અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ 2022-23નું સુધારા સાથેનું બજેટ સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન હિતેશ બારોટે રજૂ કર્યું હતું. ભાજપના સત્તાધીશોએ રૂપિયા 696 કરોડના સુધારા સાથે રૂપિયા 8807 કરોડનું બજેટ રજૂ કર્યું છે.
પ્રોપર્ટી ટેક્સમાં 25 ટકા માફી
મ્યુનિસિપલ કમિશનરે રૂ.8111 કરોડનું ડ્રાફ્ટ બજેટ મ્યુનિસિપલ કમિશનરે મૂક્યું હતું. વિધાનસભા ચૂંટણીના વર્ષને ધ્યાનમાં રાખીને આ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. જેમાં મુખ્યત્વે પ્રોપર્ટી, કોનઝરવનસી અને વોટર ટેક્સમાં કોઈ વધારો કરાયો નથી. વર્ષ 2022-23માં અમદાવાદ શહેરના 70 ચોરસમીટર સુધીના ક્ષેત્રફળ ધરાવતા રહેણાંક મિલકતોને પ્રોપર્ટી ટેક્સમાં 25 ટકા માફી આપવાની જાહેરાત કરવામાં આવી છે.
રેવન્યુ ખર્ચ માટે કમિશનરે રજૂ કરેલા 4,240 કરોડની રકમમાં 464 કરોડ અને વિકાસના કામો માટે ફાળવેલી 3,871 કરોડની રકમમાં 231.54 કરોડના વધારા સાથે કુલ 8,807 કરોડનું બજેટ રજૂ કર્યુ છે.આ વર્ષમાં વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી દિવા સ્વપ્ન સમાન રજૂ કરવામાં આવેલા બજેટમાં શહેરમાં 70 ચોરસ મીટર સુધીના બાંધકામવાળી 12.50 લાખ મિલકતના ધારકોને એક વર્ષ માટે પ્રોપર્ટી ટેકસમાં 25 ટકા સુધીની રાહત આપવાની જાહેરાત કરવામાં આવી છે.આ નિર્ણયથી મ્યુનિસિપલ કોર્પોરેશનની તિજોરીની આવકમાં 24.50 કરોડનો ઘટાડો થશે.જયારે નવા વિસ્તારોમાં કરમાં રાહત આપવાથી મ્યુનિસિપાલિટીની આવકમાં 12 કરોડનો ઘટાડો થશે.
સ્ટેન્ડિંગ કમિટીએ રજૂ કરેલી મહત્વની દરખાસ્તો
- મકરબાથી કોર્પોરેટર રોડ અને એસજી હાઇવેને જોડતો ચાર લેન રેલવે ઓવરબ્રિજ બનશે
- રામદેવનગરથી ઈસ્કોન ક્રોસ રોડ અંડરબ્રિજ બનશે.
- હાથીજણ ગામથી વિવેકાનંદનગરને જોડતો બે લેન માઇનર રિવરબ્રિજ બનશે
- સારંગપુર અને કાલુપુર રેલવે ઓવરબ્રિજ પોહળો કરવામાં આવશે
- જુદા જુદા તળાવોમાં ડ્રેનેજનું પાણી શુદ્ધ કરી અને તેમાં મીની STP ઉભા કરશે.
