Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

Big Announcement For Farmer રાજયના ખેડૂતો માટે સારા સમાચાર, કમોસમી વરસાદને લઇને કૃષિ મંત્રી રાઘવજી પટેલ એ કરી જાહેરાત

Big Announcement For Farmer રાજયના ખેડૂતો માટે સારા સમાચાર, કમોસમી વરસાદને લઇને કૃષિ મંત્રી રાઘવજી પટેલ એ કરી જાહેરાત

Harsh Jitendra Rathod
Harsh Jitendra Rathod
રાઘવજી પટેલ  (કૃષિ મંત્રી )
રાઘવજી પટેલ (કૃષિ મંત્રી )

ગુજરાત રાજ્યમાં અણધારેલા કમોસમી વરસાદે વિનાશ સર્જ્યો છે. જેમાં ગુજરાત રાજ્યમાં 220 તાલુકાઓમાં ભર શિયાળે માવઠું થતા ખેડૂતોની હાલત કપરી કરી દીધી છે. શિયાળાની ઋતુમાં ભારે પવન સાથે વરસાદથી સૌથી વધુ નુકશાન ખેડૂતોનું થયું છે. એવામાં સરકાર તરફથી એક રાહતના સમાચાર સામે આવી રહ્યા છે.

રાજય સરકારે લીધા મહત્વના નિર્ણય

સરકારનું મોટું પગલું કહી શકાય તે મુજબ ગુજરાતમાં કમોસમી વરસાદથી થયેલી નુકસાનીને લઇને રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. કૃષિમંત્રી રાઘવજી પટેલે કમોસમી વરસાદથી થયેલા નુકસાન અંગે સર્વેના આદેશ આપ્યા છે. ઝડપથી નુકસાનીના સર્વેની કામગીરી શરૂ કરવામાં આવશે. હાલમાં તમામ કૃષિ વિભાગના જિલ્લા અધિકારીઓને સ્ટેન્ડ બાય રહેવા સૂચના અપાઇ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ સ્થિતિની જાણકારી મેળવી છે. નુકસાનીના સર્વે બાદ રાજ્ય સરકાર સહાય જાહેર કરી શકે છે.

ખેડૂતોની યાતના જોઈ ભાજપના ધારાસભ્ય લવિંગજી ઠાકોરનો : CMને પત્ર


ખેડૂતોને ઉભા પાકની સામે વળતર આપવાની માંગ કરતો પત્ર પણ કડીના ભાજપના જ ધારાસભ્ય લવિંગજી ઠાકોર દ્વારા લખવામાં આવ્યો હતો. ખેડૂતોને આર્થિક મદદ કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર તેમણે પત્ર લખ્યો હતો.

કડીના ભાજપના જ ધારાસભ્ય લવિંગજી ઠાકોર દ્વારા : CMને પત્ર
કડીના ભાજપના જ ધારાસભ્ય લવિંગજી ઠાકોર દ્વારા : CMને પત્ર

Share your comments

Subscribe Magazine

More on News

More