામ કરી શકશે. આ મંડળો હવે ગેસની એજન્સી લઈ શકશે, તેમને પેટ્રોલ પંપોમાં પણ અગ્રતા આપવામાં આવશે, પાણી વિતરણ અને પીસીઓની કામગીરી પણ કરી શકશે. આવાં અનેક કામોને પ્રધાનમંત્રી મોદીએ પ્રાથમિક સેવા સહકારી મંડળો અંતર્ગત જોડવાનું કામ કર્યું છે. તેમણે કહ્યું કે, "ટૂંક સમયમાં અમે એક નવી મલ્ટિસ્ટેટ કો-ઓપરેટિવ સોસાયટી બનાવવા જઈ રહ્યા છીએ જે એક્સપોર્ટ હાઉસની જેમ કામ કરશે અને ખેડૂતોનાં ઉત્પાદનોની નિકાસ કરશે અને નફો ખેડૂતનાં બૅન્ક ખાતામાં જશે." આ ઉપરાંત પ્રાકૃતિક ખેતી માટે માર્કેટિંગ, સર્ટિફિકેશન અને ટેસ્ટિંગની કોઈ વ્યવસ્થા નથી, માટી અને તેની ઊપજ બંનેની યોગ્ય ચકાસણી થાય અને અમૂલ સાથે તેનું બ્રાન્ડિંગ થાય, એવી સહકારી મંડળી બનાવવાની દિશામાં પણ અમે આગળ વધી રહ્યા છીએ.

આ પણ વાંચો:અમિત શાહે આજે ગુજરાતના સાણંદમાં 350 પથારીવાળી ESIC હોસ્પિટલનું ભૂમિપૂજન કર્યું હતું

Share your comments

Subscribe Magazine

More on News

More