- ગ્યાસપુર ખાતે મૃત પશુઓ માટે સીએનજી ભઠ્ઠી બનાવશે
- નરોડા વોર્ડમાં હંસપુરા, સરદારનગર, ગોમતીપુરમાં અજિતમિલ પાસે, સરસપુર- રખિયાલમાં રેવાભાઈ ગાર્ડન પાસે નવા ઓપન પાર્ટીપ્લોટનુ નિર્માણ કરાશે
- ચાંદખેડા વોર્ડમાં સીએનજી ભઠ્ઠી સાથે સ્મશાનનો વિકાસ
- ચાંદખેડામાં રમતગમત મેદાન બનશે
- વર્ષ 2022-23ના વર્ષમાં નગરજનો ઉપર વધારાનો આર્થિક બોજ ન પડે તે હેતુથી પ્રોપર્ટી ટેક્ષનાં દરોમાં ડ્રાફ્ટ બજેટમાં સુચવેલ દરો સને 2021-22ના મ્યુ. પ્રોપર્ટી ટેક્ષ-કોન્ઝરવન્સી ટેક્ષ તથા વોટર ટેક્ષના દરો યથાવત
- તમામ ઈલેકટ્રીક વાહનોને વાહન વેરામાં 100% રાહત આપવાનું ઠરાવવામાં આવે છે
- 70 ચો.મી. સુધીના રહેણાંકની તમામ મિલ્કતોમાં વર્ષ 2022-23 માં 25% ટેક્ષ માફી આપવાનું ઠરાવવામાં આવે છે
- અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાંથી પસાર થતી ફતેહવાડી કેનાલ પર જુદી જુદી જગ્યા પર આવેલ જુના જર્જરીત થયેલ નાળાની જગ્યા ઉપર નવા બોક્ષ કલ્વર્ટ હયાત રોડ ની પહોળાઈ મુજબ બનાવશે
- હયાત જુના પાઇપ કલ્વર્ટને રોડની પહોળાઇ મુજબ પહોળા કરવામાં આવશે
- ઓઢવ વોર્ડ, સરખેજ વોર્ડ અને જરૂરીયાત મુજબ અન્ય વોર્ડમાં સર્વે કરી નવી ઓવર હેડ ટાંકી બનાવાશે
- શહેરના નવા પશ્ચિમ વિસ્તારના વરસાદી પાણીના નિકાલ માટે નવા પશ્ચિમ ઝોનનાં વિવિધ વોર્ડ માટે ગોતા ગોધાવી કેનાલને જોડતું સ્ટોર્મ વોટર લાઈનનું નેટવર્ક તૈયાર કરવામાં આવશે
- સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી યોજના (70:20:10) અનુસાર ખાનગી સોસાયટીઓમાં જનભાગીદારીથી થતા કામો માટે રૂ. 10 કરોડની જોગવાઈ
- ઉત્તરઝોનના ઠક્કરબાપાનગર વોર્ડમાં નવું વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશન બનાવાશે
- અમદાવાદ શહેરના જુદા જુદા ઝોનમાં શહેરીજનોની પાણીની સમસ્યાના નિરાકરણ માટે અન્ડર ગ્રાઉન્ડ ટાંકીઓ બનાવાશે
- નવ હદ વિસ્તારમાં સમાવેશ થયેલા નવા વિસ્તારો બોપલ-ઘુમા, ચિલોડા, કઠવાડા સહિતના વિસ્તારોમાં માળખાગત સુવિધાઓ પુરી પાડવામાં આવશે
- બાપુનગર વોર્ડમાં શ્રીજી વિદ્યાલયની પાછળ આવેલી પાણીની ટાંકીની સ્ટોરેજ કેપેસીટી વધારવામાં આવશે
- શહેરના પૂર્વ ભાગમાં નવો અદ્યતન ટેકનોલોજી વાળો હોટમીક્ષ પ્લાન્ટ બનાવાશે
- લાલદરવાજા વિસ્તારમાં હયાત વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશનની કેપેસીટી વધારવામાં આવશે
- ડ્રેનેજ લાઇન સાફ કરવા 4 નંગ નવા સુપર સકર મશીન તેમજ 4 નંગ નવા કમ્બાઇન્ડ મશીન ખરીદવામાં આવશે
- શહેર કોટ વિસ્તારમાં પોલ્યુશનનાં પ્રશ્નોના નિરાકરણ માટે પાણીની પાઈપ લાઈનો તથા ડ્રેનેજ લાઈનો બદલવામાં આવશે
- અમદાવાદમાં નવા સમાવેશ થયેલ વિસ્તારોના ગામતળ વિસ્તારમાં માળખાગત સુવિધાઓ વધારાશે
- શહેરના વિવિધ સીટી એન્ટ્રીના માર્ગ ઉપર આવેલ ટ્રાફીક સર્કલ, આઇલેન્ડને થીમ બેઇઝ ડેવલપમેન્ટ કરાશે
- AMC હસ્તકના અ.મ્યુ. કો.ની બિલ્ડીંગો ઉપર હાલમાં હયાત 1 મેગા વોટ સોલાર એનર્જી ઉત્પાદનમાં વધારો કરી ચાલુ વર્ષમાં વધુ 3થી 5 મેગાવોટ સોલાર એનર્જી ઉત્પાદન કરવામાં આવશે આ પણ વાંચો : ઘરના ધાબા પર જ બનાવ્યું ખેતર, વ્યકિતની છે હવે લાખોની કમાણી
આ પણ વાંચો : કૃષિ ક્ષેત્રે આશીર્વાદરૂપ છે મહિલા સંચાલિત કૃષિ ઉપકરણો
Share your comments