સોમવારે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ખેડૂતોના મુદ્દે મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે ખેડૂતોના આંદોલન, પાકના એમએસપી અને રસ્તા બંધને લઈને સરકારને ઘેર્યો હતો. રાહુલ ગાંધીએ મોંઘવારી, ગેસ સિલિન્ડરની કિંમત, અગ્નિવીર જેવા ઘણા મુદ્દાઓ પર પોતાની વાત રાખી હતી. પરંતુ આ દરમિયાન તેમણે એક એવી વાત પણ કરી દીધી, જે તેઓને નથી કરવી જોઈતી હતી.સંસદમાં તેમણે કઈ દીધું હતું કે જે લોકોએ પોતાની જાતને હિન્દૂ કહે છે તે લોકોએ હિંસક હોય છે. આ વાત રાહુલ ગાંધી પર બેક ફાયર કરી ગઈ છે.પરંતુ અમે ત્યાં તેમની અને કૃષિ મંત્રી વચ્ચે થયા આકરા પ્રહારોને લઈને વાત કરવા આવ્યા છે.
રાહુલ ગાંઘી ખોટો નિવેદનો કરી રહ્યા છે
ખેડૂતોના મુદ્દેને લઈને એટલે કે એમએસપીને લઈને બોલતા રાહુલ ગાંધી પર કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આકરા પ્રહાર કર્યા હતા.તેમણે રાહુલ ગાંધીને ઝુઠાડું માણસ ગણાવતા કહ્યું કે તે જે પણ બોલી રહ્યા છે તે તદ્દન ખોટું છે. આમારી સરકાર ઘણા પાક પર એમએસપી આપી રહી છે અને આજે પણ એમએસપી પર ખરીદી ચાલી રહી છે. તેમણે જણાવવું જોઈએ કે જ્યારે તેમની સરકાર હતી ત્યારે એમએસપી શું હતી કેટલવી ખરીદી કરવામાં આવી હતી.
પીએમ ખેડૂતોની જગ્યા અદાણી-અબાણીનું ફાયદા કર્યો
કૃષિ મંત્રીના જવાબ પર પ્રહાર કરતા રાહુલ ગાંધી ફરીથી સંસદમાં ઉભા થઈ ગયા અને તેમણે સરકાર પર આક્ષેપ કર્યો કે કેન્દ્ર સરકાર ખેડૂતોને ડરાવવા માટે 3 નવા કાયદા લાવી છે. પીએમએ ખેડૂતોને કહ્યું કે આ કાયદાથી તમારા ફાયદા થશે પરંતુ મોદીજીએ ખેડૂતોથી સત્યા સંતાડીને આ કાયદા થકી પોતાના મિત્રો અદાણી અને અંબાણીને ફાયદા પહોંચાડવા માંગે છે. રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે ભારતના તમામ ખેડૂતો ઉભા છે આજદિન સુધી રસ્તો બંધ છે, જે માર્ગથી હું આવ્યા હતા તે રસ્તો બંધ છે. હરિયાણામાં બે સ્થળો બંઘ છે. ખેડૂતોએ કહ્યું કે તમે અમારી મહેનતનું ફળ છીનવી લેવા માંગો છો. અમે આ સ્વીકારીશું નહીં. તમે તેમની સાથે વાત કરશો નહીં. રાહુલ ગાંધીએ 700 ખેડૂતોના શહીદ થવાના મુદ્દે પણ સરકાર પર પ્રહાર કર્યો અને કહ્યું કે તેઓ ખેડૂતો છે આતંકવાદી નથી.
ખેડૂતોની લોન માફીના મુદ્દે હોબાળો
ખેડૂતોએ એટલું જ કહ્યું કે જો અબજોપતિઓનું 16 લાખ કરોડ રૂપિયાનું દેવું માફ કરી શકાય તો અમારા દેવું પણ માફ કરો. ખેડૂતોએ કહ્યું કે જો અમને તમામ ઉત્પાદનોની યોગ્ય કિંમત મળે તો અમને MSP આપો, અને તમે લોકોએ કહ્યું કે ખેડૂતોની લોન માફ કરવામાં આવશે નહીં અને તેમને MSP પણ નહીં મળે.
રાહુલ ગાંધીના આક્ષેપ પર કૃષિ મંત્રીએ આકરા પ્રહાર કર્યો
રાહુલ ગાંધીના આક્ષેપ પર કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ગુસ્સેથી ભરાઈ ગયું અને તેમણે આકરા પ્રહાર કરતા કહ્યું કે સ્પીકર સાહેબ વિપક્ષના નેતાએ ખોટું નિવેદન કરી રહ્યા છે. સરકાર દ્વારા એમએસપી આપવામાં આવી રહી છે અને આ મોદી સરકાર છે, તેથી ઉત્પાદન ખર્ચ પર ઓછામાં ઓછા 50 ટકા ઉમેરીને એમએસપી આપવામાં આવી રહી છે. રાહુલ ગાંધીના નિવેદન પર તેમણે કહ્યું કે તેઓ ખોટા નિવેદનો આપી રહ્યા છે અને ગૃહને ગેરમાર્ગે દોરી રહ્યા છે. શિવરાજ સિંહે વધુમાં કહ્યું કે આજે પણ એમએસપી પર ખરીદી ચાલી રહી છે અને હમણાં જ 14 ખરીફ પાકોના એમએસપી દરમાં વધારો કરવામાં આવ્યો છે. અમને જણાવો કે તેમની સરકાર જ્યારે સત્તામાં હતી ત્યારે કેટલી MSP હતી અને ત્યાં કેટલી ખરીદી કરવામાં આવી હતી.
Share your comments