Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

Plumbing Conference, Gujarat : અમદાવાદ ખાતે આયોજિત 29મી પ્લમ્બિંગ કોન્ફરન્સ અને એક્ઝિબિશન

વોટર સપ્લાય સિસ્ટમ, ડ્રેનેજ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ જેવા ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર મહાનુભાવોને સન્માનિત કર્યાં,

Harsh Jitendra Rathod
Harsh Jitendra Rathod
29મી પ્લમ્બિંગ કોન્ફરન્સનો શુભારંભ
29મી પ્લમ્બિંગ કોન્ફરન્સનો શુભારંભ

રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા ઈન્ડિયન પ્લમ્બિંગ એસોશિયેશન દ્વારા અમદાવાદ ખાતે આયોજિત 29મી પ્લમ્બિંગ કોન્ફરન્સ અને એક્ઝિબિશનનો શુભારંભ કરવા માં આવ્યો હતો. આ પ્રસંગે વોટર સપ્લાય સિસ્ટમ, ડ્રેનેજ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ જેવા ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર મહાનુભાવોને સન્માનિત કર્યાં. પાણી એ અત્યંત અગત્યનું કુદરતી સંસાધન છે.

સમય સાથે સંસાધનોની જરૂરિયાત ઉભી થતી હોય છે. જેનો વિવેકપૂર્ણ ઉપયોગ થાય એ આજના સમયની તાતી જરૂરિયાત છે. એટલે જ, હવે નવા બિલ્ડીંગ્સનું નિર્માણ પર્યાવરણ સંરક્ષણને ધ્યાને રાખીને થાય એ ખૂબ જરૂરી છે.

29મી પ્લમ્બિંગ કોન્ફરન્સ, મુખ્યમંત્રી  (ભુપેન્દ્ર પટેલ )
29મી પ્લમ્બિંગ કોન્ફરન્સ, મુખ્યમંત્રી (ભુપેન્દ્ર પટેલ )

બિલ્ડીંગ્સનું નિર્માણ થાય ત્યારે અને ત્યારબાદ તેમાં પાણી ને Reduce, Reuse અને Recycle કરવાની જરૂર છે. આ ત્રિદિવસીય કોન્ફરન્સમાં “નેટ ઝીરો વોટર ઈન બિલ્ટ એન્વાયર્મેન્ટ” ની થીમ સાથે આ તમામ પાસાઓ પર વિચારવિમર્શ થશે, જે આવનાર સમયમાં દેશમાં ગ્રીન બિલ્ડીંગ્સના નિર્માણમાં ખૂબ ઉપયોગી બની રહેશે.

29મી પ્લમ્બિંગ કોન્ફરન્સ
29મી પ્લમ્બિંગ કોન્ફરન્સ

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશવાસીઓને પાણીને પ્રસાદની જેમ વાપરીને પાણીનું એક-એક ટીપું બચાવવાનો આગ્રહ કર્યો છે, ત્યારે આપણે સૌ રોજિંદા જીવનમાં પાણી બચાવવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરીએ અને આવનારી પેઢીઓને જળસંકટથી બચાવીએ એવી અપીલ રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તરફ થી કરવા માં આવી. જેથી કરી આવનાર સમય માં પાણીની અછત ના સર્જાય.  

આ પણ વાંચો : Gujarat Ravi Krishi Mohotsav - 2023 મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં દસ્ક્રોઇ તાલુકાના પીરાણા ખાતેથી રાજ્યવ્યાપી ‘રવિ કૃષિ મહોત્સવ – 2023’નું ઉદ્ઘાટન

Share your comments

Subscribe Magazine

More on News

More