Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

કૃષિ મંત્રીએ લીધી કૃષિ ભવનની ઓચિંતી મુલાકાત, અણધારી મુલાકાત બાદ સરકારી બાબુઓમાં હડકંપ

ગુજરાતમાં નવી સરકાર બનતાની સાથે જ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ થઈ ગઈ છે. નવા મંત્રીઓને પણ તેમની ચેમ્બરમાં હાજર રહેવા આદેશ કરવામાં આવ્યો છે. તેઓ મુલાકાતીઓને મળી શકે અને લોકોના કામ ઝડપી થાય તે માટે મુખ્યમંત્રીએ તેમનું ટાઈમ ટેબલ નક્કી કરી લીધું છે.

Chetna Rajesh Raja
Chetna Rajesh Raja
Surprise visit of State Agriculture Minister Raghavji Patel at Krishi Bhavan
Surprise visit of State Agriculture Minister Raghavji Patel at Krishi Bhavan

આજે કૃષિમંત્રી રાઘવજી પટેલે કૃષિભવનમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન સરકારી બાબુઓ ત્યાંથી ગાયબ જોવા મળ્યા હતાં.

કૃષિમંત્રી રાઘવજી પટેલે લેટ આવનારા તથા સતત ગેરહાજર રહેનારા અધિકારીઓ સામે લાલ આંખ કરી છે. તેમણે આજે પોતાના જ વિભાગમાં અચાનક મુલાકાત ગોઠવતાં જ કૃષિભવનનું તંત્ર દોડતું થઈ ગયું હતું,. ગેરહાજર રહેનારા અધિકારીઓ સામે તપાસ કરવાની તેમણે વાત કરી હતી. રાઘવજી પટેલની અચાનક મુલાકાતથી અધિકારીઓમાં સોંપો પડી ગયો હતો. ઓફિસના સમયે હાજર નહીં રહેલા અથવા તો મોડા આવતા અધિકારીઓ સામે પગલાં લેવાની પણ તેમણે વાત કરી હતી.

Surprise visit of State Agriculture Minister Raghavji Patel at Krishi Bhavan
Surprise visit of State Agriculture Minister Raghavji Patel at Krishi Bhavan

તમામ વિભાગના વડાઓ પાસે ગેરહાજર અધિકારીઓનો રીપોર્ટ માંગ્યો

જે બાદ તેઓએ કહ્યું હતું કે, કોઈ પણ સરકારી કર્મચારી સમયસર નહીં આવે તો તે ચલાવી લેવાશે નહીં. હવે જો અધિકારીઓ કે કર્મચારીઓ મોડા પડશે તો તેમના સામે પગલા લેવામાં આવશે. આ સાથે કૃષિમંત્રીએ કૃષિ ભવનની ઓફિસમાં સ્વચ્છતા જાળવવા પણ સૂચનો કર્યા હતા. રાઘવજી પટેલની અચાનક મુલાકાતથી અધિકારીઓમાં સોંપો પડી ગયો હતો.  

આ પણ વાંચો: ટીમ ઈન્ડિયાના ખેલાડી રિષભ પંતનો ભીષણ અકસ્માત, ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ

રાઘવજીએ કૃષિભવનના ચારેય માળની અચાનક મુલાકાત લેતાં અધિકારીઓમાં સન્નાટો છવાઈ ગયો હતો. અહીં લગભગ 15થી 20 જેટલા અધિકારીઓ ગેરહાજર જોવા મળ્યા હતાં. રાઘવજીએ કૃષિભવનમાં તમામ વિભાગના વડાઓ પાસે અધિકારીઓને લઈને સંપૂર્ણ રીપોર્ટ માંગ્યો છે. ગેરહાજર અધિકારીઓ છે તેમનામાં ફફડાટ ફેલાયો છે.

Surprise visit of State Agriculture Minister Raghavji Patel at Krishi Bhavan
Surprise visit of State Agriculture Minister Raghavji Patel at Krishi Bhavan

મંત્રીઓને પોતાના વિભાગની મુલાકાત કરવા માટે અપાઈ છે સૂચના

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં નવી સરકાર બન્યા બાદ હાઈકમાન્ડે તમામ મંત્રીઓને પોતાના વિભાગોની સરપ્રાઈઝ ચેકિંગ કરવા માટેની સૂચનાઓ આપી છે.  નવા મંત્રીઓને પણ તેમની ચેમ્બરમાં હાજર રહેવા આદેશ કરવામાં આવ્યો છે. તમામ મંત્રીઓની કેબિનની બહાર પણ મુલાકાતીઓને મળવા માટેનો સમય લખવામાં આવ્યો છે.

નવી સરકારની નવી નીતિ જોતા હવે સરકારી બાબુઓનો આરામ હરામ થાય તેવા લક્ષણો સ્પષ્ટ દેખાઈ રહ્યા છે તેમજ રીપોર્ટ મળ્યા બાદ દાંડી મારતા સરકારી બાબુઓ પર શું પગલા લેવાશે તેવી ચિંતાનો માહોલ સર્જાતા અધિકારીઓમાં ભારે હડકંપનો માહોલ દેખાઈ રહ્યો છે. 

Share your comments

Subscribe Magazine

More on News

More