Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

કોંગ્રેસના પ્રશ્ન પર કૃષિ મંત્રીનું વળતો જવાબ, કહ્યું તમારા તો ડીએનેએ જ ખેડૂત વિરોધી છે તમે શું....

અત્યારે સંસદનું મોનસૂન સત્ર ચાલી રહ્યું છે. જેમાં સત્તાપક્ષ અને અપક્ષ એક બીજા પર આક્ષેપ કરી રહ્યા છે. એજ સંદર્ભમાં કૃષિના ક્ષેત્રને લઈને પણ અપક્ષ તરફતી પ્રશ્નો પૂછવામાં આવી રહ્યા છે. જેને લઈને કેન્દ્ર સરકાર તરફતી પણ અપક્ષને તેમના પ્રશ્નનોનું વળતો જવાબ આપવામાં આવી રહ્યો છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
ફોટો-સોશિયલ મીડિયા
ફોટો-સોશિયલ મીડિયા

અત્યારે સંસદનું મોનસૂન સત્ર ચાલી રહ્યું છે. જેમાં સત્તાપક્ષ અને અપક્ષ એક બીજા પર આક્ષેપ કરી રહ્યા છે. એજ સંદર્ભમાં કૃષિના ક્ષેત્રને લઈને પણ અપક્ષ તરફતી પ્રશ્નો પૂછવામાં આવી રહ્યા છે. જેને લઈને કેન્દ્ર સરકાર તરફતી પણ અપક્ષને તેમના પ્રશ્નનોનું વળતો જવાબ આપવામાં આવી રહ્યો છે. આજે પણ ખેડૂતોના મુદ્દાને લઈને રાજ્યસભામાં કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યો હતો. તેમણે રાજ્યસભામા કોંગ્રેસ પર હુમલા કરતાં કહ્યું કે કોંગ્રેસના ડીએનએ ખેડૂત વિરોધી છે. આ આજની વાત નથી. કોંગ્રેસની પ્રાથમિકતાઓ શરૂઆતથી જ ખોટી રહી છે. તેમણે કહ્યું કે હું દેશના પ્રથમ વડા પ્રધાન પં. જવાહરલાલ નેહરુના સન્માન કરું છું, પરંતુ તેમણે ખેતીને લગતી ભારતીય પરંપરાનું પાલન કર્યું નથી. તેઓ રશિયા ગયા અને ત્યાં એક મોડેલ જોયું અને ભારત આવીને ખેતીમાં એજ મોડલ વાપરવાની સલાહ આપી દીધી. પરંતુ તેનું ફાયદા શું થયું જ્યાર સુધી તેઓ દેશના વડા પ્રધાન રહ્યા ત્યાર સુધી દેશના લોકોને અમેરિકાથી આયાત કરવામાં આવેલ સડેલા લાલ ઘઉઁ પીએલ 480 ખાવાની ફરજ પડી હતી.

ઈન્દિરા ગાંધીને લઈને પણ કર્યો પ્રહાર

રાજ્યસભામાં અપક્ષના પ્રશ્નનોનું જવાબ આપતા કૃષિ મંત્રીએ જવાહરલાલ નેહરું પછી ઇન્દિરા ગાંધીનું પણ નામ લીધું. તેમણે કહ્યું જ્યારે તેઓ વડા પ્રધાન હતા, ત્યારનું સમય મને યાદ છે, ત્યારે હું યુવાન હતું. ઈંદિરાજીના સમયમાં ખેડૂતોને વસૂલાત કરવાની ફરજ પડી હતી. બે ક્વિન્ટલ હોય તો પણ એક ક્વિન્ટલ આપો અને જાઓ. વધુમાં તેમણે કહ્યું કે રાજીવ ગાંધીએ કૃષિ નીતિ વિશે ચોક્કસપણે વાત કરી હતી, પરંતુ તેમણે પણ ખેડૂતોની આવક વધારવા માટે કોઈ અર્થપૂર્ણ પગલું લીધું ન હતું. નરસિમ્હા રાવની સરકાર આવી ત્યારે પણ ડૉ.મનમોહન સિંહ નાણામંત્રી હતા. પરંતુ તે સમયે પણ ખેતીને લગતા ઉદ્યોગોને ડી-લાઈસન્સ આપવામાં આવ્યા ન હતા. કારણ કે પ્રાથમિકતા ખોટી હતી.

નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશને આશા અને વિશ્વાસથી ભરી દીધો

નર્સિમ્હા રાવની સરકાર પછી કૃષિ મંત્રીએ 2004 થી 2014 વચ્ચે ભારત પર શાસન કરનાર મનમોહન સિંહની સરકાર પર પણ આકરા પ્રહાર કરતાં કહ્યું કે હવે તેમની સરકારની અમારે શું વાત કરવી. બધાને ખબર જ છે કે ત્યારનો સમય દેશમાં કૌભાંડીઓના સમય હતું અને ભારત વિશ્વમાં કૌંભાડીઓના દેશ તરીકે જાણીતું હતું. ત્યાર પછી આવી નરેન્દ્ર મોદીજીની સરકાર, જેમણે આખા દેશને આશા અને વિશ્વાસથી ભરી દીધો. કોંગ્રેસની ખોટી પ્રાથમિકતાઓને મોદી સરકારે બદલાવાનું કામ કર્યું છે.

ખેતી માટે આમારી 6 પ્રાથમિકતા

તેમણે જણાવ્યું કે ખેતી માટે અમારી છ પ્રાથમિકતાઓ છે. નંબર એક- ઉત્પાદન વધારવું, નંબર બે- ઉત્પાદન ખર્ચ ઘટાડવો, નંબર ત્રણ- ઉત્પાદનની યોગ્ય કિંમત આપવી, નંબર ચાર- કુદરતી આપત્તિમાં યોગ્ય માત્રામાં રાહત આપવી, નંબર પાંચ- કૃષિનું વૈવિધ્યકરણ અને નંબર છ- કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવું.  ભાજપ સરકાર અને એનડીએ સરકાર ખેતી માટે રોડમેપ બનાવીને કામ કરી રહી છે. વિપક્ષના લોકો કહી રહ્યા છે કે કૃષિ બજેટમાં ઘટાડો કરવામાં આવ્યો છે. તેથી, હું કહેવા માંગુ છું કે 2013-14માં કૃષિ માટેનું બજેટ માત્ર 27,663 કરોડ રૂપિયા હતું. જ્યારે 2024-25માં તે વધીને 1,32,470 કરોડ રૂપિયા થઈ ગયો. આ બજેટ માત્ર કૃષિ વિભાગ માટે છે. જો પશુપાલન, ડેરી અને મત્સ્યઉદ્યોગનું બજેટ આમાં ઉમેરવામાં આવે તો તે 1,52,000 કરોડ રૂપિયા બની જાય છે. આ બજેટ સિવાય 1,75,446 કરોડ રૂપિયાની ખાતર સબસિડી પણ છે.

ઉત્પાદન વધારવું હોય તો સિંચાઈની સુવિધા વધારવી પડશે.

જો ઉત્પાદન વધારવું હોય તો પ્રથમ પ્રાથમિકતા ખેડૂતોના સૂકા ખેતરોને પાણી આપવાની રહેશે. આ કરવું પડશે. કોંગ્રેસે સિંચાઈ માટે પૂરતું કામ કર્યું નથી. જો મધ્યપ્રદેશની જ વાત કરીએ તો કોંગ્રેસ સમયમાં માત્ર 7.5 લાખ હેક્ટરમાં જ સિંચાઈની સુવિધા હતી. અમારી સરકાર આવી ત્યારે અમે 47.5 લાખ હેક્ટરને સિંચાઈની સુવિધા આપી હતી. તેથી વધુ વિસ્તારવા માટે કામ ચાલી રહ્યું છે. જ્યારે દિગ્વિજય સિંહ એમપીના સીએમ હતા. પછી પૂછવામાં આવ્યું કે શું નર્મદા જીને શિપ્રા નદી સાથે જોડી શકાય? પછી તેણે ના પાડી. પરંતુ અમે સિંચાઈ માટે આ કર્યું.  

અનાજ અને બાગાયતનું ઉત્પાદન વધ્યો

સિંચાઈની સુવિધામાં વધારો થવાને કારણે અનાજ અને બાગાયતનું ઉત્પાદન વધી રહ્યું છે. કઠોળ અને તેલીબિયાંનું ઉત્પાદન પણ વધી રહ્યું છે જેની કોંગ્રેસે ઉપેક્ષા કરી હતી. જ્યારે કોંગ્રેસ 2013-14માં સત્તામાં હતી ત્યારે ખાતર સબસિડી રૂ. 71,280 કરોડ હતી. જ્યારે 2023-24માં અમે 1,95,420 કરોડ રૂપિયાની સબસિડી આપી હતી. અમે ખાતરના વધતા ભાવને ખેડૂતો પર બોજ વધવા દીધો નથી. આજે યુરિયાની એક થેલી પર 2100 રૂપિયાની સબસિડી આપવામાં આવી રહી છે.

Share your comments

Subscribe Magazine

More on News

More