રાજસ્થાનના પાટનગર જયપુર ખાતે આયોજિત ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટમાં ચીફ ગેસ્ટ તરીકે કેંદ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે હાજરી આપી હતી. ત્યાં પોતાની વાત રજૂ કરતા તેમણે કૃષિ ક્ષેત્રને દેશની અર્થવ્યવસ્થા માટે એક મોટો ફાળો ગણાવ્યું. તેમણે કહ્યું કે કૃષિ ક્ષેત્ર ભારતીય અર્થતંત્રની કરોડરજ્જુ છે અને ખેડૂતો તેની આત્મા છે. કૃષિ મંત્રી કહ્યું કે કેંદ્ર સરકાર દ્વારા કૃષિ ક્ષેત્રમાં ઝડપથી રોકાણ કરવામાં આવી રહ્યો છે. અમે ખેડૂતોને સારી ગુણવત્તાના બિયારણ આપવા તેમજ તેમની આવક વધારવાની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યા છીએ. તેમણે કહ્યુ કે સરકારનો લક્ષ્ય ભારતને ફૂડ બાસ્કેટ ઓફ ધ વર્લ્ડ બનાવવાનો છે. તેના સાથે જ તેઓ જાહેરાત કરતા જણાવ્યું કે રાજસ્થાનના ગરીબ ભાઈ-બહેનો માટે 3.41 લાખ મકાનો બનાવવામાં આવશે.
ભારતનની અર્થવ્યવસ્થામાં કૃષિ ક્ષેત્રની મહત્વની ભૂમિકા
વર્ષ 2028 સુધી ભારતને ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવાનું સંકલ્પ મોદી સરકારે લીઘું છે. તેના ઉપર ભાર મુકતા કૃષિ મંત્રીએ કહ્યું કે આજે ભારત 5મીં સૌથી મોટી અર્થવ્યવસ્થા છે,જેમાં કૃષિ ક્ષેત્રએ મોટી ભૂમિકા ભજવી છે અને ભારતને ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવામાં પણ કૃષિ ક્ષેત્ર મોખરે રહેશે. તેમણે કહ્યં કે ભારત સરકાર દરેક રાજ્ય સરકાર સાથે ભેગા મળીને કૃષિ ક્ષેત્રના વિકાસ માટે ખૂબ જ ગંભીરતાથી કામ કરી રહી છે.
ગૌ આધારિત ખેતી પર ભાર
ગુજરાતના ખેડૂતોની જેમ સમગ્ર ભારતના ખેડૂતોને ગૌ આધારિત ખેતી તરફ આગળ ધપાવા માટે કેંદ્ર સરકાર પ્રયાસરત છે. તેમણે કહ્યું કે હાલમાં જ હિમાચલ પ્રદેશના 35 હજારથી પણ વધુ ખેડૂતોએ એક સાથે રાસાયણિક ખેતી છોડીને ઓર્ગેનિક ખેતી તરફ વળ્યા છે, જો કે અમારા માટે ગૌરવની વાત છે. તેમણે કહ્યું કે હવે દેશમાં મોટા ભાગે રાસાયણિક ખાતર વિના ખેતી કરવામાં આવી રહી છે.
ઉદ્યોગકારોએ ખેતીમાં રોકાણ કરવું જોઈએ
કૃષિ મંત્રીએ કહ્યું કે વડાપ્રધાનના નેતૃત્વમાં કૃષિ અને સંબંધિત ક્ષેત્રોમાં સાથે મળીને કામ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તો વિચારો, આપણે કઈ રીતે જુદી જુદી વસ્તુઓ બનાવી શકીએ અને તેને આપણા દેશમાં અને દુનિયામાં કેવી રીતે વેચી શકીએ? અમે વિશ્વને એવી જ ખવડાવીશું જે રીતે અમે કોરોના દરમિયાન વિશ્વને રસી આપી હતી. ફળો, શાકભાજી અને તેમાંથી બનાવેલ ઉત્પાદનો આખી દુનિયામાં જશે. રોકાણકારોને અપીલ કરતાં તેમણે કહ્યું કે તેઓએ આગળ આવું જોઈએ અને કૃષિ ક્ષેત્રમાં રોકાણ કરવું જોઈએ.
આ પણ વાંચો:વૈજ્ઞાનિકોએ વિકસાવી ફૂલકોબીની નવી જાત, ઓછા ખર્ચે આપશે વધુ ઉત્પાદન
Share your comments