ગુજરાત સરકારના ૭ લાખના MOU
રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ કહું કે મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે 10મીથી 12મી જાન્યુઆરી દરમિયાન યોજાનારી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પહેલા, ગુજરાત સરકારે આજે એક જ દિવસમાં રૂ. 7.17 લાખ કરોડના રોકાણ માટે મોટી કંપનીઓ સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે. ગુજરાત માટે આ એક ઐતિહાસિક સિદ્ધિ છે. વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ રાજયને ખુબજ અસરકાર માનવા માં આવી રહ્યું છે. વિદેશ રોકાણથી નવી રોજગારી અને નવા આયામો શિખર સર કરી બીજા રાજય માટે પ્રેરણા રૂપી બની શકે છે,
રાજ્ય સરકારની 'ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ' નીતિ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ છેલ્લા બે દાયકામાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું સફળ આયોજન તેમજ રાજ્ય સરકારની 'ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ' નીતિને કારણે આજે વિશ્વભરના રોકાણકારો રોકાણ માટે ગુજરાતને પસંદ કરી રહ્યા છે. તેના સુખદ પરિણામરૂપે આજે એક જ દિવસમાં આટલી મોટી રકમના વિક્રમી એમઓયુ સાઈન થયા છે.
ગુજરાત માટે આ એક ઐતિહાસિક સિદ્ધિ છે. વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ રાજયને ખુબજ અસરકાર માનવા માં આવી રહ્યું છે. વિદેશ રોકાણથી નવી રોજગારી અને નવા આયામો શિખર સર કરી બીજા રાજય માટે પ્રેરણા રૂપી બની શકે છે,
કયા ક્ષેત્રે થશે ફાયદો જાણો
આ રોકાણો ઇલેક્ટ્રિક વાહનો, કૃષિ અને ફૂડ પ્રોસેસિંગ, ઓટોમોબાઇલ, બાયોટેકનોલોજી, સિમેન્ટ, રસાયણો અને પેટ્રોકેમિકલ્સ, બંદરો, શિક્ષણ, એન્જિનિયરિંગ, આરોગ્ય અને ફાર્માસ્યુટિકલ્સ, આઇટી અને આઇટીઇએસ, નવીનીકરણીય ઊર્જા, લોજિસ્ટિક્સ, તેલ અને ગેસ વગેરે સહિતના વિવિધ ક્ષેત્રોમાં આવશે. . આનાથી 3.70 લાખથી વધુ પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની તકો ઉભી થવાની સંભાવના છે. કૃષિ ક્ષેત્રે વધુ વેગ મળશે તો નાના સીમાડાના ખેડૂતોને પણ ફાયદો થશે, જેથી કૃષિ ક્ષેત્રે ટેક્નોલોજી માં સુધાર થશે અને સાથે વધુ માં વધુ લોકો પોતાના કાર્યને સરળતા થી કરી શકશે.
આ પણ વાંચો : Plumbing Conference, Gujarat : અમદાવાદ ખાતે આયોજિત 29મી પ્લમ્બિંગ કોન્ફરન્સ અને એક્ઝિબિશન
Share your comments