Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલના હેલ્થ અપડેટ, રવિવારે આવ્યું હતું બ્રેન સ્ટ્રોક

ગુજરાતના કૃષિ મંત્રીએ અને જામનગર ગ્રામીણથી ભાજપના ઘારાસભ્ય રાઘવજીભાઈ પટેલને ગઈ કાલે એટલે કે રવિવારે બ્રેન સ્ટ્રોકના કારણે જામનગરના સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે હાલ તબીબોએ તેમની હેલ્થ અપડેટ આપતા જણાવ્યું છે કે હવે તેમની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલની તબીયતમાં સુધારો
કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલની તબીયતમાં સુધારો

ગુજરાતના કૃષિ મંત્રીએ અને જામનગર ગ્રામીણથી ભાજપના ઘારાસભ્ય રાઘવજીભાઈ પટેલને ગઈ કાલે એટલે કે રવિવારે બ્રેન સ્ટ્રોકના કારણે જામનગરના સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે હાલ તબીબોએ તેમની હેલ્થ અપડેટ આપતા જણાવ્યું છે કે હવે તેમની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે. સીનર્જી હોસ્પિટલના ડો. જયેશ કોબારિયાએ તેમની હેલ્થ અપડેટ આપી છે. ડોક્ટરે જણાવ્યું કે તેમની તબીયતમાં ધીરે-ધીરે સુધારો થઈ રહ્યો છે અને હવે તેમના બીપી એન ડાયબિટીસ પણ કંટ્રોલમાં છે.બીજી બાજુ ગુજરાત સરકારે તેમની તબીયતમાં સુઘારા સુઘી પંયાયત અને કૃષિ મંત્રાલયનું કાર્યભાર બચ્ચુભાઈ ખાબડને આપી દીઘું છે

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ આપી અપડેટ

રાઘવજીભાઈ પટેલની તબિયતને લઈ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પણ અપડેટ આપતા જણાવ્યું, કે હાલ તેમની તબિયત સારી છે. સીનર્જી હોસ્પિટલના ડોક્ટર જયેશ ડોબરીયાએ જણાવ્યું હતું કે રાઘવજીભાઈની તબિયત હાલમાં ખૂબ જ સ્થિર છે. તેમણે અંદાજે બે થી ત્રણ અઠવાડિયા જેટલો આરામ કરવાનો રહેશે ઉપરાંત ત્રણ થી ચાર દિવસ હોસ્પિટલમાં તેમને દાખલ રાખવામાં આવશે

ક્યારે આવ્યું હતુ બ્રેન સ્ટ્રોક

નોંઘણીએ છે કે ગુજરાતની ભાજપ સરકાર દ્વારા ગામ ચલો અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જે અંતર્ગત રાઘવજીભાઈ પટેલે પોતાની વિધાનસભા જામનગર ગ્રામીણમાં કાર્યક્રમ કરી રહ્યા હતા. તે જ દરમિયાન જામનગર જિલ્લાના બેરાજા ગામે ગામ ચલો અભિયાન પૂર્ણ કર્યા પછી તેમની તબિયત લથડી ગઈ હતી અને તેમને બ્રેન સ્ટ્રોક આવતા તે ઢળી પડ્યા હતા. ત્યાર પછી તેમને તરત જ જામનગરના સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ રાત્રિના ત્રણ વાગ્યે વધુ સારવાર માટે રાજકોટમાં આવેલી સીનર્જી હોસ્પિટલ ખાતે તેમને લઈ આવવામાં આવ્યા હતા. જ્યાં તેમને ન્યુરોલોજીસ્ટની ટીમ દ્વારા આઇસીયુમાં રાખી સારવાર શરૂ કરવામાં આવી હતી.

મુખ્ય પ્રધાને પરિવારજનો સાથે કરી વાતચીત  

કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલને આવેલ બ્રેન સ્ટ્રોકની ખબર મળતાના સાથે જ મુખ્ય પ્રધાન ભુપેન્દ્રભાઈ પટેલે તેમના પરિવાર અને સીનર્જી હોસ્પિટલના ડોક્ટરો સાથે વાતચીત પણ કરી હતી. તેમ જ હેલ્થ કમિશનર, હેલ્થ સેક્રેટર, કલેકટર સહિતના અધિકારિઓને રાઘવજીભાઈ પટેલની ખબર અંતર પૂછવા માટે હોસ્પિટલ પણ મોકલ્યું હતું. જણાવી દઈએ કે વિતેલા વર્ષે મુખ્યમંત્રીના દીકરાને પણ બ્રેન સ્ટ્રોક આવ્યા હતા. જેમને સારવાર માટે વિદેશ મોકલવામાં આવ્યું હતું. કૃષિ મંત્રીના તબીયત અંતર પુછવા રાજ્ય કક્ષાના મંત્રી ભાનુ બાબરીયા, મુળુભાઈ બેરા, ધારાસભ્ય ઉદય કાનગડ, રમેશ ટીલાળાએ પણ હોસ્પિટલ પહોંચ્યા હતા.   

Share your comments

Subscribe Magazine

More on News

More